Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ ભૂતકાળનો અને પ્રતાપી પૂર્વજોનો પરિચય સાંપડે તેવો આ ગ્રંથરચના પાછળ અમારો આશય છે. પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શનને પરિણામે આ ગ્રંથરચના શક્ય બની છે. વિદેશના પ્રવાસો અને લેખન-અધ્યાપનકાર્યની વ્યસ્તતાને કારણે આના આલેખનમાં થયેલો વિલંબ એમણે વાત્સલ્યપૂર્વક નિભાવી લીધો છે. આ માટે તેઓનો ઉપકાર માનું છું. આ પુસ્તકની કલાસૃષ્ટિ અને સાહિત્યસૃષ્ટિને પ્રગટ કરે એવું આમુખ લખી આપીને પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજીએ ઉપકત કર્યો છે. તેઓએ પ્રથમ ૨૭ ચરિત્રોના ચિત્રોની વિશેષતાઓનું માર્મિક રસદર્શન અને નવીન અર્થઘટન આપ્યું છે. એના પરથી વાચકોને એકસો આઠ ચિત્રોની ચિત્રકલાને માણવાનો માર્ગ મળી જશે. આ સમગ્ર ગ્રંથની એકેએક વિગત જોઈને મહત્ત્વનાં સૂચનો કરનાર પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ. ના શિષ્ય આચાર્યશ્રી વિજયસોમચંદ્રસૂરિજી મ.સા.ને કારણે ગ્રંથ વિશેષ વિગતપુર્ણ બન્યો છે. આ ગ્રંથનાં ચિત્રો શ્રી અશોક શહા ‘પદ્મપુત્ર” અને શ્રીમતી પ્રાર્થના શહાનું અણમોલ સર્જન છે. એમના કલાપુરુષાર્થને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગ્રંથની વિગતોની પ્રમાણભૂતતા બરાબર ચકાસી છે, એમ છતાં એ અંગે કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમાયાચના સાથે એ તરફ ધ્યાન દોરવા માટે વિનંતી કરું છું. આ કાર્યમાં શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓનો આભારી છું. શ્રી અનિલભાઈ ગાંધીએ અંગત રસ લઈ આ કાર્યની પૂર્ણતા માટે સહયોગ આપ્યો છે. આ કાર્યમાં શ્રી મહાવીર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (ઓપેરા સોસાયટી), શ્રી વર્ધમાન પો. હે. જેનનગર શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, શ્રી દશા પોરવાડ સોસાયટી જૈન સંઘ અને શ્રી આનંદનગર જૈન સોસાયટી સંઘ (ભાવનગર) આના પ્રસારમાં વિશેષ સહયોગ આપ્યો છે. આ ઉપરાંત આના મુદ્રણ માટે હાઈસ્કેનનો આભારી છું. આ કાર્યમાં ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર (કોબા), શ્રી તારાબાઈ આર્યાજી સિધ્ધાંત ટ્રસ્ટ તથા શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ મંદિરના ગ્રંથાલયોએ આપેલાં પુસ્તકોની સહાય અને શ્રી ગીરીશભાઈ જેસલપુરાએ કરેલી પૂણરિડિંગની મદદ કઈ રીતે ભૂલી શકું ? આ ચિત્રપટોની મૂળ કૃતિ એના મૌલિક રંગો સાથે શ્રી શત્રુંજય તીર્થ પર શ્રી સમવસરણ મહામંદિરમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભાવિકો તીર્થયાત્રાના લાભની સાથે આ ચિત્રપટોના દર્શનનો પણ લાભ પામી શકે. વર્તમાન સમયમાં જૈનશાસનની મહત્તા વર્ણવવાનો હેતુ એ છે કે પૂર્વપુરુષોની કથામાંથી આપણે પ્રેરણા પામીએ. એમનાં કાર્યો આપણા જીવનની દીવાદાંડી બને અને એમના સંસ્કારો આપણું પ્રેરકબળ બની રહે એ જ અભ્યર્થના. - આ ગ્રંથરચના એ જૈનસાહિત્યના સર્જનનું મારું સોહામણું ભાવનાશીલ સર્જન છે. યુગ-યુગથી માનવજાતને પ્રેરક બનેલા જૈનધર્મ અને જૈનદર્શનનો સંદેશ આપવામાં આ ગ્રંથ થોડોક પણ નિમિત્તરૂપ બને, નવી પેઢીના ઘડતરમાં અને જૈનેતર સમાજને જૈનધર્મના પરિચયમાં સહાયક બને, તો મારા આ કાર્યની સાર્થકતા અનુભવીશ. કુમારપાળ દેસાઈ Lise Only www elbrity.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 244