Book Title: Jain Tirthono Itihas Author(s): Nyayavijay Publisher: Jain Sahitya Fund View full book textPage 4
________________ પ્રાસંગિક વર્ષો પૂર્વે ધર્મધ્વજમાં આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મ અરિજીના રવ. વિદ્વાન શિષ્ય ઇતિહાસપ્રેમી મહારાજ શ્રી નવિજયજીના “કલયાણકભૂમિઓ”શિષ નીચે તે વિષય પર માહિતી આપતા લેખે વાંચવામાં આવ્યા હતા. ત્યારબાદ “અમારી પૂર્વદેશની તીર્થયાત્રા એ લેખ મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી તરફથી લખાયેલા આત્માનંદ પ્રકાશમાં વાંચવામાં આવ્યા. કલ્યાણકભૂમિઓ વિષેના લેખોમાં તે ભૂમિ પર ભૂતલનો ઈતિહાસ અતીવ સુંદર રીતે કાળેા હતો. શ્રી ન્યાયવિજયજીએ પોતાના લેખેમાં ભૂતકાલીન ઇતિહાસ આપવા ઉપરાંત વર્તમાનકાલીન ઇતિહાસ તથા તે સંબંધી સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી, અને તે પ્રત્યે મહેને આકર્ષ્યા હતે. આ લેખમાં પ્રસિદ્ધ થયેલ સાગશને વિસ્તારથી લખવા મેં મુનિ મહારાજશ્રી ન્યાયવિજયજી મહારાજને પત્રકાર તેમજ આગ્રામાં સુરિસમ્રાટ અકબર પ્રતિબંધક આચાર્ય શ્રીમદ્ હીરસૂરીશ્વરજીપ્રતિષ્ઠિત શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીના જિનાલય પાસેના ઉપાશ્રયમાં રૂબરૂ વિનંતી કરી, જે તેઓએ સહર્ષ સ્વીકારી લીધી. તેઓએ પણ તીર્થોની યાત્રા કરી છે, જેથી સુંદર રીતે વિસ્તૃત માહિતી તેઓ આપી શકયા છે. કલિકાળમાં જેને માટે આલંબનરૂપ જન તીર્થો અને જન આગમ એ બે મુખ્ય છે. દિગમ્બર સંપ્રદાયમાં સિદ્ધક્ષેત્રો તથા અતિશય ક્ષેત્ર એમ તીર્થોના બે વિભાગે વિદિત છે, પણ વેતાંબર સંપ્રદાયે વિશાલ ભાવના તરીકે તારે તે તીર્થ એમ માન્યું છે. તીને તરવાનું સાધન માન્યું છે. વર્તમાન ચેવીસીના વીશે તીર્થંકર પરમાત્માની કલ્યાણક ભૂમિમાં પણ કેટલીક ભૂમિ વિચછેદ થઈ ગઈ છે. અર્થાત સ્થાપના પણ નથી, જેથી નવીન સ્થાપના કરી સં સ્મરણ રાખવાની આવશ્યકતા છે. ચાલુ સાદીમા ગુર્જર દેશમાં અનેક નવીન તીર્થે ઉપસ્થિત થયા છે છતાં કલ્યાણક ભૂમિમાં વિચ્છેદ થયેલાની આરાધના એકાન્ત હિતકર છે એ પરમ શ્રદ્ધાથી યાત્રાળુને નવડ થાય તથા તીર્થ પ્રસિદ્ધિમાં આવે એ બેય ય નમાં રાખી, આ આખેય ગ્રંથ તવાર કરાવવામાં આવ્યો છે. જેન તીર્થો અંગે બીજા અનેક પુસ્તકે પ્રસિદ્ધ થયેલ છે, તેમાંથી પણ જરૂરી હકીકતો લેવામાં આવી છે. છેલ્લે આ ગ્રંથ દરેક જિજ્ઞાસુને ઉપયોગી થશે, એ ભાવના સાથે વિરમું છું. “કેશરી'' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 652