Book Title: Kalpasutra
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 4
________________ ક૯પસૂત્ર [૧૧૩ લોકાગચ્છના ભંડારની અને તે ઉપરાંત આચાર્યવર શ્રી જબૂરિ મહારાજના જ્ઞાનભંડારની ભગવતીસૂત્રની—એમ તાડપત્રીય પ્રાચીન ત્રણેય પ્રતિઓ જરૂર જોવી જોઈએ. પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં પધરાવેલા સંઘના જ્ઞાન ભંડારની અનુગારસૂત્રની પ્રતિ પણ જોવી જોઈએ. જેસલમેરના કિલ્લાના ઉપર્યુક્ત ભંડારની અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક ભાષ્યની પ્રતિ પણ ભૂલવી ન જોઈએ. આ ઉપરાંત જૈન આગમ ઉપરના ભાષ્યગ્રંથ અને ચૂર્ણિગ્રંથનું પણ આ દૃષ્ટિએ અવલોકન કરવું જોઈએ. આ બધા અવલોકનને પરિણામેય જૈન આગમોની મૌલિક ભાષાનું વાસ્તવિક દિગ્દર્શન કરાવવું અશક્યપ્રાય છે, તે છતાં આ રીતે એ ભાષાના નજીકમાં પહોંચી શકવાની જરૂર શક્યતા છે. અતુ, હવે મૂળ વિષય પર આવીએ. ઉપર જણાવવામાં આવ્યું તેમ, પાછળના આચાર્યોએ આગમસૂત્ર આદિની ભાષામાં સમયે સમયે ઘણું ઘણું પરિવર્તન જરૂર કર્યું છે, તે છતાં ઘણેય સ્થળે તે તે મૌલિક ભાષાપ્રયોગો રહી જવા પામ્યા છે. એટલે એ રીતે, મેં જે પ્રતિને મારા સંશોધન અને સંપાદનમાં મૂળ તરીકે રાખી છે તેમાં પણ તેવા પ્રયોગ વિદ્વાનોને ઠેકઠેકાણે જોવા મળશે. કેટલાક ખાસ તેવા પ્રયોગોના પાઠભેદો પણ આપવામાં આવેલા છે. મારા સંશોધનમાં જે 7–છે નામની પ્રતિઓ છે, તેમાં “ર” કારબહુલ પાઠે છે. ભરતનાશાસ્ત્રના ૧૭મા અધ્યાયમાં રાકારબલ, pકાર બહુલ, નકોર બહુલ, વકાર બહુલ, ૩કારબહુલ, તકારબહુલ આદિ પ્રાકૃતભાષાપ્રયોગો વિષે જે, તે તે પ્રદેશની પ્રાકૃત ભાષામાં કે ભાષાપ્રિયતાને લક્ષીને વહેંચણી કરવામાં આવી છે કે, તે કાળમાં ભલે પ્રચલિત કે ઉચિત હો; પરંતુ પાછળના જમાનામાં તે પ્રાકૃતભાષા દરેકેદરેક પ્રદેશમાં ખીચડું બની ગઈ છે અને તે જ રીતે વિવિધ કારણોને આધીન થઈને જૈન આગમોની મૌલિક ભાષા પણ ખીચડું જ બની ગઈ છે. એટલે જૈન આગમોની મૌલિક ભાષાનું અન્વેષણ કરનારે ઘણી જ ધીરજ રાખવી જરૂરી છે. સૂત્રાંક—આજે આપણું સામે કલ્પસૂત્રની જે પ્રાચીન પ્રતિઓ તાડપત્રીય કે કાગળની વિદ્યમાન છે, તે પૈકી કોઈમાં પણ સૂત્રોના અંકે નથી. માત્ર સોળમા-સત્તરમા સૈકાની, ખાસ કરી સત્તરમા સૈકાની–પ્રતિઓમાં સૂત્રકની પદ્ધતિ મળે છે. પરંતુ તે સત્રાંક સંખ્યા ઘણી વાર તો મેળ વિનાની જોવામાં આવે છે. એટલે મેં જે સૂત્રાંકે આપ્યા છે તે મારી દૃષ્ટિએ આપ્યા છે. ઉપર જણાવેલી પ્રતિઓમાં થરાવલીમાં સૂવાંક છે જ નહિ અને સામાચારીમાં પણ કેટલીકમાં જ મળે છે, પરંતુ આ રીતથી એ પ્રતિઓમાં મોટે ભાગે સૂત્રાંકનું અખંડપણું જળવાયું નથી; જ્યારે મેં સૂત્રાંકનું અખંડપણું જાળવવા પ્રયત્ન કર્યો છે. મેં જે સૂત્રવિભાગ કર્યો છે તેના ઔચિય-અની ચિત્યપણાની પરીક્ષાનું કાર્ય વિદ્વાનોને સેપું છું સંક્ષિપ્ત અને બેવડા પાઠો–કલ્પસૂત્રની પ્રાચીન–અર્વાચીન પ્રતિઓમાં કઈમાં કોઈ ઠેકાણે તો કઈમાં કોઈ ઠેકાણે એમ, વારંવાર આવતા શબ્દો કે પાઠેને સંક્ષિપ્ત કરવામાં આવ્યા છે. ઉદાહરણ तरी देवाणुप्पिया ने पहले देवा, असणपाणखाइमसाइम ने पहले अ।पा। खा। सा असण ४ કે ૪ ૪ એમ કરવામાં આવ્યું છે. ખંભાતની સં. ૧૨૪૭માં લખાયેલી પ્રતિમાં પ્રાચીન લેખનપરંપરા જળવાયેલી હઈ સT અથવા અસબ અને કઈ ઠેકાણે વસT ઢું એમ કરેલ છે. જ્યાં એક શબ્દથી ચાર શબ્દ સમજી લેવાના હોય ત્યાં ચારના અંક તરીકે , હું કે શું અક્ષરનો પ્રયોગ કરવામાં આવતો. આ જ પ્રમાણે જ્યાં છ શબ્દો સમજી લેવાના હોય ત્યાં છે સંખ્યાના જ્ઞાનાં. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12