Book Title: Jain_Satyaprakash 1956 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૨ ]. શ્રી. જૈન સત્ય પ્રકાશ: * [વર્ષ : ૨૧ વિધ્યાચળની ઊંડી ઊડી કંદરાઓ અને ઘેરાં ઘેરાં જંગલોમાં એ તે એવો અદશ્ય થઈ ગયે હતું કે જાણે હતો ન હતો થઈ ગયો. દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા; પણ હાથીના કશા સમાચાર મળ્યા નહીં. છેવટે સૌને ખાતરી થઈ કે હાથીને શેધી લાવવાનાં સેનાનાં અરમાન ઊતરી ગયાં હતાં. અને હવે વાતે ઊકલી શકે તે બળથી નહીં પણ કળથી જ ઊકલી શકે એમ હતી. જે કામમાં રાજસેના પાછી પડી, એ કામ રાજના જાસૂસોને સોંપાયું જાસૂસોને પ્રયત્ન સફળ થયો. થોડા દિવસોમાં સમાચાર મળ્યા કે રાજનો એ વેત હતી અત્યારે સુદર્શનપુરમાં માલવપતિ ચંદ્રયશ રાજવીની હસ્તિશાળાને શોભાવી રહ્યો છે ! અને મિથિલાપતિ નમિરાજને દૂત એક દિવસ માલવપતિ ચંશની રાજસભામાં જઈ પહોંચ્યો. એણે મિથિલાપતને સંદેશો સંભળાવતાં કહ્યું : “રાજન ! એ તહસ્તી અમારે છે, માટે અમને એ પાછો સોંપી દ્યો !” પણ માલવપતિએ એ માગણી નકારી કાઢી અને દૂત ખાલી હાથે પાછો ફર્યો. મિથિલાપતિએ એમાં પિતાનું અપમાન માન્યું. અને હા ને નાના વેરની જેમ વાત યુદ્ધ બારણે આવી ખડી થઈ. જે વાતને નિકાલ રાજદૂતો ન લાવી શક્યા, એ વાતને નિકાલ રણભૂમિ ઉપર કરવાની ઘડીઓ ગણાવા લાગી. નગારે ડાંડી પડી, રણભેરીઓ ગાજી ઊઠી અને એક દિવસ મિથિલાપતિના સૈન્ય માલવદેશ તરફ કૂચ શરૂ કરી. વાત એવી તો મમતે ચડી કે એ યુદ્ધનું સેનાપતિપદ મિથિલાપતિ નમિરાજે પિતે લીધું હતું ! મિથિલાપતિએ કેવળ એક હાથીને માટે માલવપતિ ઉપર કરેલી ચડાઈની વાત નગરીમાં ઠેર ઠેર અને ઘેર ઘેર પહોંચી ગઈ હતી. કોઈને આવી શૂરાતનની વાતમાં ભારે રસ પડત હતો, તે કોઈ આવી નકામી ક્રૂરતા જોઈને વિમાસણમાં પડી જતા હતા. નગરીના એકાંત પ્રદેશમાં આવેલ એક ધર્મગારમાં એક પ્રશાંત સાધ્વી રહેતાં હતાં. એમના સેહામણા રૂપે સંયમનો અંચળા પહેરી લીધો લતા. વિલાસ કે વૈભવનું ત્યાં નામ ન હતું, તપ, ત્યાગ અને વૈરાગ્યના ત્રિવેણી સંગમની એ તીર્થભૂમિ હતાં. આધેડ વય છતાં દેહની કાંતિ અને શીલની દીપ્તિ સૌ કોઈને એમના પ્રત્યે આદરભાવ ઉપજાવતી. પણ આવા આદર કે અનાદરની એમને કશી જ ખેવના ન હતી. દુનિયાના રંગોથી એ ધરાઈ ગયાં હતાં અને શીલ અને સદાચારને ચરણે એમણે પિતાની જાતનું સમર્પણ કર્યું હતું. ઇદ્રિને નિરોધ, દેહનું દમન અને મનનું. શુદ્ધીકરણ –અને એ દ્વારા આત્માનાં ઓજસને પ્રગટાવવા એ સતત પ્રયત્નશીલ રહેતાં. એ જ એમને આનંદ હતો, એ જ એમને પરમાનંદ હતો. સંયમની યાત્રામાં સુખ અને શાંતિપૂર્વક એ જીવન વીતાવતાં હતાં. એ સાધ્વીનું નામ હતું સુતા. આ યુદ્ધની વાત જ્યારે એમના કાને પડી ત્યારે એમની શાંતિ ભંગ થયો, એમનું ચિત્ત અસ્વસ્થ બની ગયું, અને એમનું અંતર કારી ઊડ્યું: “ભાઈ ભાઈને મારશે ?” અને બીજે દિવસે નગરજનોએ જોયું કે સાધ્વી સુતા પિતાના ધર્માચારને તજીને માલવદેશ તરફ વિહરી ગયાં હતાં. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28