Book Title: Kalpasutra Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 3
________________ ૧૧૨ ] જ્ઞાનાંજલિ ગુરુવરને પ્રયોગ જ મુખ્યત્વે જોવામાં આવે છે. અને આ જ નિયમ કલ્પસૂત્રને પણ લાગુ પડે છે. . (૪) પ્રાચીન કાળમાં પ્રાકૃત ભાષામાં માત્ર નિત નિત મતિ વગેરે પ્રયોગોમાં પરસવર્ણ તરીકે ‘ન' વ્યંજનને સ્થાન હતું, તે સિવાય પ્રાકૃતમાં “ન' વ્યંજન સ્વીકારવામાં જ નહોતો આવ્યો. એ જ કારણ છે કે કેઈ પણ પ્રાકૃત ભાષાના ગ્રંથની પ્રાચીન હાથપોથીઓમાં “ર” ને બદલે મને, T૪ a rર તા. Tr" વગેરેમાં “T' નો પ્રયોગ જ જોવામાં આવે છે. નાટયશાસ્ત્રના પ્રણેત મહર્ષિ ભરતે તેમના નાટયશાસ્ત્રમાં અધ્યાય ૧૭માં જ્યાં પ્રાકૃત ભાષાના નિયમે આવ્યા છે તેમણે નીચેના પદ્ય દ્વારા પ્રાકૃત ભાષામાં “ર” નથી એમ જણાવ્યું છે— ए-ओकारपराई, अकारपरं च पायए णत्थि । વ-સંસારમવિશifળ , --વવા–તવાળriડું છે કહ૫(બૃહત્ક૯૫)સૂત્ર ચૂર્ણિકારે તેમ જ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ રિએ પણ કલ્પભાષ્યની સપાયયવયTIOTo ગા૨ ના વ્યાખ્યાનમાં પણ પ્રાકૃતલક્ષણને નિર્દેશ કરતાં ઉપર્યુક્ત ભરતમુનિપ્રણીત લક્ષણગાથાને જ ઉલ્લેખ કર્યો છે. (૫) અર્વાચીન પ્રાતમાં “––––7––––વાંઝાથી ” (સિદ્ધહેમ -૨–૧૭૭) આ નિયમનું અનુસરણ જેવું જોવામાં આવે છે તેવું અને તેટલું પ્રાચીન કાળમાં ન હતું. તેમ જ ર–––મ'' (સિદ્ધહેમ -૨૬૭) વગેરે નિયમોને પણ એટલું સ્થાન ન હતું. આ કારણસર પ્રાચીન પ્રાકૃત અને અર્વાચીન પ્રાકૃતમાં ઘણી વાર શબ્દપ્રયોગોની બાબતમાં સમ-વિષમતા જોવામાં આવે છે. (૬) આ ઉપરાંત કલ્પસૂત્રની પ્રતિમાં જ્યાં સામાસિક પદો છે ત્યાં સ્વદીર્ઘવર તેમ જ વ્યંજનોના દિર્ભવ–અદિર્ભાવ વગેરેને લક્ષીને શબ્દપ્રયોગોમાં કે પાઠામાં ઘણો ઘણો વિપર્યાસ લેવામાં આવે છે, જે મોટે ભાગે નકલ કરનાર લેખકોને આભારી છે. ઉપર મેં સંક્ષેપમાં પ્રાચીન અર્વાચીન પ્રાકૃત ભાષા અંગેના નિયમો વિષે જે કાંઈ જણાવ્યું છે, તેને લીધે પ્રાચીન-અર્વાચીન ગ્રંથપતિઓમાં શબ્દપ્રયોગોની સમ-વિષમતાને લગતા ઘણા ઘણુ પાઠભેદો થઈ ગયા છે. આ પાઠભેદે સ્વાભાવિક રીતે જ થઈ ગયા નથી, પરંતુ પાછળના આચાર્યોએ હજાણીબૂજીને પણ આ શબ્દપ્રયોગોને સમયે સમયે બદલી નાખ્યા છે; અથવા પ્રાચીન પ્રાકૃત ભાષાના પ્રયા સાથે સંપક ઓછો થવાને લીધે જ્યારે મુનિવર્ગ સહેલાઈથી તે તે શબ્દપ્રયોગના મૂળને સમજી શકતો ન હોવાથી શ્રી અભયદેવાચાર્ય, શ્રી મલયગિરિ આચાર્ય વગેરેને તે તે શબ્દપ્રયોગો બદલી નાખવાની આવશ્યકતા જણાઈ અને તેમણે તે તે શબ્દપ્રયોગોને બદલી પણ નાખ્યા છે. આમ કરવાથી ગ્રંથનો વિષય સમજવામાં સરળતા થઈ, પરંતુ બીજી બાજુ જૈન આગમોની મૌલિક ભાષામાં ઘણું જ પરિવર્તન થઈ ગયું; જેને લીધે આજે “જેન આગમની મૌલિક ભાષા કેવી હતી તે શોધવાનું કાર્ય દુષ્કર જ થઈ ગયું. આ પરિવર્તન માત્ર અમુક આગમ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દરેકેદરેક આગમમાં અને એથી આગળ વધીને ભાગ્ય-ચૂર્ણિગ્રંથમાં સુધાં આ ભાષાપરિવર્તન દાખલ થઈ ગયું છે. એટલે જૈન આગમોની મૌલિક ભાષાના શોધકે જેન આગમ-ભાષ્ય આદિની જુદા જુદા કુલની પ્રતિઓ એકત્ર કરીને અતિ ધીરજથી આ નિર્ણય કરવાની જરૂરત છે. આ સ્થળે, જરા વિષયાંતર થઈને પણ, એટલું જણાવવું અતિ આવશ્યક માનું છું કે, ભાષાદષ્ટિએ જૈન આગમોનું અધ્યયન કરનારે જેસલમેરના કિલ્લાના શ્રી જિનભદ્રીય જ્ઞાનભંડારની તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12