Book Title: Jain_Satyaprakash 1956 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬ ] શ્રી. જેન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ સંહારથી પિતાના હાથને લોહી ભીના કરવા એ કલંક કે હજારના સહારથી પાછા ફરવું એ કલંક? હાથી વધે કે માણસાઈ ! એક હાથીને કારણે તમારી માણસાઈને વધેરવામાં તમને શૂરાતન દેખાય છે? જરા સમજે તે ખરા !”
ના આર્યા! ના. આપે યુદ્ધની શાંતિની વાત ન કરશે, એ સિવાય આપને જે ખપે તે ભાગે ! એ હાથી હાથી નથી; એ તે મિથિલાનું ગૌરવ અને મિથિલાપતિને ગર્વ છે. અમારા સૌને એ પ્રાણ છે. અને એ પ્રાણના હરનારના પ્રાણ લઈને જ અમે જંપીશુ.”
પણ નમિરાજ ! જરા વિચારો તો ખરા, અસિધારાનું તાંડવ ખેલીને નિર્દોષને સંહાર કરવામાં છેવટે તમારા હાથમાં આવવાનું શું? હાથી તે આજે છે અને કાલે નહીં હેય, પણ તમારી આ સંહારલીલા કેટલાં બાળકોને અનાથ, કેટલી સ્ત્રીઓને વિધવા અને કેટલાં મા-બાપને નિરાધાર બનાવશે? એને તો કંઈ વિચાર કરો !
આર્યાઆ તે સમરભૂમિ છે. અહીં એવી વાતને શે વિચાર? અને તલવારનો ખણખણાટ તે અમારે મન બંસરીને નાદ છે. એના એક એક રણકારે અમારા પ્રાણ જાગી ઊઠે છે, અમારાં રુધિર ઊછળવા લાગે છે અને અમારા દેહમાં શક્તિનો સંચાર થાય છે. એ અસિધારા અને એના ઝંકાર તો અમારાં સદાનાં સાથી ! દુનિયાનું શું થશે એ જે વિચારે તે યુદ્ધ ને નોતરી શકે. ગમે તે પ્રકારે દુશ્મનનો પરાજ્ય એ જ યુદ્ધને જીવનમંત્રી એ મંત્રને તજવાનું આપ ન કહેશે !”
ત્યારે શું મારી ભિક્ષા આજે ખાલી રહેશે ?”
હું નિરપાય હું આર્યા! એ સિવાય આપને જે જોઈએ તે માગે.” સાચે જ, ભિક્ષણની ભિક્ષા ખાલી રહી.
સુત્રતાને લાગ્યું કે વાત વધુ મુશ્કેલ છે, અને નમિરાજ જલદી માને એમ નથી. એને થયું, હવે અંતરના ભેદ ઉકેલ્યા સિવાય છૂટકો નથી. સંસારની જે ભેદને પ્રજ્યાના અંચળા નીચે ઢાંકી દીધા હતા અને આજે ઉઘાડા કર્યા વગર નહીં ચાલે.
એમણે કહ્યું : “નમિરાજ ! હું સમજી વિચારીને અહીં તમારી પાસે ભિક્ષા માગવા આવી છું. અને મારી ભિક્ષા મેળવ્યા વગર હું પાછી નથી કરવાની એ તમે નક્કો સમજી રાખજે ! અને મારું ભિક્ષાપાત્ર ભરી દીધા વગરે તમારે પણ છૂટકે નથી, ભાઈભાઈને સંહાર કરીને શું મેળવવાનું છે એ તે સમજે.”
કેણ ભાઈ? ધર્મ શાસ્ત્રો ભલે કહેતાં કે બધાય માનવીઓ ભાઈ ભાઈ છે! પણ એમાં મારે શું ? આ યુદ્ધ જીતીને માલવપતિને પરાજિત કર, મિથિલાના રાજહસ્તીને મિથિલા લઈ જવો અને મારા ગર્વ અને ગૌરવરૂપ મિથિલાનું ભાન અખંડિત રાખવું, એટલું જ હું તે સમજું છું.”
રાજન ! હું એવા ભાઈની વાત નથી કરતી. હું તે તમને એ વાતની જાણ કરવા આવી છું કે મિથિલાપતિ અને માલવપતિ બન્ને એક જ જનનીની કુક્ષિથી જન્મેલા તમે બેઉ એક જ માતાનાં સંતાનો છે ! તમારા બંનેનાં માતાપિતા એક જ છે. તમે તે બેઉ સહેદર !”
For Private And Personal Use Only