Book Title: Jain_Satyaprakash 1956 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦ ]
શ્રી. જેને સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ થયપરિણુણનું મહત્ત્વ દર્શાવે છે. આ રહ્યું એ પદ્ય –
" जयइ थयपरिण्णा सारनिष्ठा सुवन्ना
सुगुरुकयअणुन्ना दाणवक्खाणगुन्ना । नयनिउणपइन्ना हे उदिटुंतपुन्ना
गुणगणपरिकिन्ना सव्वदीसेहिं सुन्ना ॥" આનો અર્થ હું ગુજરાતીમાં દર્શાવું છું—
સેરભૂત, સુન્દર વર્ણવાળી, સુગુરુ દ્વારા કરાયેલી અનુજ્ઞાથી યુક્ત, દોનના વ્યાખ્યાનથી વિભૂષિત, નથી અંકિત નિપુણ પ્રતિજ્ઞાવાળી, હેતુ અને દષ્ટાંતથી પરિપૂર્ણ, ગુણોના સમૂહથી વ્યાપ્ત અને સર્વ દોષોથી રહિત એવી સ્તવપરિજ્ઞા જયવંતી વર્તે છે.
અંતમાંનાં બે સંસ્કૃત પદ્યો પૈકી પહેલામાં વ્યાખ્યાકારે પોતાના નામ અને પિતાની વાચક પદવીને ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં કુમતની વાસનારૂપ વિષના વિકારનું વમન કરીને હે વિબુધ ! સુધારસનું પાન કરી તૃપ્ત થાઓ, એમ વિબુધને ઉદ્દેશીને એમણે કહ્યું છે. અંતિમ પદ્ય દ્વારા એમણે એવો નિર્દેશ કર્યો છે કે, બ્રાંતિ સ્તવપરિજ્ઞા વડે ભાંગી જ ગઈ છે તો અન્ય તંત્રો (શાસ્ત્રો)ની શી જરૂર છે ? મુસાફરની તૃષા નદીથી દૂર થઈ છે તે પછી કૂવાઓ હજારે ભલે ને હોય. આ થયપરિણુના વિવરણના પ્રારંભમાં પણ થયપરિણાની મહત્તા દર્શાવાઈ છે. એને લગતું પદ્ય નીચે મુજબ છે –
“अथ स्तवपरिज्ञया प्रथमदेशनादेश्यया
___गुरोर्गरिमसारया स्तवविधिः परिस्तूयते । इयं खलु समुद्धृता सरसदृष्टिवादादितः
श्रुतं निरघमुत्तमं समयवेदिभिर्मण्यते ॥ १॥ આને ભાવાર્થ એ છે કે હવે પ્રથમ દેશના દ્વારા દર્શાવાયેલી–નિરૂપાયેલી અને મહાસારવાળી એવી ગુરુની સ્તવપરિજ્ઞા દ્વારા સ્તવ વિધિનો પ્રસ્તાવ કરાય છે. આ સ્તવપરિજ્ઞા સરસ દષ્ટિવાદમાંથી સમુચિત રીતે ઉદ્દધૃત કરાઈ છે. એથી સમયો એને પાપરહિત અને ઉત્તમ શ્રુત કહે છે,
ઉપર્યુક્ત આદ્ય પદ્યની પછીની પંક્તિ નીચે મુજબ છે: " अथ स्तवपरिज्ञाज्यन्तोपयोगिनीति यथा पश्चवस्तुके दृष्टा तथा लिखते तथाहि"
કહેવાની મતલબ એ છે કે સ્તવપરિણા અત્યંત ઉપયોગી છે એથી પંચવસ્તકમાં જેવી જેવામાં આવી છે તેવી હવે લખાય છે. જેમકે.
વિષય–થયપરિણા’ નામમાં થય” (સ્તવ) શબ્દ છે અને એ સાર્થક છે, કેમકે આ કૃતિ દ્રવ્ય-સ્તવ અને ભાવ-સ્તવ એવા સ્તવના બે પ્રકારે ઉપર વિવિધ દૃષ્ટિએ દાખલા દલીલ દ્વારા પ્રકાશ પાડે છે. જિનમંદિર બંધાવવા માટે કેવી ભૂમિ અને કેવું લાકડું વગેરે શુદ્ધ ગણાય તે બાબત અહીં વિચારાઈ છે. કાષ્ટાદિ શુદ્ધ છે કે નહિ તે જાણવા માટે શુકનનો નિર્દેશ કરાયે છે. જિન-બિમ્બ બનાવવાને, એની પ્રતિષ્ઠાને તેમજ એના પૂજન વિધિ પણ દર્શાવાયેલ છે.
૩. આના પછી થયપરિનાની આદ્ય ગાથા અપાઈ છે અને એની વ્યાખ્યા કરાઈ છે. આ તેમજ અન્ય પદ્યની વ્યાખ્યામાં હારિભદ્ર ટીકાને ઉપયોગ કરાયો છે.
For Private And Personal Use Only