________________ કહપસૂત્ર [121 પણ છે. જુઓ ચૂર્ણિ, પત્ર 90, ટિ. 2. આ ઠેકાણે પટ્ટટ્ય . પાવકૃત્તિક ઇમક્રિાં હું, શુગૃત્તિજ મન્નથું સં. પ્રવાતથ આ ત્રણ પાઠભેદો અપાયા છે. એ જ રીતે યોગ્ય લાગ્યું છે ત્યાં તેવા પાઠભેદને સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલીક વાર પ્રાકૃત ભાષાભેદજનિત હજારો પ્રકારના પાઠો પૈકી કોઈ કઈ પાઠભેદે નેપ્યા છે; બાકી મોટે ભાગે જતા કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે णउइं णतुई णउति णतुर्ति, उउबद्धिता उडुबद्धिता, ओवद्धिता, पुण्णिमाते पुष्णिमाए पोणिमाते, નોવા નોઝ તોય તત, નોવા મોન મોર મોય મોત ઇત્યાદિ. આવા સ્વરવિકાર, વ્યંજનવિકાર, પ્રત્યયવિકાર વગેરેને લગતા અનેકવિધ પાઠ પૈકી કવચિત કવચિત પાઠભેદ આપ્યા છે; બાકી મોટે ભાગે એવા પાઠોને જતા કરવામાં આવ્યા છે. ટિપ્પનકકાર આચાર્ય શ્રી પૃથ્વીચંદ્રસૂરિ મહારાજ છે. તેમના સમયાદિ વિષે હાલ તુરતમાં કશું કહેવાની મારી તૈયારી નથી. એટલે માત્ર તેમને વિષે એટલું કહું છું કે તેઓ ચૌદમા સૈકામાં વિદ્યમાન હેવાનો સંભવ છે. દિપકકારે ટિપનકની રચના કરવામાં ચૂર્ણિકારનું અનુગામિપણું સાધ્યું છે. ચૂર્ણિકાર અને ટિપ્પનકકારે આખા કલ્પસૂત્ર ઉપર શબ્દશઃ વ્યાખ્યા નથી કરી એટલે તેમના સામે કલ્પસૂત્રની વાચના કેવી હશે એ સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં તેમની વ્યાખ્યાઓમાં જે કેટલાંક બીજો છે તે ઉપરથી જે પૃથક્કરણ થઈ શકે તે મેં આ પ્રસ્તાવનામાં જણાવ્યું છે. અંતમાં પ્રસ્તુત કલ્પસૂત્રનું જે રૂપ ઘડાવું જોઈએ તેમાં મારી નજરે કેટલીક ઊણપ રહી છે, પણ તેમાં મારી જેસલમેરના જ્ઞાનભંડાર વગેરેની પ્રવૃત્તિ કારણ છે. તે છતાં પ્રતિ કલ્પસૂત્રનું સંખ્યાબંધ પ્રાચીન પ્રતિઓને આધારે જે પ્રામાણિક રૂપ ઘડાયું છે તે એકંદર ઠીક જ ઘડાયું છે. આ કાર્યમાં છવાસ્થભાવજનિત અનેકાનેક ખલનાઓ થવાનો સંભવ સહજ છે, તેને વિદ્વાને ક્ષમાની નજરે જુએ અને યોગ્ય સંશોધન કરે એ અભ્યર્થના છે. (“કલ્પસૂત્ર' સંપાદન, સને 1952) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org