________________
પ્રકાશકીય
જયતીપ્રકરણવૃત્તિ નામનો આ ગ્રંથ જયન્તીચરિત્ર કે જયન્તી પ્રશ્નોત્તરસંગ્રહરૂપે પ્રચલિત છે. પંચમાંગ ભગવતીસૂત્રના ૧૨મા શતકના દ્વિતીયઉદ્દેશકમાંથી વટ-વડગચ્છીય પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમાનતુંગસૂરીશ્વરજી મહારાજે સં.૧૨૬૦માં આ જયન્તીપ્રકરણની ૨૯ પ્રાકૃતગાથામાં રચના કરેલ છે અને આ “જયન્તીપ્રકરણ' ઉપર તેઓશ્રીના શિષ્યરત્ન પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમલયપ્રભસૂરીશ્વરજી મહારાજે જયન્તીપ્રકરણવૃત્તિની રચના કરેલ છે.
આ ગ્રંથની પ્રતાકાર પ્રથમવૃત્તિ વિ.સં. ૨૦૦૬માં પરમપૂજય પંન્યાસ શ્રીમણિવિજયગણિવરગ્રંથમાલાના ૧૨મા પુષ્પરૂપે પ્રકાશિત થયેલ છે.
આ ગ્રંથની પ્રથમવૃત્તિના સંપાદક-સંશોધક પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્વિજય કુમુદસૂરીશ્વરજી મહારાજ છે. તેઓશ્રીએ ખંભાતના તાડપત્રીયભંડારની તાડપત્રીય પ્રત ઉપરથી આ ગ્રંથનું સંશોધન-સંપાદનકાર્ય કરીને પ્રકાશિત કરે છે.
આ ગ્રંથની પ્રતાકાર પ્રથમવૃત્તિની ઘણા વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ પ્રત અમને કોબા શ્રીકૈલાસસાગર જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે, તેના ઉપરથી આ નવીનસંસ્કરણનું કાર્ય પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજયવર્તી તથા પરમપૂજ્ય સરળસ્વભાવી પ્રવર્તિની સાધ્વી શ્રી રોહિતાશ્રીજીમહારાજના શિષ્યરત્ના સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે કરેલ છે અને આ જયન્તીચરિત્રગર્ભિતા જયન્તીપ્રકરણવૃત્તિનું નવીનસંસ્કરણ વિસ્તૃત અનુક્રમણિકા, અનેક પરિશિષ્ટો સહિત અમારી સંસ્થા તરફથી પ્રકાશિત થાય છે તે અમારા માટે અતિઆનંદનો વિષય છે. પૂજય સાધ્વી શ્રીચંદનબાલાશ્રીજીમહારાજે આ ગ્રંથપ્રકાશનનો લાભ અમારી સંસ્થાને આપ્યો તે બદલ અમારી સંસ્થા તેમની ઋણી છે. તેમના દ્વારા ભવિષ્યમાં પણ આવા ઉત્તમગ્રંથો સંપાદિત
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org