Book Title: Jain_Satyaprakash 1956 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ તરંગ રૂપે પલટાવી દે છે. કેમેરાની લેટ પર લાખો સંવેદનશીલ કણે પથરાયેલા હોય છે, જે એકબીજાથી અપ્રભાવિત હોય છે. પ્લેટ ઉપર પ્રતિબિંબ પડતાં જ એ કણે એક નવી શક્તિની રચના કરે છે, એટલે પ્રકાશમાં રહેલું પ્રતિબિંબ વિદ્યુતરૂપે પરિણમે છે. એ કણે એ વિદ્યુત દશામાં પણ વિભાજિત જ રહે છે. વિદ્યુતબંદૂક એ વિદ્યુતપ્રવાહને તીવ્ર ગતિ આપે છે.
અહીં એક ધ્યાન રાખવું પડે છે કે તરંગપ્રવાહની દેકસી (ચક્રસંખ્યા) ઓછામાં ઓછી ૫૦,૦૦૦ કિલોસાઈકિલ્સ (સહસાચક્ર) સુધી પહોંચી જવી જોઈએ.
બીજું એ પણ ધ્યાન રાખવું પડે છે કે, આકાશવાણી કેંદ્રથી મોકલાતા ધ્વનિની ચક્ર સંખ્યા ટેલિવિઝનની ચકસંખ્યાના મુકાબલામાં ઓછી રહે. કારણું ? આકાશવાણીમાં જે બેલવામાં આવે છે અને તેના જે દીધ, મધ્યમ કે લઘુ તરંગે બને છે તે પૃથ્વીની સપાટીની ઉપર ૪૦થી ૨૫૦ માઈલ સુધીના વચલા ગાળાના ઓપનોફીયર (અયનમંડળ) માં રહે એ ખાસ જરૂરી છે. પ્રેષકર્યા આ મંડલ તરફ મોકલેલા તરંગે ઓછી ચક્કસંખ્યાવાલા અને પ્રબળ વેગવાળાં હોય તે તે આ આકાશમંડળની સહાયથી આખા જગતમાં ફેલાઈ જાય છે. અને પ્રેષકક્ષેત્રે આ મંડળ તરફ મોકલેલા તરંગે ધીમા પ્રવાહવાળા હોય તે તે પણ અટ્રા હાઈ ફ્રેકસી (ઉગ્ર ચક્રસંખ્યા) સાથે પ્રબલ વેગવાળા બની જાય છે. પરિણામે એ વિદ્યુતપ્રવાહ એવો ઉગ્ર બની જાય છે કે તે ઉપર બતાવેલ અયનમંડળના ગાળાને ઓળંગી જાય છે, ત્યાં જ નાશ પામે છે, તે પાછો આવતો નથી. એટલે સ્પષ્ટ છે કે ઉક્ત આકાશમંડળના ગાળામાં તરંગે રહે એ હિસાબે ધ્વનિની અને ટેલિવિઝનની ચકસંખ્યા રાખવી જોઈએ. અને એમ થાય તે જ અભિનેતાના પ્રતિબિંબનું વિશુદ્ધ દર્શન થાય છે.
એ વિદ્યુતતરંગ રિસીવર (સંગ્રાહયંત્ર) સાથે જોડાયેલ એનેટના (સ્પર્ષ સુત્ર) માં લગાવેલ સરકિટમાં જઈ પહોંચે છે અને ત્યાં કિર્તાપ (સૃજનનાસ)માં પ્રવેશ કરે છે.
પ્રતિબિંબ આઈ કનેસ્કોપ અને વિદ્યુતબંદૂક વગેરે યંત્રો વડે ખડખંડ બની વિદ્યુતતરંગ રૂપે પરિણમે છે. એ પ્રતિબિંબ ખંડે કિનપ યંત્ર વડે પરસ્પર જોડાઈ અસલી પ્રતિબિંબ તરીકે સંગ્રાહક યંત્રપટ્ટ પર રજૂ થાય છે. પ્રતિબિંબના આ જોડાણમાં વિદ્યુતબંદૂક પણ કામ કરે છે.
પ્રેષણ અને સંગ્રહણ એ બને ક્રિયાઓ એક સાથે થવી જોઈએ. કદાચ એમાં ૧ સેકંડના ૫૦ લાખમા ભાગ જેટલે પણ ફરક પડે તે વિશુદ્ધ પ્રતિબિંબ દર્શન થતું નથી.
વનિનું પ્રસારણ પણ પ્રતિબિંબપ્રસારણની સાથે સાથે ઉચ્ચ સંખ્યાવાલા તરગેથી થાય છે. ટેલિવિઝનથી આ પ્રમાણે દૂરથી વસ્તુ દેખાય છે.
ભગવાન મહાવીરસ્વામીએ દ્રવ્યાનુયોગ સિદ્ધાંતમાં દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય બતાવ્યા છે. પ્રતિબિંબના ખડે, વિદ્યુતપ્રવાહ અને પ્રતિબિંબનું જોડાણ એ સર્વે પરમાણુ પર્યાયનાં પ્રત્યક્ષ દૃષ્ટાંત છે.
કહેવાની જરૂર નથી કે, જૈન આગમ સાહિત્યમાં વૈજ્ઞાનિક તત્ત્વના મૂળ સિદ્ધતિ પણ સુરક્ષિત છે. આ અપેક્ષાએ પણ જૈન દર્શન સર્વ દર્શનમાં સર્વોતમ વૈજ્ઞાનિક સ્વરૂપ ધારી બેઠું છે.
For Private And Personal Use Only