Book Title: Jain_Satyaprakash 1956 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. મુનશીજી વિચાર કરશે ખરા? માનનીય શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પોતાની ચૌલુક્ય યુગની નવલકથાઓમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને મંત્રી ઉદયન જેવા જેના બહુમાન્ય પુરુષનું વિત ચિત્રણ કર્યું છે એ સુવિદિત છે. એ વિકૃત ચિત્રણ રદ કરવા માટે જેને સમાજ તરફથી અનેક વખત માગણી કરવામાં આવ્યા એનું કશું પરિણામ આવ્યું નથી, એ સૌ કોઈ જાણે છે. થોડા દિવસ પહેલાં, શ્રી મુનશીજીએ સ્થાપેલ મુંબઈના ભારતીય વિદ્યાભવને “રીલીજિયસ લીડર્સ' (ધર્મનાકા) નામે એક અંગ્રેજી પુસ્તક પ્રગટ કર્યું હતું. આ પુસ્તકમાં ઈસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પૈગંબર અંગે કંઈ અગ્ય લખાણ હોવાથી, મુસલમાનોએ એની સામે મોટી ઝુંબેશ ઉપાડી અને હિંસક તોફાને પણ કર્યા. પરિણામે શ્રી. મુનશીજીએ એ પુસ્તકનું વેચાણ બંધ કરવાની તરત જાહેરાત કરી અને પિતાની દિલગીરી પણ વ્યક્ત કરી. * આ ઘટના ઉપરથી, શ્રી. મુનશીજીનું જેના શાંત વિરોધ તરફ ધ્યાન દોરીને એમના હાથે જેનોને થયેલ અન્યાય દૂર કરવા માટે ભાઈશ્રી યંભખુએ એક લેખ ભાવનગરથી પ્રગટ થતા “જૈન” પગના તા. ૨૨-૯-૫૬ના અંકમાં લખ્યો છે. સાથે સાથે એને અંગે જૈન” પત્રે પણ એ જ તારીખની સામયિક કુરણમાં એક નોંધ પ્રગટ કરી છે. એ બને લખાણે “જૈન” પત્રમાંથી ઉદ્ધત કરીને અહીં સાભાર રજૂ કરીએ છીએ, અને સાથે સાથે શ્રી જ્યભિખુએ મહામંત્રી ઉદયનના પાત્રને શ્રી મુનશીજીએ વિકૃત રૂપે ચીતરેલ છે તે અંગે એક વિસ્તૃત લેખ આ પત્રમાં લખ્યો હતો તેને કેટલેક ભાગ પણ આપીએ છીએ; અને આશા રાખીએ છીએ કે શ્રી. મુનશીજી હજુ પણ આ બાબતનો વિચાર કરી, જેનોને થયેલ અન્યાય દૂર કરશે. શ્રી. જયભિખુને લેખ પ્રતિકારના આ માગને પ્રતિષ્ઠા શા માટે? છેલ્લા દિવસે માં એક બનાવ બની ગયે : અને તેણે જનતાનું એક યા બીજી રીતે લક્ષ ખેંચ્યું છે. વાત એવી છે કે ગુજરાતના જાણીતા સાક્ષર અને ઉત્તર પ્રદેશના રાજપાલ માનનીય શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા સ્થાપિત ભારતીય વિદ્યાભવન નામની મુંબઈની ઉચ્ચ શિક્ષણ અને સંશોધનની સંસ્થાએ તાજેતરમાં હેનરી થોમસ અને ડેનાલી થોમસ દ્વારા લિખિત, રિલીજીયસ લીડર્સ -ધાર્મિક આગેવાને-નામનું પુસ્તક પ્રગટ કર્યું. આ પુસ્તક સૌ પ્રથમ આજથી પંદર વર્ષ પહેલાં ૧૯૪૧ માં પ્રગટ થયેલું. તાજેતરમાં આ પુસ્તકની નવી આવૃત્તિ ભારતીય વિદ્યાભવન તરફથી “ભવન બુક યુનિવર્સિટી સિરીઝ” પ્રગટ થાય છે, તેમાં પ્રગટ કરવામાં આવી છે. આ સિરીઝના મુખ્ય સંપાદક તરીકે શ્રી. મુનશીજીનું નામ રહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28