Book Title: Jain_Satyaprakash 1955 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org શ્રી. શંકરાચાર્ય વિશે બે સમર્થ વિદ્વાનોના અભિપ્રાય (સંપાદકીય) પરમાર્થ ' માસિકમાં પ્રગટ થયેલ “શંકરાચાર્ય ' શીર્ષક લેખ વિશે આ અંકમાં જ પૂ. પં. શ્રી કનકવિજ્યજી ગણિવયે તેની અનૈતિહાસિક અને અવ્યવહારુ હકીકતનો સચોટ પ્રત્યુત્તર આપ્યો છે એટલે એ વિશે વધુ ને જણાવતાં “પરમાર્થ’ના સંચાલકે અને શંકરાચાર્ય 'ના લેખકને અમે શ્રી. શંકરાચાર્ય વિશે હિંદુધર્મના સમર્થ દાર્શનિક વિદ્વાનોના અભિપ્રાય તરફ પણ ધ્યાન આપવા સૂચવીએ છીએ. અલબત્ત, શ્રી શંકરાચાર્ય વેદાંત ધર્મના અતવાદના મહાન પુરસ્કર્તા તરીકે દાર્શનિક જગતમાં જાણીતા છે; પરંતુ અદ્વૈતવાદનું સમર્થન કરતાં તેમણે છ દર્શને સામેના પ્રતિવાદમાં જે પ્રતિભા બતાવી છે તેની તુલનામાં સ્યાદ્વાદ મત સામેના પ્રતિવાદમાં તે તેઓ હતપ્રભ થયેલા જોવાય છે. શ્રી. વેદવ્યાસે રચેલા “બ્રહ્મસૂત્ર'ના નૈવામિત્રરંમવાર (૫૦ ૨, પ્ર. ૨, સૂ૦ ૩૩) ઉપર શ્રી. શંકરાચાર્યે જે ભાષ્ય રચ્યું છે તેમાં સ્યાદ્વાદ સિદ્ધાંતનું ખંડન કરવા તેમણે કલમ તે ઉઠાવી છે પણ એ ખંડન સ્યાદ્વાદના મંતવ્યનું મૂલગામી નથી. વસ્તુતઃ શ્રી. શંકરાચાર્યું સ્યાદ્વાદ જેવા ગહન સિદ્ધાંતનું ઊંડું અવગાહને કર્યું હોય એમ લાગતું નથી. એ વિશે અમે કંઈ પણ જણાવીએ એ કરતાં હિંદુધર્મના સમર્થ દાર્શનિક વિદ્વાનોએ શંકરાચાર્યે કરેલ સ્યાદ્વાદ સિદ્ધાંતના ખંડન માટે આપેલા બે અભિપ્રાયો જ અહીં પ્રસ્તુત કરીએ છીએ. કાશી-હિંદુ વિશ્વવિદ્યાલયના દર્શનશાસ્ત્રના મુખ્ય આચાર્ય શ્રીયુત ફણિભૂષણ અધિકારી એમ. એ. લખે છે કે “સ્યાદ્વાદને સિદ્ધાંત ઘણું જ મહત્ત્વપૂર્ણ અને આકર્ષક છે. આ સિદ્ધાંતમાં જૈનધર્મની વિશેષતા સ્પષ્ટ થાય છે. આ સ્યાદાદ’ જ જૈનધર્મની અદ્વિતીય સ્થિતિ પ્રકટ કરે છે. છતાં કેટલાકને “સ્વાહાદ” એ ગૂઢ શબ્દ માલૂમ પડે છે અને કેટલાક તેને હાસ્યાસ્પદ સમજે છે. પરંતુ જૈનધર્મ માં આ એક શબ્દ દ્વારા જે સિદ્ધાંત ઝળકી રહ્યો છે એને ન સમજવાથી જ કેટલાક લોકોએ તેનો ઉપહાસ કર્યો છે. આ અજ્ઞાનતાના કારણથી જ કેટલાક લેકેએ તેમાં દોષ તેમજ ભિન્ન ભિન્ન અર્થોનું આરોપણ કર્યું છે. હું તે ત્યાં સુધી કહેવાનું સાહસ કરું છું કેવિદ્વાન શંકરાચાર્ય સમાન પુરૂષ પણ આ દોષથી બચી શકયા નથી. તેમણે પણ આ સ્યાદ્વાદ ધર્મ પર અન્યાય કર્યો છે. સાધારણ યોગ્યતાવાળે જો આવી ભૂલ કરે તો તે માફ કરી શકાય પરંતુ મને સાફ કહેવા દેવામાં આવે તે હું કહીશ કે–ભારતના એવા મહાન વિદ્વાન માટે આવે અન્યાય અક્ષમ્ય છે. જે કે હું આ મહર્ષિને ખૂબ આદરભરી દૃષ્ટિએ જોઉં છું છતાં મારે એ સાફ કહેવું પડે છે કે–તેમણે “વિવસન સમય અર્થાત “નગ્ન લેકેને સિદ્ધાંત' એવું અનાદરસૂચક નામ જૈનધર્મનાં શાસ્ત્રો માટે આપ્યું છે તે કેવળ જૈન મનું અધ્યયન ન કરવાનું જ પરિણામ છે. (જુઓ: અનુસંધાન પૂd: ૩૧). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28