Book Title: Jain_Satyaprakash 1955 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૨J શંકરાચાર્યના લેખને પ્રત્યુત્તર આ કરતાં વધુ કાલ્પનિક તેમજ જૈનધર્મના સાધુઓ માટે વાચકના માનસપટ પર દુભાંગ જાગૃત થાય અને વાચકોને જૈનધર્મ પ્રત્યે દ્વેષ પ્રગટ થાય તેવું લખાણ હવે આવે છે. પ્રસ્તુત લેખમાં આગળ વધતાં લેખક લખે છે કે એકવાર તે (શંકરાચાય) પાટણ કે જ્યાં શેવડાઓનું જોર વધારે હતું ત્યાં ગયા અને રાજાને ત્યાં ઊતર્યા. રાજા જે કે જૈનમતને હતું, તે પણ તેમના (શંકરાચાર્યના) ઉપર ઘણે ભાવ રાખતા હતા. રાજ શેવડાઓની તથા શંકરાચાર્યની સભા થતી. શેવડાઓની રાજસભામાં હાર થવાથી એક દિવસ શેવડાએાએ તેમને સંસાર-વ્યવહારના સવાલ તથા કામ-વિષયના પ્રશ્નો પૂછયા, શંકરાચાય પિતે ત્યાગી હતા, અને સંસારને અનુભવ તેમને ન હેવાથી તે ઉત્તર આપી શક્યા નહિ. આમ લખીને લેખકે જણાવ્યું છે તે મુજબ પાટણના રાજાએ શંકરાચાર્યને પરકાયપ્રવેશની વિદ્યાના બળે પોતાના શરીરમાં પ્રવેશ કરવાનું કહ્યું. શંકરાચાર્ય રાજાના શરીરમાં દાખલ થયાં અને રાણીઓ સાથે તેમણે ભેગવિલાસ કર્યો અને શેવડાઓને પૂર્ણ રીતે હરાવ્યા.” આ સમગ્ર હકીકત કાલ્પનિક અને લેખકનું કેવળ અજ્ઞાનતાનું હાસ્યજનક પ્રતીક છે. પહેલી વાત એ છે કે, શંકરાચાર્ય પાટણ શહેરમાં આવ્યા કઈ એતિહાસિક ગ્રંથોમાં ઉલ્લેખ આવતું નથી. જ્યારે “શાંકરદિગ્વિજય” તેમજ અન્ય તે કાલના ગ્રન્થના આધારે આ પ્રસંગનું મૂળ કોઈ અન્ય ઘટના છે. તે આપણે વિચારીએ–શંકરાચાર્ય દિગ્વિજ્ય કરતાં કરતાં દક્ષિણમાં કાંચી નગરીમાં મંડન મિશ્ર પંડિતની પ્રસિદ્ધિ સાંભળીને ત્યાં આવે છે. મંડનમિશ મીમાંસક દર્શનને ધુરંધર વિદ્વાન છે. શંકરાચાર્ય તેની સાથે શાસ્ત્રાર્થ કરીને તેને પરાજય કરે છે પણું મંડન મિશ્રની વિચિણ સ્ત્રી સરસ્વતી સ્વયં–શંકરાચાર્યને પિતાની સાથે શાસ્ત્રાર્થ કરવાનું કહે છે. તે સમયે સરસ્વતી શંકરાચાર્યને કામશાસ્ત્રોના પ્રશ્ન પૂછે છે. તેમાં શંકરાચાર્યને તે વિષયને અનુભવ ન હોવાથી તેઓ મૌન રહે છે અને છ માસની મુદત માગે છે. પરિણામે પોતાની પરકાયપ્રવેશની વિદ્યાના બળે તેઓ રાજાના શરીરમાં પ્રવેશ કરી રાજાના અતઃપુરમાં જઈ કામશાસ્ત્રનો અનુભવ મેળવીને સરસ્વતીનો પરાજ્ય કરે છે. આ મુજબની હકીકત સ્પષ્ટ હોવા છતાં કેવળ શંકરાચાર્યની ગમે તે પ્રકારે મહત્તા સિદ્ધ કરવા દ્વારા જૈન સાધુઓને ઉતારી પાડવા માટે પ્રસ્તુત લેખમાં જે બધી કાલ્પનિક અવ્યવહાર અને જૈનધર્મ પ્રત્યે વિષ પ્રગટે તેવી હકીકત રજૂ થઈ છે, તે ખરેખર શોચનીય છે. શંકરાચાર્ય જેવા દાર્શનિક વિદ્વાન, ત્યાગી, અને સંસારવિમુખ જ્ઞાનીને રાજાના શરીરમાં પ્રવેશ કરીને રાજાના અંતઃપુરમાં જઈ આ બધું કરવું પડે તે પણ શું એક ત્યાગી ધર્મપ્રચારકને છાજે તેવું છે? આ સદાચાર કે અનાચાર ? અનાચાર સેવીને ધર્મપ્રચારકે શાસ્ત્રાર્થમાં વિજય મેળવો એ છે? અને રાજા પિતાની સ્ત્રીઓ સાથે કામગ માટે શંકરાચાર્યને સંમતિ આપે–આ બધું કોઈ પણ પ્રાપ્ત મનુષ્યની બુદ્ધિમાં ઊતરે તેવું નથી જ. પ્રસ્તુત ઘટનામાં પાટણ શહેર અને ત્યાંના રાજાને પરિચય અને જૈન સાધુઓની સાથે શાસ્ત્રાર્થ –આ સમગ્ર પ્રસંગ તદન ઉપજાવી કાઢેલો છે. લેખકને કદાચ કોંકણું કે કોઈ અજ્ઞાન લેખકનું નિરાધાર લખાણ આ હકીક્તના સમર્થનમાં મળ્યું હોય તે પણ તે કઈ રીતે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28