Book Title: Jain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 9
________________ તત્રીનું નિવેદન. ૨૧૭. આપણે પોતે જેને સાહિત્ય સંબંધે શું કરીએ છીએ ? જન લેખકો ગણ્યા ગાંઠયા છે તે, નવીન જૈન ગ્રેજ્યુએટે, પુજ્ય સાધુઓ, સંસ્થાઓ, અને જૈન પત્રો કંઈ કરવા કટિબદ્ધ થાય તે સાહિત્યને ઉજાળી શકાય તેમ છે. સૌ પોતપોતાની જવાબદારી સમજશે એટલું જ કહી તેઓ કરે છે તેથી કંઈ વિશેષ અને પ્રભાવશાલી કરશે એવી ઈચ્છા રાખી હમણાં સંતુષ્ટ રહીએ છીએ. તેમને આટલું તે અમે ફિલસૂફ ઇમર્સનના શબ્દોમાં કહી ચ્છીશું કે (૧) “આત્મા પ્રતિષ્ઠા રાખીને ઇતિહાસના અભ્યાસીએ ઈતિહાસને પૂર્ણ ચંચલતાથી અને સૂક્ષ્મદ્રષ્ટિથી , અભ્યાસ કરવો ઘટે છે. તેમ થયે ઈતિહાસની સરસ્વતિ ભવિષ્યના ઉદ્ધાર મા શિખવશે. (૨) દરેક ઉક્રાંતિ મૂલ એકજ મહાત્મનના હૃદયમાંથી ઉદ્ભવેલો વિચાર હતો અને તેજ વિચાર બીજાના હૃદયમાં જાગે છે ત્યારે તે યુગને સમજી શકાય છે. (૩) દરેક સુધારો એક વખત અમુકને અંગત અભિપ્રાયરૂપે હોય છે અને જ્યારે તે ફરીવાર બીજાને અંગત અભિપ્રાય બને છે ત્યારે તે યુગના વાદગ્રસ્ત પ્રશ્નોનું નિરાકરણ થાય છે.” વળી (૪) ઘર ૬ વિદ્ધ નારાયં નારીયં એ કિંવદંતિને બહિષ્કાર કરી લોક મતને શુદ્ધ સત્ય અર્પે તેને કેળવી તેમાં રહેલી અશુદ્ધતા પકડી કાઢી દૂર કરવી-કરાવવી . ઘટે છે, એટલે કે ચાયuથઃ પ્રવિરત્તિ ઘટ્ટ 7 ધારા એ સૂત્રનો સ્વીકાર કરવો ઘટે છે. (૫) દરેક વ્યક્તિએ પિતાની સત્યપ્રતીતિઓને પિતાનું જીવન આપવાની અને જે - ઉદેશની પિતે સેવા કરવાનું ઉચિત ધારે છે તેને માટે પિતાના વ્યક્તિત્વને ભોગ આપવાની જરૂર છે. એજ દષ્ટિથી સંત મહાત્મોનાં ચરિત્ર વિલોકવાની અગત્ય છે. (૬) વ્યક્તિને તેમજ સમાજને જીવન-કલહ એ પ્રકૃતિને અવિચલ કાયદો છે; તે માટે પ્રયત્નો મનુષ્યો તરફથી થયા છે, આત્મભેગો અપાયા છે, કારણકે તેમાં જ આત્મપ્રતિષ્ઠા છે, જાતિ અને સમાજની પ્રતિષ્ઠા છે. (૭) ભવિષ્ય સુધારવાના માર્ગો શાસ્ત્રરૂપી સમુદ્રમાંથી અનેક મળી આવે છે, તે હાલની સ્થિતિ પરિસ્થિતિને જોઈ શોધી કાઢી તે પર લોકોનું ધ્યાન ખેંચવું ઘટે છે એટલું જ નહિ પરંતુ પિતે તે પ્રમાણે આચારવિચાર મક્કમપણે રાખી લકોને વાળવા ઘટે છે. લક્ષ્મય, અપકીર્તિ, ભીરુતાને ત્યાગ કરી નૈતિક હિંમત-દઢ મન, પ્રખર આત્મબળ અને જવલંત ઉત્સાહ ધરાવવાની જરૂર છે. એક સુધારવી કર્તવ્ય છે. આ અંકના પૃ. ૩૦૬ માં સ્મૃતિભ્રંશને લીધે જણાવ્યું છે કે રા. ગોકુલભાઈએ તેનો લેખ “સાહિત્ય' માસિકના તંત્રીપર મોકલ્યો હતો, પણ તે તેમણે પિતાના પત્રમાં છા નહિ હત–આ કથન રા. ગોકુળભાઈ કહે છે કે ખરું નથી. તે અમે “સાહિત્ય'ના તંત્રીને, તેથી અને અમારી ટીકાથી થએલા અન્યાય માટે ક્ષમા માગી તે જણાવવા આ તક લઇએ છીએ. આની અંદર ચિત્ર આપ્યાં છે, તેમાં શ્રી મહાવીર પ્રભુના ચરિત્રાંતર્ગત પ્રસંગોનાં ચિત્રો અમને જાણીતા સાહસિક અને ઉમંગી બુકસેલર મેઘજી હીરજી પાસેથી પ્રાપ્ત થયાં છે તે તે માટે તેને ઉપકાર માનીએ છીએ-તે ચિત્ર તેના તરફથી હમણાં જ પ્રસિદ્ધ થયેલ મહાવીર જીવન-વિસ્તાર’ નામના ઉત્તમ પુસ્તકમાં મૂકેલાં પાંચ ચિત્રો પૈકીનાં છે. गच्छतः स्खलनं वापि भवत्येव प्रमादतः। इसन्ति दुर्जनास्तत्र समादधति सज्जनाः॥ તંત્રી,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 376