Book Title: Jain_Satyaprakash 1956 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨] તારંગા વિશે એક પત્ર [ ૨૪૫ ઉપર જે કાગળ છાપેલ છે તે મગદાબાદવાળા જાતશેઠજીને સરનામે ત્યાંના સંધસમસ્ત ઉપર લખાયેલ છે. કાગળમાં મગસદાબાદના જૈન સંધના આગેવાનોનાં નામ લખેલાં છે તેમાં મુખ્ય નામ જગતશેડનું છે. - ગંગા નદીને કાંઠે જેમણે કસોટીના પથ્થરો વડે એક મેટું જૈન મંદિર બંધાવેલું તે આ સુપ્રસિદ્ધ જગતશેડ છે. હાલમાં તેમની કેઠી મહિમાપુરમાં છે. આ મહિમાપુર અને મુર્શિદાબાદ વચ્ચે ફક્ત પિણે ગાઉનું અંતર છે. અહીં લખેલ મગસૂદાબાદ અને વર્તમાન મુર્શિદાબાદ એ બંને એક જ છે. મુર્શિદાબાદનું એક નામ ભક્ષુદાબાદ છે અને તેવું જ બીજું ઉચ્ચારણ મગદાબાદ છે. જગતશેઠે બંધાવેલા કસોટીન મંદિરમાં હીરા, પન્ના, નીલમ, માણેક અને કસોટીઓની મૂર્તિઓ હતી. આ અસલ મંદિર ગંગાના પ્રવાહથી તૂટી ગયું અને સાથે શ્રી જગતશેઠને માટે પ્રાસાદ પણ ખલાસ થઈ ગયો. પાછળથી મૂળ મંદિરના થાંભલા વગેરેને શધીને ભેગા કરી એક નાનું કસોટીનું મંદિર બનાવેલ છે તે હાલમાં આ મહિમાપુરમાં છે. જગતશેઠ પછી જે બીજા બીજા ગૃહસ્થોનાં નામે આ કાગળમાં આવેલ છે તેમના વિશે કોઈ માહિતી તત્કાળ અહીં અમદાવાદમાં બેઠા બેઠા લખી શકાય એમ નથી. સ્પર્શના હોય અને બંગાળ ભણી જવાય તે મુર્શિદાબાદના વર્તમાન જૈન ગૃહ પાસેથી રૂબરૂમાં એ માહિતી મેળવી શકાય. કાગળ લખનારા તારંગાના, અમદાવાદના, પાટણના, વડનગરના અને વીસલનગરના એટલે વિશનગરના જૈન શ્રાવકે છે, તેમાં કેવળ અમદાવાદના શેઠ નથમલ ખુશાલચંદની થોડી ઘણુ માહિતી આ પ્રમાણે આપી શકાય. - અમદાવાદમાં હઠીસિંગની વાડીના નામે પ્રસિદ્ધિ પામેલું એક વિશાળ જૈન મંદિર છે, જે દિલ્લી દરવાજા બહાર ઘણી વિશાળ જગ્યામાં આવેલ છે. તેને ફરતી બાવન દેરીઓ છે માટે તેને બાવન જિનાલય પણ કહેવામાં આવે છે. તેની કારીગરી ઘણું જ સુંદર છે અને આબુનાં મંદિરોની કોતરણીને ઘણીખરી મળતી આવે છે. આ મંદિરને ચણનાર શિલ્પીની સામે આબુના મંદિરનો નમૂનો હતો. તેમાં મૂળનાયક તરીકે ધર્મનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલી છે. અમદાવાદમાં આવનાર કોઈ પણ પરદેશી પ્રવાસી આ મંદિરને જોયા સિવાય પાછો ફરે નથી, કદાચ અજાણતાં પાછા ફરે તે અમદાવાદને તેને પ્રવાસ અધૂરો રહે છે, એવું આ આગ્રાના તાજમહેલની જેમ અમદાવાદનું આકર્ષક સ્થળ છે. એ વાડીના મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થવાની હતી ત્યારે ભારતભરના જૈન સંઘને આમંત્રણ આપવા એક કકેત્રી લખવામાં આવેલી. તેમાં આમંત્રણ આપનાર તરીકે શો, ખુશાલચંદ નહાલચંદનું નામ છે. એથી એમ અનુમાન થઈ શકે છે, કે આ કાગળમાં લખેલ નામ શેઠ નથમલ ખુશાલચંદ છે, તે ખુશાલચંદ અને આ પત્ર લખનાર નથમલ ખુશાલચંદવાળા ખુશાલચંદ બન્ને એક હોય. જો કે આ માટે વધારે માહિતી મેળવવી હોય તે વાડીવાળા હઠીસિંગ શેઠના વંશજો જેઓ અમદાવાદમાં વસે છે અને વાડીને વહીવટ ચલાવે છે તેમને પૂછવાથી આ બાબત વધારે ખુલાસો મળી શકે અથવા વાડીના મંદિરમાં જે લેખ છે તેના ઉપરથી પણ ખુલાસો મેળવી શકાય. આ હકીકત તદ્દન સુપ્રસિદ્ધ છે અને મેળવવી સુગમ છે માટે આ વિશે અહીં પ્રયત્ન નથી કર્યો. પ્રસ્તુત કાગળમાં સંવત, ભાસ વગેરે લખેલ નથી, છતાં આ કાગળ ઓગણીશમા સૈકાને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28