Book Title: Kalpasutra
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 6
________________ [ ૧૧૫ બારીકાઈથી અધ્યયન અને તુલના કરતાં નિયુક્તિ-ચૂર્ણિમાં જે હકીકત અને સૂત્રાશનું વ્યાખ્યાન જોવામાં આવે છે, એ ઉપરથી સ્થાનકવાસી અને તેરાપંથી શ્રીસંઘના ગીતાને પ્રસ્તુત કલ્પસૂત્રને કલ્પિત માની લેવાને કશું જ કારણ નથી મળતું. તેમ જ દશાશ્રુતસ્કંધ સૂત્રની ચૌદમા રસૈકાના પ્રારંભમાં લખાયેલી અનેક પ્રતિઓ આજે વિદ્યમાન છે, જેમાં પ્રસ્તુત કલ્પસૂત્ર આઠમાં અધ્યયન તરીકે સળંગ અને સંપૂર્ણ લખાયેલું છે. આથી કોઈને એમ કહેવાને તો કારણ જ નથી રહેતું કે સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય સામે કોઈ કઢિપત આરોપ ઊભા કરવા માટે કે કહિત ઉત્તર આપવા માટેના સાધન તરીકે આ સુત્ર રચી કાઢવામાં આવ્યું છે. જો આમ હોત તે સ્વતંત્ર કલ્પસૂત્ર કે એ કલ્પસૂત્રભિત દશાશ્રુતસ્કંધવની આજે વિક્રમ સંવત ૧૨૪૭થી લઈને જે અનેકાનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિ મળે છે તે મળતી ન હોત. તેમ જ ઉપર જણાવેલી પ્રતિએ ઉપરાંત નિર્યુક્તિ અને શૂર્ણિમાં આ કલ્પસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તે પણ ન હોત. પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે પ્રસિદ્ધ કરેલી નિયુકિત અને ચૂર્ણિ, એ કોઈ સ્વતંત્ર વ્યાખ્યાગ્રંથ નથી, પરંતુ દશાશ્રુતસ્કંધસૂત્ર ઉપરની નિયુકિત અને ચૂર્ણિઓમાંથી કપલ પૂરતો જુદો પાડી લીધેલો અંશ જ છે, એ ધ્યાનમાં રહે. કલ્પસૂત્રનું પ્રમાણ કપર કેવી અને કેવા સ્વરૂપમાં હોવું જોઈએ, એ વિષે આજે પાશ્ચાત્ય વિદ્વાનો અને તેમના મતને માન્ય કરનાર આપણું દેશના વિદ્વાનો એક જુદી જ માન્યતા ધરાવે છે. તેમનું ધારવું છે કે, કલ્પસૂત્રમાં ચૌદ સ્વમ આદિને લગતાં કેટલાંક આલંકારિક વર્ણન વગેરે કલ્પસૂત્રમાં પાછળથી ઉમેરાયેલાં છે. વિરાવલી અને સામાચારીનો કેટલેક અંશ પણ પાછળથી ઉમેરાયેલું હોવાનો સંભવ છે. આ વિષે મારા અધ્યયનને અંતે મને જે જણાયું છે તે અહીં જણાવવામાં આવે છે – આજે આપણુ સમક્ષ કલ્પસૂવની જે પ્રતિઓ છે, તે પૈકી ખંભાતના શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારની પ્રતિ વિ. સં. ૧૨૪૭માં લખાયેલી હોઈ સૌ કરતાં પ્રાચીન છે; તેમાં ચૌદ સ્વમને લગતા વર્ણ ગ્રંથ બિલકુલ છે જ નહિ. તેમ જ મેં મારા સંશોધન માટે જે છે પ્રતિઓને સંપૂર્ણપણે ઉપયોગ કર્યો છે તે પૈકી અને ઇ એ બે પ્રતિઓમાં સ્વને લગતો વર્ણ ગ્રંથ પ્રકારાન્તરે અને અતિ સંક્ષિપ્ત છે; જ્યારે બીજી પ્રતિઓમાં વર્તમાનમાં પ્રચલિત સ્વમ વિષને વર્ણકગ્રંથ અક્ષરશઃ મળે છે. આ રીતે ચૌદ સ્વમ વિષે ત્રણ વાચનાન્તરે મારા જેવા માં આવ્યાં છે. શ્રીમાન ચૂર્ણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપનકકાર પણ સ્વમસંબંધી વર્ણ ગ્રંથ માટે સર્વથા ચૂપ જ છે; સ્વમસંબધી વર્ણકગ્રંથના એક પણ શબ્દની તેઓ વ્યાખ્યા નથી કરતા. આ બધું જોતાં સ્વપ્ન સંબંધી પ્રચલિત વર્ણ ગ્રંથ અંગેના મૌલિકપણ વિષે જરૂર શંકાને સ્થાન છે. પરંતુ તે સાથે બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે ત્રિશલા ક્ષત્રિયાણ ચૌદ સ્વોને જોઈને જાગે છે, એ નાનાં નામ પછી તરત જ तए | सा तिसला खत्तियाणो इमे एयारूवे ओराले चोद्दस महासुमिणे पात्तिा णं पडिबुद्धा સત્ર આવે છે; અર્થાત “ ત્રિશલા ક્ષત્રિયાણી આ અને આ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્નને જોઈને જાણી” એ સૂત્રમાં “આ અને આ પ્રકારનાં ઉદાર” એ વાકય જતાં આપણને સહેજે એ પ્રશ્ન થાય છે કે “આ પ્રકારનાં ઉદાર એટલે કેવાં ઉદાર ?” આ જાતનો પ્રશ્ન કે જિજ્ઞાસા, આપણને ચૌદ સ્વપ્નને લગતા વર્ણ ગ્રંથના અસ્તિત્વની કલ્પના તરફ ખેંચી જાય છે. અને આ કારણસર આ ઠેકાણે ચૌદ સ્વનને લગતા કોઈ ને કોઈ પ્રકારના વર્ણ ગ્રંથનું હોવું એ અનિવાર્ય બની જાય છે. પરંતુ જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12