Book Title: Jayantiprakaranvrutti Author(s): Malayprabhsuri, Chandanbalashreeji Publisher: Shrutgyan Prasarak SabhaPage 15
________________ ૧૪ સહસ્રાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાની પુત્રીનો પુત્ર, મૃગાવતી દેવીનો પુત્ર અને જયંતીશ્રમણોપાસિકાનો ભત્રીજો ઉદાયનનામે રાજા હતા. તે કૌશાંબીનગરીમાં ઉદાયનરાજાની માતા ને જયંતીશ્રમણોપાસિકાની ભોજાઈ મૃગાવતી નામે દેવી હતી. તે સુકુમાલ હાથપગવાળી હતી ઇત્યાદિ વર્ણન જાણવું. વળી તે કૌશાંબી નગરીમાં જયંતી નામે શ્રમણોપાસિકા હતી, જે સહસ્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની ગિની, ઉદાયન રાજાની ફોઈ, મૃગાવતીદેવીની નણંદ અને શ્રમણભગવંત મહાવીરપ્રભુના સાધુઓની પ્રથમ શય્યાતરી હતી, તે સુકુમાલ યાવત્ જીવાજીવને જાણનારી હતી. આ તે સમયે પરમાત્મા મહાવીરસ્વામી ભગવાન કૌસંબીનગરીમાં સમોવસર્યા, પર્ષદા તેમની પર્યુપાસના કરે છે. ત્યારબાદ તે ઉદાયન રાજા વાત સાંભળી ખુશ થયા અને તેમણે કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું ‘હે દેવાનુપ્રિયો ! શીઘ્ર જ કૌશાંબીનગરીને બહાર અને અંદરથી શણગારો. આ વાત સાંભળી તે જયંતીશ્રમણોપાસિકા હૃષ્ટ અને તુષ્ટ થઈ અને જ્યાં મૃગાવતી દેવી છે ત્યાં આવે છે અને પ્રભુના આગમનની વધામણી આપે છે. ત્યારબાદ મૃગાવતીદેવીએ તે જયંતી શ્રમાણોપાસિકાના વચનનો સ્વીકાર કર્યો, ત્યારપછી તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું - ‘હે દેવાનુપ્રિયો ! દેવવાળું, જોતરસહિત ધાર્મિક શ્રેષ્ઠ યાન જોડીને જલ્દી હાજર કરો.' તે પ્રમાણે તે કૌટુંબિક પુરુષો યાન હાજર કરે છે, ત્યારબાદ તે મૃગાવતી દેવી તે જયંતીશ્રમણોપાસિકાની સાથે સ્નાન કરી, બલિકર્મપૂજા કરી, શરીરને શણગારી ઘણી દાસીઓ સાથે અંતઃપુરથી બહાર નીકળે છે. બહાર નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે અને જ્યાં ધાર્મિક શ્રેષ્ઠ વાહન તૈયાર ઊભું છે, ત્યાં આવી તે વાહન ઉપર ચઢે છે, ત્યારબાદ મૃગાવતી દેવી પોતાના પરિવારયુક્ત ઋષભદત્ત બ્રાહ્મણની પેઠે શ્રેષ્ઠ વાહનથી નીચે ઉતરે છે, પછી જયંતી શ્રમણોપાસિકાની સાથે તે મૃગાવતી દેવી ઘણી દાસીઓના પરિવારયુક્ત દેવાનંદાની પેઠે પ્રભુવીરપરમાત્માને વાંદી, નમી ઉદાયન રાજાને આગળ કરી ત્યાં જ રહીને પરમાત્માની પર્યુપાસના કરે છે. ત્યારબાદ શ્રમણભગવંત મહાવીરસ્વામીએ ઉદાયનરાજાને, મૃગાવતીદેવીને, જયંતીશ્રમણોપાસિકાને અને તે અત્યંત મોટી પર્ષદાને દાન, શીલ, તપ અને ભાવ ચાર પ્રકારનો ધર્મોપદેશ આપ્યો. ત્યારપછી પર્ષદા પાછી ગઈ, ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ નગરમાં પાછા ગયા. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 462