Book Title: Jinshasanni Kirtigatha
Author(s): Kumarpal Desai
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 13
________________ ભાવોને વાચા આપવામાં પૂરક | પોષક તત્ત્વ તરીકે ચિત્રકારની પીંછીમાંથી પ્રગટે છે. ત્યારે તે ચિત્ર ભાવકના અનુભૂતિવિશ્વને સમૃદ્ધ બનાવનારાં સ્પંદનો જગાડી જાય છે. | દા.ત. શ્રી માનતુંગસૂરિને વરદાન આપવા અવતરતાં દેવી ચક્રેશ્વરી; આચાર્ય મત્સ્યવાદીની સામે બેઠેલા બે બૌદ્ધ સાધુ; ગુરુસમીપે દીક્ષા લેવા ઉપસ્થિત થયેલા આર્ય કાલકકુમાર અને તેમનાં બહેન સરસ્વતી; આચાર્ય બપ્પભટ્ટીની કસોટી કરવા આવેલી રૂપાંગના; કે પછી વ્યાકરણની શોભાયાત્રામાં રાજા સિદ્ધરાજ સાથે ચાલતા ધીરગંભીર હેમચંદ્રાચાર્ય; એક-એકની ભાવભંગિમાં કે વિશિષ્ટ મુદ્રામાંથી કેવું અનુપમ સૌંદર્ય નિખરે છે ! ૫. સાદૃશ્ય : ચિત્ર વાસ્તવિક (Realistic) હોય કે કાલ્પનિક-કલ્પનાચિત્ર; તેને જોતાં જ તદગત વ્યક્તિ, પદાર્થ કે પ્રસંગને દર્શક ઓળખી જાય, ત્યારે ચિત્ર સાદૃશ્યસિદ્ધ ગણાય. બીજી રીતે એમ કહી શકાય કે ચિત્ર જ પોતાની ઓળખ આપે, પોતાની વાર્તા કહે અને ભાવક સાથે વાત કરી લે. અહીં લાખ રૂપિયાનો સવાલ એ થાય છે કે ખરેખર આપણે ચિત્રને બોલવા દઈએ છીએ ખરા ? આપણે ત્યાં શબ્દાળુતા - બોલકા શબ્દો અને વળી વાણીપંડિતોનો એટલો બધો ઊભરો હોય છે કે શિલ્પ કે ચિત્રને પોતાની વાત કહેવાનો અવકાશ જ મળવો દુર્લભ છે. અહીં વસ્તુતઃ ચિત્ર કે શિલ્પ કરતાં તેનો પરિચય કરાવતાં કે ગુણગાન ગાતાં શબ્દોનો, અને કલાકાર કરતાં તેના પ્રેરક કે દ્રવ્યસહાયકનો વધુ મહિમા જોવા મળે છે. આવું હોય ત્યાં કલાકૃતિ ઉદાસ બની જાય અને તેનું કલાતત્ત્વ અક્ષમ્ય રીતે ઘવાય, તેમાં શો સંદેહ ? એમ કહેવાય છે કે સો વાક્યો અને એક ચિત્ર. હજારો શબ્દો ઘણી વાર જે કામ કરી નથી શકતાં, તે કામ એકાદ મનભાવન ચિત્ર થકી સરી જતું હોય છે. આનો સાર એ કે શબ્દો જેમ અલ્પ, તેમ ચિત્રની અનુભૂતિ વધુ તીવ્ર, ઊંડી. ચિત્રકલાનો મલાજો જાળવવા ખાતર પણ હવે આવાં પ્રકાશનોમાં પેસી જતી શબ્દાળુતાને હળવી કરવી અનિવાર્ય છે. ૬. રંગ-સંયોજન : પરિવેષ, પ્રસંગ અને પાત્રોને અનુકૂળ રંગયોજના એ ચિત્રકારની પ્રાથમિક કુશળતા ગણાય. ઉત્કૃષ્ટ રંગ-સંયોજનનો ઉત્તમ નમૂનો પ્રસ્તુત ચિત્રો રજૂ કરે છે. શય્યભવભટ્ટની યજ્ઞવેદીમાંથી ઊગતો ધુમાડો જુઓ; ચંડરુદ્રાચાર્યના રાત્રિવિહારનું અંધારમઢઢ્યું અને ઊબડખાબડ ભૂમિવાળું દૃશ્ય લો; વજસ્વામી મહારાજને લક્ષ્મીદેવી દ્વારા સમર્પણ થતું સહસ્ત્રદલ કમલ નિરખો; કે શ્રી અભયદેવસૂરિના પ્રસંગમાં નદીનું તથા શ્રી ધર્મઘોષસૂરિના પ્રસંગમાં ઊછળતા સમુદ્રનું આલેખન નિહાળો : રંગ-યોજના માટે કલાકારને દાદ આપ્યા વિના નહીં રહી શકાય. જોકે આ ચિત્રોની કેટલીક