Book Title: Jain_Satyaprakash 1955 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક:૨] શંકરાચાયના લેખને પ્રત્યુત્તર ૩૧ આ બધુ કેટ-કેટલું કાલ્પનિક અને અસંગત છે ? ખરી હકીક્ત તો એ છે કે શંકરાચાર્ય ગુજરાતના પાટણ શહેરમાં આવ્યા નથી, અને આવા કંઈ પ્રસંગ અન્યા જ નથી. શ ંકરાચાના દિગ્વિજયને પ્રદેશ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર ભારત હતો, અને મુખ્યત્વે તેમણે તે તે પ્રદેશામાં કેવળ રાજ્યાશ્રય મેળવીને બૌદ્ધોની સામે આંદોલન ઊભાં કરી તેમના ઉપર વિજય મેળવી હિંદુ રાજ્યાની સહાયથી બૌદ્ધોને ભારત બહાર કાઢી મૂકયા છે, એમ તેમના વિષેના ચરિત્રગ્રંથામાં ઉલ્લેખ આવે છે. ( આમ અતિહાસિક ઘટના હોવા છતાં પરમાર્થ 'ના લેખકને તત્કાલીન ઇતિહાસનું કશું જ જ્ઞાન નહિ હેાવાથી બૌદ્ધોને સ્થાને શેવડા-જૈન સાધુએાને મૂકીને સમગ્ર લેખમાં સ્થાનેસ્થાને કેવળ પોતાની અજ્ઞાનતા તથા જૈન ધર્મ પ્રત્યેના સપ્રદાય દ્વેષ વચ્ચેા છે. - પરમાથ’ જેવા સર્વ આસ્તિક ધર્મ-દર્શનાના ત્યાગ, વૈરાગ્ય ભક્તિ, જ્ઞાન, ઇત્યાદિ તત્ત્વોના સમન્વય કરી, આજના માહ-મૂઢ, અજ્ઞાન જીવોને સોધતા સંદેશ આપતા માસિકમાં આવા કલહકારી, કાઈ પણ ધર્મ સંપ્રદાય પ્રત્યે દ્વેષ વધારનારાં લખાણો ન જ પ્રગટ થવાં જોઇએ; એમ મારે તેના સંચાલકોન સ્પષ્ટ રીતે જણાવવું જોઇ એ. આશા છે કે ' શકરાચાય ' લેખના લેખક પોતાની મહાન ક્ષતિઓને સમજી પોતાની અજ્ઞાન જન્ય સ્ખલનાએનુ પરિમાર્જન કરે, અને ફરી આવું કલહકારી લખાણ લખવાનુ દુ:સાહસ ન કરે. તેમજ ‘ પરમાર્થ 'ના સંચાલકા પોતાના માસિકમાં પ્રસિદ્ધ થયેલા આ લેખને અંગે પેાતાનું કર્તવ્ય સમજી આ પ્રત્યુત્તને યોગ્ય સ્થાન આપી, પોતાની ક્ષતિને સુધારશે ? તા. કે. પરમા` ' માસિકમાં પ્રસિદ્ધ કરવા માટે આ લેખ તા. ૬-૯-૫૫ ના મેકલેલ છે, છતાં હજુ તે પ્રસિધ્ધ થયા નથી ' [ અનુસ'ધાન પૃષ્ઠ : ૩૨ થી ચાલુ ] [ 3 ] અલાહાબાદનિવાસી મહામહેાપાધ્યાય ૫. ગગાનાથ એમ. એ.ડી. એલ એલ. લખે છે કે “ જ્યારથી મે' શકરાચાર્ય દ્વારા કરાયેલા જૈન સિદ્ધાતનુ ખંડન વાંચ્યુ' ત્યારથી જ મને વિશ્વાસ બેસી ગયા કે આ સિદ્ધાંતમાં ઘણુ ઘણું છે, જેને વેદાંતના આચાર્યો સમજ્યા નથી અને હજી સુધી જેટલા જૈનધર્મને (તેમના જ ગ્રંથો દ્વારા ) જાણી શક્યો છું તેલાથી મારે એ વિશ્વાસ દૃઢ થઈ ગયા છે કે તેઓ ( શકરાચાર્ય ) જૈનધર્મને તેના મૂળ ગ્રંથામાં જોવાતુ કષ્ટ ઉઠાવત તે તેમને જૈનધર્મ સાથે વિરાધ કરવાની કોઈ પણ વાત ન મળત. આમ છતાં પરમાર્થ' માસિકના સંચાલકો અને ‘ શકરાચાર્ય' 'ના લેખકે આવા લેખાદ્વારા હિંદુધર્મા શો પરમાર્થ કરવા ધાર્યું છે એ તે તે જાણે, પણ આવા લેખો આજના વિજ્ઞાન અને ઐતિહાસિક યુગની કસોટીમાં કેવળ હાસ્યાસ્પદ લાગ્યા વિના ન જ રહે. હા, જનતાને અંધશ્રદ્ધાના વમળમાં ફસાયેલી રાખવા માટે જ તેમનું આ લખાણ હાય તે અમારા એ સામે પ્રતિવાદ નથી પરંતુ જિજ્ઞાસુ વ માં દર્શન, ઇતિહાસ અને લેખનશૈલીથી શૂન્ય આવા લેખાથી શંકરાચાર્ય જેવા વિદ્વાનની મહત્તા પ્રગટ થાય એમ અમે માનતા નથી. આવી અધિકાર ચેષ્ટા કરવા પહેલાં પરમાર્થ 'ના સંચાલકા અને શંકરાચાર્ય 'ના લેખક જૈનધર્મના ગ્રંથેનું અધ્યયન કર્યાં પછી જ કંઈ પણ લખવા પ્રવ્રુત્તિ કરે એ ઇચ્છનીય ગણાય, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28