________________
૪. દેવ-ગતિ
જે જીવો દેવયોનિમાં પેદા થાય છે, તે દેવ-ગતિ છે. દેવતા ચાર પ્રકારના હોય છે – ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક.
૧. ભવનપતિ દેવતા દસ પ્રકારના હોય છે – અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિતકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, વાતકુમાર અને સ્વનિતકુમાર. તેઓ નીચેના લોકમાં હોય છે.
૨. વ્યંતરની આઠ જાતિઓ છે– પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ડિંપુરુષ, મહોરગ, ગંધર્વ. તેઓ તિરછા-લોકમાં હોય છે.
૩. જયોતિષ્ક પાંચ પ્રકારના હોય છે – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેઓ તિરછા-લોકમાં હોય છે.
૪. વૈમાનિક દેવો બે પ્રકારના હોય છે – કલ્પોપપન્ન અને કલ્પાતીત. કલ્પોપપન્ન બાર છે —– સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, શુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત. આ બાર દેવ-લોક છે. તેમાં જે દેવતા પેદા થાય છે તેઓ કલ્પપપન્ન કહેવાય છે. તેમાં સ્વામી-સેવક વગેરેનો કલ્પ (વ્યવસ્થા) હોય છે, એટલા માટે તેમને કલ્પોપપત્ર કહે છે.
તેમનાથી ઉપર નવ રૈવેયક અને પાંચ અનુત્તર-વિમાનમાં ઉત્પન્ન થનાર દેવો કલ્પાતીત હોય છે, તેમાં સ્વામી-સેવક વગેરેનો કોઈપણ વ્યવહાર હોતો નથી. આથી તેઓ અહમિન્દ્ર (સ્વયં ઈન્દ્ર) કહેવાય છે. તે બધા ઊપરના લોકમાં હોય છે.
બધા સંસારી જીવો પોતે કરેલા કર્મો અનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં પરિવર્તિત થતાં રહે છે; આમ એક જ જીવ ક્યારેક મનુષ્ય, ક્યારેક દેવતા, ક્યારેક તિર્યંચ અને ક્યારેક નારક બની જાય છે.
પ્રશ્ન- જીવ એક જન્મમાંથી બીજા જન્મમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં કેવી રીતે જાય છે ?
ઉત્તરઃ જીવ એક જન્મમાંથી બીજા જન્મમાં જવા માટે જે ગતિ કરે છે તેનું નામ અંતરાલ-ગતિ છે. તે બે પ્રકારની હોય છે : ઋજુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org