Book Title: Jain Vivah Sanskar Vidhi
Author(s): Bhadrabahuvijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ નવજીવનનાં મંગલ પ્રારંભે વર-વધૂ બંને સાથે મળીને નીચેની પ્રતિજ્ઞાઓ કરે છે. (૩૩) સાત પ્રતિજ્ઞાઓઃ - હું સ્વયં સુખી, પ્રસન્ન અને સ્વસ્થ હોવા છતાંયે સમાન રૂચિ-ધ્યેય અને સંસ્કારયુક્ત જીવનસાથી સાથે જોડાઈને જીવનને વધારે સમૃદ્ધ અને સંવાદમય બનાવવાની કામના સાથે હું.. .... તથા...................લગ્નબંધન દ્વારા જોડાઈએ છીએ. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે (૧) અમે બંને પરમાત્મા જિનેશ્વરદેવના ધર્મશાસનને યથાશક્તિ સમર્પિત રહીને મન-વચન-કાયાથી ધર્મ-સંસ્કારમય જીવન જીવીશું. (૨) અમે બંને પરસ્પર એકબીજા સાથે પૂર્ણ આદર-સન્માન અને પ્રેમભર્યો વ્યવહાર કરીશું. (૩) અમે બંને એકબીજાના પરિવારના તમામ સદસ્યો સાથે આદર, માન અને ઔચિત્યપૂર્ણ વ્યવહાર કરીશું. (૪) અમે બંને એકબીજા પ્રત્યે ક્યારેય વહેમ, શંકા કે અપમાનની ભાવનાવાળો વ્યવહાર નહીં કરીએ. (૫) અમે બંને અમારા વૈચારિક કે વ્યવહારિક મતભેદોને વાદવિવાદનું રૂપ ન આપતા પૂરી સમજદારી સાથે આપસમાં જ મિટાવવાની કોશિશ કરીશું. (૬) અમે બંને ક્યારેય દુર્ભાવના સાથે એકબીજાની ભૂલો, નબળાઈઓ કે ખામીઓને કોઈનીય આગળ વ્યક્ત નહીં કરીએ. (૭) અમે અરસ પરસ એકબીજાના પૂરક બનીને જીવીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34