Book Title: Jain_Satyaprakash 1956 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧] હું તે ભલે એકલે ! [ ૧૯ અને પછી સુત્રતાએ પિતાની વીતકકહાણી સંભળાવીને છેવટે કહ્યું: “નમિરાજ ન માન્ય તેનું મને દુઃખ નથી. પણ તું તે મેટો ભાઈ કહેવાય. મોટામાં મોટું મન રાખવું ઘટે! તું જ આગળ થઈને યુદ્ધની શાંતિની ઉોષણા કરી અને આ સંહારને અટકાવ.” ચંદ્રયશના અંતરમાં માતાની વાત વસી ગઈ. મેટા મનના બનીને એણે સુલેહને વાવટો ફરકા. નગરના દરવાજા ઉઘાડીને એ સામે પગલે નમિરાજની પાસે પહોંચ્યો. બને ભાઈ એકબીજાને ભેટી પડ્યા. યુદ્ધનાં વાદળ પળવારમાં વેરાઈ ગયાં. સાધ્વી સુત્રતાનું ધ્યેય સફળ થયું. સર્વત્ર આનંદ આનંદ છવાઈ રહ્યો. અને ત્યાગી માતાને મોટો પુત્ર નાના ભાઈને રાજ્ય ભળાવીને ત્યાગી બનીને ચાલી નીકળ્યો. મિથિલા અને માલવ દેશ તે ધન્ય દિવસે એકરૂપ બનીને ત્યાગી માતા અને ત્યાગી પુત્રને નમન કરી રહ્યાં. હું તે ભલે એકલે! વર્ષો વીતી ગયાં. એક દિવસ મિથિલાપતિ નમિરાજના રાજપ્રાસાદમાં પરિચાર દોડાદોડ કરી રહ્યા છે. કેઈને મનમાં ચેન નથી. રાજરાણીઓનાં મન પણ બેચેન બની ગયાં છે. મંત્રીઓ અને સામતિ પણ ઉદાસ જેવા દેખાય છે. મિથિલાપતિ મહાભયંકર વ્યાધિમાં સપડાયા છે. અમિરાજનું શરીર દાહની પીડાથી ઘેરાઈ ગયું છે. એમના રોમેરેામ દાવાનળની લાય અને વીંછીના ડંખની વેદના પ્રગટી છે. એમની પીડાને કઈ પાર નથી. મુલાયમ પુષ્પશયાઓ પણ આજે શાતા આપી શકતી નથી. એ તે ધખધખતી રેતીમાં માછલી તરફડે એમ પોતાની પથારીમાં તરફડિયાં મારે છે. એમના તનને ક્યાંય આરામ નથી; એમના મનને ક્યાંય નિરાંત નથી. એક એક પળ જાણે યુગયુગ જેવી વીતી રહી છે. મિરાજ બેકાસા નાખે છે, ચીસો પાડે છે, અને રાજરાણીઓ, મંત્રીઓ અને અન્ય રાજકર્મચારીઓ, અપાર ધનવૈભવ, વિશાળ સૈન્ય અને અદમ્ય શક્તિના માલિકને અસહાય બનીને તરફડતે જોઈ રહે છે. શું કરવું? એ કોઈને સૂઝતું નથી. દેશ-વિદેશના વૈદ્યો આવે છે. પાણીમૂલે ધન વપરાય છે. પણ કોઈની કશી કારી ફાવતી નથી. માંત્રિકે આવે છે, તાંત્રિક આવે છે; પણ દર્દ એવું નઠેર બનીને આવ્યું છે કે કેઈનય ગજ વાગતું નથી. નમિરાજ બિચારા પિલાયા જ કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28