Book Title: Jain_Satyaprakash 1956 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું તો ભલો એકલો! લેખક શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ [ ક્રમાંક ૨પર થી ચાલુ ] [૪] મેટાનું મન મેટું મિથિલાપતિના લશ્કરે સુદર્શનપુરને બરાબર ઘેરો ઘાલ્યો છે, ચકલુંય બહાર ફરકે તે ખબર પડી જાય એવો એ બૂહ છે. સુદર્શનપુરના કિલ્લામાં પણ યુદ્ધની જ વાતો ચાલી રહી છે. કેઈને યુદ્ધને કાળો નથી, કોઈના મનમાં પરાજિત થવાનો ભય નથી, કોઈને વાત પડતી મૂકવા જેવી આળસ નથી. બને સિને સજજ થઈને ખડાં છે. સૌ સૌના બૂહ ભલે ન્યારા હૈય, પણ ધ્યેય તે બનેનું એક જ હતું. શત્રુને ગમે તે ભોગે પરાજય કરવો. સાધ્વી સુત્રતાના મનને કોઈ વાતે નિરાંત નથી. નમિરાજે એમને ખાલી હાથે પાછાં વાળ્યાં, તેની એમને નિરાશા પણ નથી. એ પણ ગમે તે રીતે યુદ્ધ અટકાવવાના પિતાના ધ્યેયને પાર પાડવાને દઢ નિશ્ચય કરીને આવ્યાં હતાં. કેનું ધ્યેય પાર પડવાનું હતું ? મિથિલાપતિનું? માલવપતિનું? કે સાધ્વી સુત્રતાનું? જાણે એની ઘડીઓ ગણાઈ રહી હતી. સાધ્વી તે ચારેકોર ફર્યા કરે છે. એને ગમે તેમ કરીને પિતાના મોટા પુત્ર પાસે પહોંચવું છે. જે વાત પિતાના નાના પુત્ર નકારી હતી અને મોટા પુત્ર પાસે સ્વીકાર કરાવવાની એને આશા હતી. –અને એક દિવસ એ ચંદ્રચશના રાજભવનમાં પહોંચી ગઈ. વર્ષો વીતી ગયાં હતાં અને વેશ પણ પલટાઈ ગયો હતો, છતાં ચંદ્રશને પિતાની માતાને ઓળખતાં વાર ન લાગી. પરલેક સિધાવેલી માની લીધેલ માતાને પોતાને આંગણે ઊભેલી જોઈને એનું અંતર ગગફ્ટ થઈ ગયું. એનો અવાજે રૂંધાઈ ગયો. માતાનું અંતર પણ જાણે જુગ જુગ જૂના પડોને ભેદી રહ્યું. બન્નેના અંતરની નેહવાદળી, મિલનની ઉષ્માથી પ્રવાહી બનીને, નેત્રા વાટે આંસુરૂપે વર્ષવા લાગી. પુત્ર હાથ જોડીને ખડે છે. સાધ્વીમાતા તેને કહી રહી છે: “મહાનુભાવ ! હું આજે તારે દ્વારે ભિક્ષા માગવા આવી છું. વત્સ ! તું આ યુદ્ધનું નિવારણ કર. તારા નાના ભાઈ એ મને ભલે નકારી, પણ તું મને નહીં નકારે એવી આશા લઈને હું અહીં આવી છું. તને તો મેં અંતરનાં ધાવણ પાઈને ઊછેર્યો હતો. પુત્રક! બેલ, મારી આટલી વાત માનીશ ને ?” માતા ! આયો ! એ માનવાની વાત તે પછી; પણ તારી વાતને નકારનાર એ મારે. ભાઈ કણ? એ તે કહે ?” મિથિલાપતિ નિમિરાજ તારે ના ભાઈ થાય! હું તમ બન્નેની જનની ! શું ભાઈ ઊઠીને ભાઈને સંહાર કરશે?” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28