Book Title: Jain_Satyaprakash 1956 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૨ અહીં રચના કરવામાં આવી છે. એટલે વાચકે એટલુ' જાણી લેવું જોઈએ કે મંજરીબાઇ આકાશકુસુમવત અથવા શશશગ બરાબર છે. લેખકે પોતાના મનાભાવના ચિત્રણ માટે ને કલ્પનાવિહાર માટે એનું એ લીધું છે. પ્રસ્તુત લેખ ખૂત્ર લાંખે થયા છે તે આ મહામંત્રી વિશે મેં મારા વીરધર્માંની વાતે ભા. ૩ જા 'માં વિશેષ લખવાનું ધાર્યું. હાવાથી આટલેથી સમાપ્ત કરું છું. સાથે સાથે શ્રીવૃ ંદાવનલાલ વર્મા રચિત, આ કાલક જેવી આ વિભૂતિને અપમાન કરનારી કૃતિ ‘ હુંસમયૂર 'ની આલેચના વખતે મેં કહ્યું હતું તે ફરી કહીશ, કે આ સંસ્કૃતિ એટલે માત્ર બ્રાહ્મણ સંસ્કૃતિ નહિ; પણ જૈન, બૌદ્ધ, અને બ્રાહ્મણ સંસ્કૃતિ ! આ ત્રણે સંસ્કૃતિમાં આય સંસ્કૃતિનુ મધુ છુપાયેલુ છે. ગુજરાતી પ્રજા એ દુકાનદારાને દેશ છે, એ જૂના આક્ષેપ છે. મહારાષ્ટ્રીઓના હૈયામાં સ્વઉધ્ધારક છત્રપતિ શિવાજી મહારાજનું જેટલુ માનગૌરવ વસેલુ છે, તેટલું મહત્ત્વ ગૂર્જર ચક્રવ મહારાજ સિંહરાજ તે મહારાજ કુમારપાળ વિષે આપણામાં નથી ! ધાર્મિક અસિંહષ્ણુતાએ આમાં મોટો ભાગ ભજવ્યા છે. માનનીય શ્રી. મુનશી વિષે, એમના કલાકૌશલ વિષે, લેખકને માન છે. કેટલીક વાર જમાનાની હવા સાથે લેખક વહી જાય છે. ગઈ કાલ ગમે તેવી હતી, આજે મુનશીજી ભારતસર્વસ્વના બન્યા છે. એ વેળા એક નમ્ર ભારતીય તરીકે પ્રાર્થના છે, કે ભવિષ્યમાં તે આ સર્વોત્તમ નવલકથાઓના આ અધમતમ ભાગોને રૂખસદ આપશે, તે ગૂજરાતની અસ્મિતાના સાચા પૂજારીનું બિરુદ સાર્થક કરશે. —જયભિખ્ખુ છ હું જૈન ” પત્રની નોંધ ધ્યાન આપવા જેવી વાત કોઈને આ વાત જૂનાં પડ–પોપડાં ઉખેળવા જેવી લાગે તે ભલે લાગે; પણ જે વાત ગેરવ્યાજબી છે તે, એના દોષનું નિવારણ કરવામાં ન આવે ત્યાં લગી, ગેરવ્યાજબી જ લેખાવાની; અને તેથી અવસર આવ્યે એ દોષનું નિવારણ કરવાનું કહેવું એ કાઈ રીતે અનુચિત હોય એમ અમને લાગતું નથી—ઊલટું એમ કરવું એ જરૂપ છે એમ અમે માનીએ છીએ અને તેથી આ નોંધ લખીએ છીએ. વાત આમ છે. ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક માનનીય શ્રી, કનૈયાલાલ મુનશીએ પોતાની નવલકથાઓમાં આચાર્ય હેમચંદ્રસૂરિ અને મંત્રી ઉદયન જેવા જેમાના માન્ય પુરુષનું વિકૃત ચિત્રણ કરેલું, એ વાત ઘણી જૂની થઈ હોવા છતાં આપણા મનમાંથી ગઈ નથી શ્રી. મુનશીજીનાં આ લખાણા સામે આપણે વિરોધ પણુ ઠીક ઠીક કરેલા; પણ એની સામે શ્રી. મુનશૌજી સાવ અણુનમ જ રહેલા, અને પોતાની આ ભૂલને સુધારવાની એમને જરૂર નહીં લાગેલી. ઘેાડા દિવસ પહેલાં, શ્રીમાન મુનશીજીએ મુખઈમાં સ્થાપેલ ભારતીય વિદ્યાભવન તરફથી એક અંગ્રેજી પુસ્તક નામે “ રિલીજિયસ લીડર્સ”ની નવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28