Book Title: Kalpasutra
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ * ૩૯૫ત્ર કલ્પસૂત્રની પ્રતિઓનું સ્વરૂપ ભાષા અને મૌલિક પાઠા-આજે આપણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન તાડપત્રીય કે કાગળની પ્રતિએ વિદ્યમાન છે, તેમાં વિક્રમના તેરમા સૈકા પહેલાંની એક પણ પ્રતિ નથી. તેમાં પણ ખંભાતના શ્રી શાંતિનાથજીના પ્રાચીન તાડપત્રીય ભડારની એક પ્રતિ, કે જે વિક્રમ સંવત ૧૨૪૭માં લખાયેલી છે, તેને બાદ કરતાં બાકીની બધીય પ્રતિએ વિક્રમના ચૌદમા અને પદમા સૈકાની અને મેટા ભાગની પ્રતિએ તે પછીના સમયમાં લખાયેલી છે. આ બધી પ્રતિએમાં ભાષાદિષ્ટએ અને પાઠોની દષ્ટિએ ઘણુ ઘણુ' સમ-વિષમપણુ' છે, અને પડી ગયેલા પાઠ, ઓછાવત્તા પાઠો તેમ જ અશુદ્ધ પાની પરંપરા વિષે તેા પૂછ્યાનુ જ શુ હાય ! આજે આપણા માટે અતિદુઃખની વાત એ છે કે, જેસલમેરદુર્ગના ખરતરગચ્છીય યુગપ્રધાન-પ્રવર આચાર્યશ્રી જિનભદ્રસૂરિના પ્રાચીનતમ જૈન જ્ઞાનભંડારમાંથી મળી આવેલ અનુમાન દશમા સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક મહાભાષ્યની પ્રતિ જેવા કોઈ રડચાખડા અપવાદ સિવાય, કઈ પણ જૈન આગમની મૌલિક પ્રાચીન કે અર્વાચીન સાદ્યંત સાંગોપાંગ અખંડ શુદ્ધ પ્રતિ એક પણ આપણા સમક્ષ નથી. તેમ જ ચૂર્ણિકાર, ટીકાકાર આદૃિએ કેવા પાઠ કે આદર્શોને અપનાવ્યા હતા એ દર્શાવનાર આદર્શ-પ્રતિએ પણ આપણા સામે નથી. આ કારણસર કલ્પસૂત્રની મૌલિક ભાષા તે તેના મૌલિક પાઠોના સ્વરૂપનો નિર્ણય કરવા આપણા માટે અતિદુષ્કર વસ્તુ છે. અને એ જ કારણને લીધે આજના દેશી–પરદેશી ભાષાશાસ્ત્રજ્ઞ વિદ્રાનાએ આજની અતિઅર્વાચીન હસ્તપ્રતિના આધારે જૈન આગમાની ભાષા વિષે જે કેટલાક નિર્ણયા બાંધેલા છે કે આપેલા છે, એ માન્ય કરી શકાય તેવા નથી. જર્મન વિદ્વાન ડૉ. એલ. આલ્સડા મહાશય ચાલુ વર્ષમાં જેસલમેર આવ્યા ત્યારે તેમની સાથે આ વિષેની ચર્ચા થતાં, તેમણે પણ આ વાતને માન્ય રાખાને જણાવ્યુ` હતુ` કે “ આ વિષે પુનઃ ગંભીર વિચાર કરવાની જરૂરત છે.” આ પરિસ્થિતિમાં કલ્પસૂત્રની મૌલિક ભાષા અને તેના મૌલિક પાઠેની ચિંતાને જતી કરીતે, માત્ર એની અત્યારે મળી શકતી પ્રાચીન પ્રતિએ અને ચૂર્ણિ, ટિપ્પનક, ટીકાકાર વગેરેને આશ્રય * કલ્પસૂત્ર 'ના સ`પાદનની ( પ્રકાશકશ્રી સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ, સને ૧૯૫૨) પ્રસ્તાવનામાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12