Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06 Author(s): Mohanlal Dalichand Desai Publisher: Jain Shwetambar Conference View full book textPage 4
________________ જેન કેન્ફરન્સ હેરલ્ડ. (જાન્યુઆરી કેળવણીના આધુનિક ખ્યાલ ઉપર ટુંક નોંધ, આપણું મકાને, ધર્મ વિજ્ઞાન સંવાદ અને જૈન ધર્મ એ સર્વે વિષય ખરેખર મનન કરવા લાયક છે.:વાચક વર્ગને જોકે અંગ્રેજી આદિ આટલા વિષયો સંતોષ આપશે નહિ, પરંતુ તેને માટે હું દિલગીર છું. કારણ કે મારી ફતેહને મુખ્ય આધાર મારા લેખકો ઉપર છે અને મારે આ પ્રસંગે ભૂલવું નહીં જોઈએ કે મારા અંગ્રેજી લેખકે બહુ જૂજ છે અને તે પણ જવલ્લે જ લખે છે તે પણ નિરાશ નહીં થતાં હું આ જુજ પણ વધતા જતા અંગ્રેજી લેખકોને પ્રાર્થના કરીશ કે તમારી લેખિનીને સદુપયોગ કરશો અને તમારા સુલેખાથી મને અલંકૃત કરશે. - હિંદી લેખ પર લખતાં અફસેસ જણાવ્યા વગર છૂટકો નથી. આપણુમાં હિંદી લેખકે ઘણુજ છે પરંતુ તેઓ ભાગ્યેજ મારામાં પિતાના લેખો મોકલતા હશે અને તેથી મારા હિંદી ગ્રાહકોને અસંતોષ થાય એ સ્વાભાવિક છે. પણ હું તેમને પણ આ સ્થળે વિનતિ કરીશ કે આપ જરૂર આપના સરસ લેખ મોકલી મને શોભાવશે અને વધારે ઉપયોગી બનાવશો, અને જે ગૃહસ્થાએ થોડાક પણ લેખે માફલ્યા છે તેઓ - આ સમયે આભાર માનું છું - હવે ગુજરાતી વિષયના અંગે લખીએ છીએ. ગુર્જર ભાષામાં લખાએલા અનેક સુંદર લેખો મારા ગત વર્ષના જીવન દરમિયાન ચર્ચાયેલા છે. રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની બી. એ. એલ એલ. બી. ને હાનિકારક રીતરીવાજેનો લાંબો પણ બોધદાયક અને અસરકારક લેખ મારા વાંચનાર સજને પુનઃ વાંચી સાર ગ્રહણ કરશે તો ખરેખર આપણું જૈન કોમને અનેક લાભ થવા સંભવ છે. તદુપરાંત શ્રી સંધની એકત્ર સત્તા શું છે, ચતુર્વિધ સંધ, પ્રાચીન શિલાલેખે, શેઠ સાહેબ તેમજ વિદ્વાનને ખૂલ્લા પ, ધર્મનીતિની કેળવણીના સર્વે વિષયે, નામદાર ગાયકવાડનો સંદેશ, પાંજરાપોળની હાલહવાલ સ્થિતિ અને તેમાં કરવો જોઈતો સુધારે, સુકૃતભંડારનું યશગાન, જેનોને ઉદય કયારે થશે, જેમ કોન્ફરન્સ, અને સુકૃતભંડારફંડ, શ્રીમાન હરિભદ્રસૂરિ અને વર્તમાન જૈન સાહિત્ય આદિ વિષય આપણું કામ માટે ઘણુજ ઉપયોગી હોવાથી હું મારા વાંચકોને પુનઃ વાંચવા ભલામણ કરીશ. શ્રી અંતરીક્ષછના કેસ વખતે પણ મારા ગ્રાહકોને વખતસર સમાચાર આપી આપણે જેને ભાઈઓની મારાથી બની તેટલી સેવા મેં કરી છે તેમજ શ્રી ગિરનારજી કેસને અા બીજા પત્રોમાંથી ઉતારી લઈને મારા વાંચક વર્ગને સંતોષવા પ્રયાસ કરેલો છે. પ્રાસંગિક આટલું લખાણ કર્યા પછી ગ્રાહક તરીકે કાયમ રહેવા તથા અન્ય ગ્રાહકે વધારવા તેમજ લેખક વર્ગને નિયમિત પિતાના લેખો મોકલવા અને અન્ય લેખકને લખવાની પ્રેરણા કરવા વિનંતિ કરી મારૂં કર્તવ્ય બજાવવાને હવે હું નવીન વર્ષમાં પ્રવેશ કરૂં છું. છેવટમાં પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે એટલીજ પ્રાર્થના કરવાની છે કે દરેક જૈન ધુ કર્તવ્ય પરાયણ થતાં શીખે, સર્વત્ર શાંતિ તથા સંપ પ્રસરે અને જેનકેમ ઉન્નત દશાને પામે. તથાસ્તુ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 422