Book Title: Jayantiprakaranvrutti
Author(s): Malayprabhsuri, Chandanbalashreeji
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 14
________________ વૃત્તિકારે અભયદાનમાં મેઘકુમારકથા, કરુણાદાનમાં સંપ્રતિરૃપકથા, શીલપાલન ઉપર સુદર્શનશેઠ-મનોરમાકથા, માનમાં બાહુબલિની કથા તથા અન્ય પ્રસંગોમાં બપ્પભટ્ટસૂરિ, આર્યરક્ષિતસૂરિ આદિની અને અંતમાં જયન્તીની કથા આપેલ છે. કર્તા અને રચનાકાળ— ૧૩ કૃતિના અંતે ૨૦ શ્લોકોમાં કૃતિના કર્તાની તથા ૧૮ શ્લોકોમાં કૃતિના લેખકની પ્રશસ્તિ આપવામાં આવેલ છે. તેમાંથી જાણવા મળે છે કે વટગચ્છમાં ક્રમશઃ પૂ.આ.શ્રીસર્વદેવસૂરિમ.સા., પૂ.આ.શ્રીજયસિંહસૂરિમ.સા., પૂ.આ.શ્રીચંદ્રપ્રભસૂરિમ.સા., પૂ.આ.શ્રીધર્મઘોષસૂરિમ.સા., પૂ.આ.શ્રીશીલગુણસૂરિમ.સા. થયા. તે જ ગચ્છની પૂર્ણિમા શાખાના ગચ્છપતિ પૂજ્ય આચાર્યભગવંત શ્રીમાનતુંગસૂરિજીમહારાજે જયન્તીપ્રશ્નોત્તરપ્રકરણનું નિર્માણ કર્યું અને તેમના શિષ્ય શ્રીમલયપ્રભસૂરિમહારાજે વિ.સં. ૧૨૬૦ (જેઠ વદ-૫)માં તેના ઉપર વૃત્તિ રચી. ૩આ કૃતિ સં. ૧૨૬૧માં ચૌલુક્ય રાજા ભીમદેવ બીજાના રાજ્યમાં પ્રાગ્વાટવંશી શેઠ ધવલની પુત્રી નાઉ શ્રાવિકાએ પંડિત મુંજાલ પાસે લખાવી મંકુશિકા સ્થાનમાં પૂજ્ય આચાર્યશ્રીઅજિતપ્રભસૂરિને સમર્પિત કરી. પરમપૂજ્ય આચાર્યભગવંતશ્રીમાનતુંગસૂરિમહારાજની અન્ય રચનાના વિષયમાં કંઈ જાણકારી નથી, પરંતુ પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમલયપ્રભસૂરિમહારાજે સ્વપ્રવિચારભાષ્ય નામની કૃતિ રચેલ છે. જયન્તીપ્રકરણ ગ્રંથસાર ગ્રંથકારશ્રી પૂજ્યમાનતુંગસૂરિમહારાજે ગ્રંથના પ્રારંભમાં દેવેન્દ્રોના મસ્તકમાં રહેલ મુગુટના મણિની કાંતિથી શોભતા એવા વીરપ્રભુના ચરણારવિંદને નમસ્કાર કરીને જયંતીપ્રકરણને હું કહીશ એ પ્રમાણે અભિધાન કરેલ છે. કૌશાંબી નામે નગરી હતા, ચંદ્રાવત૨ણ ચૈત્ય હતું, તે કૌશાંબી નગરીમાં ૩. સં. ૧૨૬૧માં ભીમદેવરાજ્યે માનતુંગકૃત સિદ્ધજયંતીની પ્રત પ્રાગ્ધાટ ઠ. નાઉ શ્રાવિકાએ મુંકુશિકાસ્થાનમાં લખાવી અજિતદેવસૂરિને અર્પણ કરેલી (પી. ૩, ૪૫) [જૈ.સા.સં.ઈ. નવી આવૃત્તિ પૃષ્ઠ ૨૩૦ પેરા ૫૦૦.] ४. "नमिय नमिरामरेसरसिरसेहरमणिमऊहविच्छुरियं । ૫. वीरचरणारविन्दं जयन्तियापगरणं वोच्छं" ॥ [ जयन्तीप्रकरणे गा. १] कोसंबीनयरीए सहसाणियसुयसयाणियस्स सिसू | चेडकसुयामिगावईजाओ उदयणनिवो अत्थि" || तस्स पीउसी जयन्ती पुव्वं सेज्जायरी मुणियजीवा । वेसालिसावयाणं अरहंताणं सुसाहूणं" ॥ [ जयन्तीप्रकरणे गा. २ ३] For Private & Personal Use Only Jain Education International 2010_02 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 462