________________
૧૫
ત્યારબાદ તે જયંતીશ્રમણોપાસિકા શ્રમણભગવંત મહાવીરપરમાત્મા પાસેથી ધર્મને સાંભળી, અવધારી હૃષ્ટ અને તુષ્ટ થઈ. ત્યારપછી શ્રમણભગવંત મહાવીર પ્રભુને વંદન કરીને આ પ્રમાણે પ્રશ્ન કરે છે - હે ભગવન્! જીવો શાથી ગુરુત્વ - ભારેપણું પામે છે? ત્યારે પરમાત્મા મહાવીરદેવ ઉત્તર આપે છે - હે જયંતી ! જીવો પ્રાણાતિપાતથીજીવહિંસાથી યાવત્ મિથ્યાદર્શનશલ્યથી આ પ્રમાણે અઢારે પાપસ્થાનકોથી ભારેકર્મીપણું પ્રાપ્ત કરે છે.
ત્યારપછી ફરી જયંતીશ્રમણોપાસિકા શ્રમણભગવાન મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે - હે ભગવદ્ જીવોનું ભવસિદ્ધિકપણું સ્વભાવથી છે કે પરિણામથી છે? પરમાત્મા મહાવીર પ્રભુ ઉત્તર આપે છે – હે જયંતી ! ભવસિદ્ધિકજીવો સ્વભાવથી છે, પરિણામથી નથી. - ત્યારપછી ફરી જયંતીશ્રમણોપાસિકા મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે - હે ભગવન્! સર્વે ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે ? હે જયંતી ! હા, થશે. હે ભગવન્ ! જો સર્વે ભવસિદ્ધિકો સિદ્ધ થશે તો આ લોક ભવસિદ્ધિક જીવો રહિત થશે? પરમાત્મા મહાવીરપ્રભુ કહે છે કે હે જયંતી ! તે અર્થ યથાર્થ નથી, હે ભગવન્! એ પ્રમાણે તમે શા હેતુથી કહો છો? હે જયંતી ! જેમ કે સર્વાકાશની શ્રેણી હોય, તે અનાદિ, અનંત બન્ને બાજુ પરિમિત અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક પરમાણુ યુગલમાત્ર ખંડો કાઢતાં કાઢતાં અનંત ઉત્સર્પિણી અને અનન્ત અવસર્પિણી સુધી કાઢીએ તો પણ તે શ્રેણિ
૬. “પુછડું વહાવસાને ગુપ્ત રદ મુક્તિ ગિળ નીવા ? |
वीरो भणइ जयन्ती अट्ठारस पावट्ठाणेहिं" || "पाणिवह १ मुसावाए २ अदत्त ३ मेहुण ४-५ परिग्गहे ।
कोहे ६ माणे ७ माणा ८ लोभे पिज्जे १० दोसे य ११ कलहे य' १२ ॥ "अब्भक्खाण १३ अरइ १४ पेसुन्ने १५ तह परपरिवाए १६ ।
मायामोसे १७ मिच्छादसणसल्ले १८ य अट्ठारे" ॥ [जयन्तीप्रकरणे गा. ४।५।६] ૭. “અંતે ભવ્રત્ત વિં સમાવશો ? વાવિ દોડું પરિણામ ? |
साहावियं जयन्ति ! भवत्तं नेय परिणामा ॥ [जयन्तीप्रकरणे गा. ७] ૮. “મસિદ્ધિા અંતે ! નફ સિન્ફíતિ તો ભવ નોગો |
भवसिद्धिएहि रहिओ, न भवइ स जयंति ! नायाओ" ॥ "सयलागासपएसा सेढी परमाणुमित्तखंडेहिं । समए समए हीरइ अणंतउस्सप्पिणीकालं" ॥ "नो चेव अवहिया जह एवं भव्वा वि नेव निट्ठन्ति । न वि सिज्झिहिंति तो भण किन्नु भव्वत्तणं ?" ॥ [जयन्तीप्रकरणे गा. ८।९।१०]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org