________________
८
થઈને પ્રકાશિત થતાં રહે અને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો લાભ મળતો રહે એવી અમે અભિલાષા રાખીએ છીએ.
આ ગ્રંથના પ્રકાશનના લાભ માટે શ્રુતોપાસક સાહિત્યપ્રેમી પરમપૂજ્ય આચાર્યભગવંતશ્રીમદ્વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજીમહારાજે મહેસાણા-જૈનશ્રેયસ્કરમંડળને શુભપ્રેરણા કરી અને પૂજ્ય આચાર્યભગવંતશ્રીની શુભપ્રેરણાને ઝીલીને તેમના તરફથી આ ગ્રંથપ્રકાશનનો લાભ લેવામાં આવ્યો છે તે બદલ અમારી સંસ્થા તેમનો ખૂબ-ખૂબ આભાર માને છે.
આ નવીનસંસ્કરણ પ્રકાશનના સુઅવસરે અમે પૂર્વના સંપાદક-સંશોધનકાર આચાર્યભગવંતશ્રીનો, મણિવિજયજીગણિવરગ્રંથમાલાનો, નવીનસંસ્કરણના પ્રેરકશ્રીનો, સંપાદિકાશ્રીનો કોબા-કૈલાસસાગરજ્ઞાનમંદિર ટ્રસ્ટનો તથા અક્ષરમુદ્રાંકન માટે વિરતિગ્રાફિક્સવાળા અખિલેશ મિશ્રાનો અને મુદ્રણ કાર્ય માટેતેજસપ્રીન્ટર્સવાળા તેજસભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએછીએ.
પંચમાંગ ભગવતીસૂત્ર આગમગ્રંથમાંથી ઉદ્ધૃત આ જયન્તીપ્રકરણવૃત્તિ ગ્રંથમાંથી સૌ કોઈ ભવ્યાત્માઓ ઉત્તમતત્ત્વને પામીને મુક્તિમાર્ગની આરાધના-સાધના કરીને મુક્તિસુખને પ્રાપ્ત કરીએ એ જ શુભભાવના !!
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
શ્રુતજ્ઞાનપ્રસારકસભા
www.jainelibrary.org