Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ :18 માં પ્રજ, રાના" ( 5 INC 'IC'તો જ જીવનપંથ ઉજાળ છે. [કિઈ છે? જગતમાં જયવંતા જિનશાસનની કીર્તિગાથાઓ અપાર છે. આ કીર્તિગાથાઓની શોધ કરીએ તો એકએકથી ચડિયાતાં રત્નોનો ભંડાર એમાંથી મળી આવે. જિનશાસનની આ કીર્તિગાથાનાં કેટલાંક મહાન રત્નોનું આ ગ્રંથમાં આલેખન કર્યું છે. અહીં આલેખાયેલાં ચરિત્રોની મૂળ મૌલિક ચિત્રકતિ શ્રી શત્રુંજય તીર્થ પર આવેલા શ્રી સમવસરણ મહામંદિરમાં જોવા મળશે. . અહીં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘના ચાર સ્તંભોનું વિવરણ કરવામાં આવ્યું છે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ પ્રત્યેકના ૨૭-૨૭ મળીને કુલ ૧૦૮ ચરિત્રો આલેખાયાં છે. આ ચરિત્રોનું આલેખન પ્રમાણભૂત રીતે છતાં આકર્ષક અને રસમધુર શૈલીમાં કરવામાં આવ્યું છે. શાસનની મહાન વિભૂતિઓની ગૌરવગાથા આમાંથી સાંપડશે, પણ એથીય વિશેષ જન શાસનમાં એમણે આપેલા પ્રદાનને અનન્ય રીતે ઉપસાવવામાં આવ્યું છે. વળી ચરિત્રલેખક ડૉ. કુમારપાળ દેસાઈની કલમ સાથે ચિત્રકાર શ્રી અશોક શહાની ચિત્રકલાનો સમન્વય સધાય છે અને પરિણામે આ ગ્રંથ અતિ ઉપયોગી બન્યો છે. આ ગ્રંથનું સાચું સાર્થક્ય તો એ કે જ્યારે આ ચરિત્રોમાંથી પ્રેરણા મેળવીને વ્યક્તિ એના હૃદયમાં સાચી ધર્મભાવનાધારર્ણ કરીને જિનશાસનના ઉજ્વળ પંથનો યાત્રી બને, આ વિભૂતિઓનાં ચરિત્રોમાં જોવા મળતા ગુણોની સુવાસ સ્વજીવનમાં પ્રગટાવવાનો પ્રયાસ કરે અને મહાન એવું જિનશાસન પામ્યા તેને સાર્થક કરે તેવી અભ્યર્થના રાખું છું. વળી અહીં આલેખાયેલાં ચિત્રોની મૂળ કલાકૃતિ શ્રી શત્રુંજય તીર્થ પર આવેલા શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન અને શ્રી સમવસરણ મહામંદિરેમાં ભાવિક જનોને નિહાળવા મળશે. આથી જ અત્રે શ્રી સમવસરણ મહામંદિરનો પરિચય પણ આપવામાં આવ્યો છે. આ સમવસરણના આયોજનની અને ચતુર્વિધ સંઘનો ચિત્રની કલ્પના પ્રવર્તક શ્રી કુશળચંદ્રવિજયજી મ. સા. પાસેથી સાંપડી છે. આ ગ્રંથની કલાસૃષ્ટિ અને સાહિત્યજગતને દશવિતું આમુખ લખવા માટે આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મ. સા.એ અતિ શ્રમ લીધો છે તથા કલા અને સાહિત્યની ઊંડી સૂઝ સાથે ગ્રંથની યશકલગીરૂ પ પ્રસ્તાવના લખી આપી છે. - આ ગ્રંથ પ્રત્યેક વ્યક્તિનું જીવનપંથ ઉજાળનારો બની રહેશે. - વિજય ચંદ્રોદયસૂરિના ધર્મલાભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 244