મર્યાદાઓ પણ છે, અને તે સ્વાભાવિક પણ લાગે છે. આમ છતાં ચિત્રકારે કેટલીક ખૂબીઓ એવી મજેદાર પ્રયોજી છે કે બીજી મર્યાદાઓ એમાં સહેજે ઓગળી જાય છે. બે મુદ્દા આ સંદર્ભમાં જોઈએ. એક : ચિત્રની ખરી ખૂબી એની રેખાઓમાં નિહિત છે. ચિત્રસૂત્ર પ્રમાણે – “રેખાં પ્રશંસન્તાચાર્યા, વર્તનાં ચ વિચક્ષણાઃ | સ્ત્રિયો ભૂષણમિચ્છત્તિ, વર્ણાઢયમિતરે જનાઃ || ' અર્થાત્ કલાતત્ત્વના મરમી જનો હંમેશાં રેખાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, તો વ્યવહારચતુર મનુષ્યો વર્તનાને વખાણે છે. પરંતુ સ્ત્રીવર્ગ મહદંશે આભૂષણો એટલે કે ટાપટીપને જ પ્રશંસે છે, તો પૃથગજન-Layman–ની નિસબત ફક્ત રંગોની તડકભડક સાથે જ હોય છે. ભડકદાર રંગો હોય અને ભાતભાતની શોભા-સજાવટ હોય તો ચિત્ર રૂડું, નહીંતર તો નકામું ! - પ્રસ્તુત ચિત્રોમાં ક્યાંક ક્યાંક તો ચિત્રકારની પીંછીએ કમાલ કરી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી બાળ-અવસ્થામાં માતાને ભક્તામર સંભળાવે છે તે સમયે વરસતા વરસાદનું, નાનકડી બારીની બહાર, થોડાક-આછા લસરકા દ્વારા ઉપસાવેલું દશ્ય જોઈએ કે અભયદેવસૂરિ મહારાજની સામે ઊભેલી શુભ્ર ગાયના આંચળમાંથી ઝરતું અને ઝરેલું – ભૂમિગત દૂધ જોઈએ કે ચંડરુદ્રાચાર્યના દંડ-પ્રહારથી નૂતન મુનિના મસ્તક પરથી નીતરતું લોહી જોઈએ. કલાકારની પીંછીની ક્ષમતાનો હૃદયંગમ પરચો મળ્યા વિના નહીં રહે. બીજી વાત એ છે કે આજની જૈન ચિત્રકલા એટલે મુખ્યત્વે શ્રી ગોકુલ કાપડિયાની શૈલી. શ્રી કાપડિયા, આ સમયના જૈન ચિત્રશૈલીના એક માસ્ટર (Master) કલાકાર અલબત્ત, છે. પણ બીજા તમામ ચિત્રકારોએ (મહદંશે Painters) તો કાપડિયાની શૈલીનું સમજણવિહોણું ને વિકૃતિભર્યું અનુકરણ જ માંડ્યું છે. - આ સ્થિતિમાં, એક યુવાન – નવોદિત – ચિત્રકારદંપતી માત્ર જૈન વિષયો લે, અને શ્રી કાપડિયાની શૈલીનો પડછાયો પણ પ્રવેશે નહીં તે રીતે, પોતાની સ્વતંત્ર મિજાજ ધરાવતી શૈલી વિકસાવે, એ મારી દૃષ્ટિએ એક નોંધપાત્ર સિદ્ધિ છે. અને તેથી જ તેઓ કલાપ્રેમીઓના અભિનંદનના અધિકારી છે. પાલીતાણા – શ્રીશત્રુંજયગિરિની પાવન ગોદમાં સૌંદર્યના મઘમઘતા પૂમડા જેવું સમવસરણ-મંદિર ! એ ભવ્ય સ્થાપત્યના મોહક સોનાને કલાની સુગંધથી છલકાવી દેતાં ૧૦૮ નયનમનભાવન ઐતિહાસિક ચિત્રો ! અને એ ચિત્રોને, એ કલાખંડોને સમવસરણ-મંદિરના પરિસરમાંથી ઉપાડી લાવીને ઘર-ઘરનો શણગાર બનાવવાને તલસતું ખીલતી પુષ્પકળી સમું સોહામણું આ પુસ્તક ! કોણ વધે ? કોનો મહિમા ચડિયાતો ગણાય ? એકને નિરખીએ અને એકને ભૂલીએ – એવી પરિસ્થિતિમાં આના કરતાં પેલું વધુ સારું એમ કહેવા કરતાં આ બધાં જ વાનાં એકબીજાથી ચડિયાતા છે, એમ કહેવામાં જ {

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 244