Book Title: Jayantiprakaranvrutti Author(s): Malayprabhsuri, Chandanbalashreeji Publisher: Shrutgyan Prasarak SabhaPage 16
________________ ૧૫ ત્યારબાદ તે જયંતીશ્રમણોપાસિકા શ્રમણભગવંત મહાવીરપરમાત્મા પાસેથી ધર્મને સાંભળી, અવધારી હૃષ્ટ અને તુષ્ટ થઈ. ત્યારપછી શ્રમણભગવંત મહાવીર પ્રભુને વંદન કરીને આ પ્રમાણે પ્રશ્ન કરે છે - હે ભગવન્! જીવો શાથી ગુરુત્વ - ભારેપણું પામે છે? ત્યારે પરમાત્મા મહાવીરદેવ ઉત્તર આપે છે - હે જયંતી ! જીવો પ્રાણાતિપાતથીજીવહિંસાથી યાવત્ મિથ્યાદર્શનશલ્યથી આ પ્રમાણે અઢારે પાપસ્થાનકોથી ભારેકર્મીપણું પ્રાપ્ત કરે છે. ત્યારપછી ફરી જયંતીશ્રમણોપાસિકા શ્રમણભગવાન મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે - હે ભગવદ્ જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી છે? પરમાત્મા મહાવીર પ્રભુ ઉત્તર આપે છે – હે જયંતી ! ભવસિદ્ધિકજીવો સ્વભાવથી છે, પરિણામથી નથી. - ત્યારપછી ફરી જયંતીશ્રમણોપાસિકા મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે - હે ભગવન્! સર્વે ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે ? હે જયંતી ! હા, થશે. હે ભગવન્ ! જો સર્વે ભવસિદ્ધિકો સિદ્ધ થશે તો આ લોક ભવસિદ્ધિક જીવો રહિત થશે? પરમાત્મા મહાવીરપ્રભુ કહે છે કે હે જયંતી ! તે અર્થ યથાર્થ નથી, હે ભગવન્! એ પ્રમાણે તમે શા હેતુથી કહો છો? હે જયંતી ! જેમ કે સર્વાકાશની શ્રેણી હોય, તે અનાદિ, અનંત બન્ને બાજુ પરિમિત અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક પરમાણુ યુગલમાત્ર ખંડો કાઢતાં કાઢતાં અનંત ઉત્સર્પિણી અને અનન્ત અવસર્પિણી સુધી કાઢીએ તો પણ તે શ્રેણિ ૬. “પુછડું વહાવસાને ગુપ્ત રદ મુક્તિ ગિળ નીવા ? | वीरो भणइ जयन्ती अट्ठारस पावट्ठाणेहिं" || "पाणिवह १ मुसावाए २ अदत्त ३ मेहुण ४-५ परिग्गहे । कोहे ६ माणे ७ माणा ८ लोभे पिज्जे १० दोसे य ११ कलहे य' १२ ॥ "अब्भक्खाण १३ अरइ १४ पेसुन्ने १५ तह परपरिवाए १६ । मायामोसे १७ मिच्छादसणसल्ले १८ य अट्ठारे" ॥ [जयन्तीप्रकरणे गा. ४।५।६] ૭. “અંતે ભવ્રત્ત વિં સમાવશો ? વાવિ દોડું પરિણામ ? | साहावियं जयन्ति ! भवत्तं नेय परिणामा ॥ [जयन्तीप्रकरणे गा. ७] ૮. “મસિદ્ધિા અંતે ! નફ સિન્ફíતિ તો ભવ નોગો | भवसिद्धिएहि रहिओ, न भवइ स जयंति ! नायाओ" ॥ "सयलागासपएसा सेढी परमाणुमित्तखंडेहिं । समए समए हीरइ अणंतउस्सप्पिणीकालं" ॥ "नो चेव अवहिया जह एवं भव्वा वि नेव निट्ठन्ति । न वि सिज्झिहिंति तो भण किन्नु भव्वत्तणं ?" ॥ [जयन्तीप्रकरणे गा. ८।९।१०] Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 462