Book Title: Jayantiprakaranvrutti
Author(s): Malayprabhsuri, Chandanbalashreeji
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 8
________________ પ્રકાશકીય જયતીપ્રકરણવૃત્તિ નામનો આ ગ્રંથ જયન્તીચરિત્ર કે જયન્તી પ્રશ્નોત્તરસંગ્રહરૂપે પ્રચલિત છે. પંચમાંગ ભગવતીસૂત્રના ૧૨મા શતકના દ્વિતીયઉદ્દેશકમાંથી વટ-વડગચ્છીય પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમાનતુંગસૂરીશ્વરજી મહારાજે સં.૧૨૬૦માં આ જયન્તીપ્રકરણની ૨૯ પ્રાકૃતગાથામાં રચના કરેલ છે અને આ “જયન્તીપ્રકરણ' ઉપર તેઓશ્રીના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમલયપ્રભસૂરીશ્વરજી મહારાજે જયન્તીપ્રકરણવૃત્તિની રચના કરેલ છે. આ ગ્રંથની પ્રતાકાર પ્રથમવૃત્તિ વિ.સં. ૨૦૦૬માં પરમપૂજય પંન્યાસ શ્રીમણિવિજયગણિવરગ્રંથમાલાના ૧૨મા પુષ્પરૂપે પ્રકાશિત થયેલ છે. આ ગ્રંથની પ્રથમવૃત્તિના સંપાદક-સંશોધક પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુમુદસૂરીશ્વરજી મહારાજ છે. તેઓશ્રીએ ખંભાતના તાડપત્રીયભંડારની તાડપત્રીય પ્રત ઉપરથી આ ગ્રંથનું સંશોધન-સંપાદનકાર્ય કરીને પ્રકાશિત કરે છે. આ ગ્રંથની પ્રતાકાર પ્રથમવૃત્તિની ઘણા વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ પ્રત અમને કોબા શ્રીકૈલાસસાગર જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે, તેના ઉપરથી આ નવીનસંસ્કરણનું કાર્ય પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજયવર્તી તથા પરમપૂજ્ય સરળસ્વભાવી પ્રવર્તિની સાધ્વી શ્રી રોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે કરેલ છે અને આ જયન્તીચરિત્રગર્ભિતા જયન્તીપ્રકરણવૃત્તિનું નવીનસંસ્કરણ વિસ્તૃત અનુક્રમણિકા, અનેક પરિશિષ્ટો સહિત અમારી સંસ્થા તરફથી પ્રકાશિત થાય છે તે અમારા માટે અતિઆનંદનો વિષય છે. પૂજય સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે આ ગ્રંથપ્રકાશનનો લાભ અમારી સંસ્થાને આપ્યો તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉત્તમગ્રંથો સંપાદિત Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 462