Book Title: Jain_Satyaprakash 1955 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવંત ખંડેર લેખક: પૂ. મુનિરાજ શ્રીચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ ) ખંડેરોમાં ભમી રહ્યો હતે એમાં કોતરેલી બારીક કેરણી સૂક્ષમ રીતે જોઈ રહ્યો હતે. કેવી નાજુક એની કેરણી હતી! અને એનું અદ્દભુત શિલ્પ...! શિલ્પ જતાં તે ભાવનાને ચરણે મસ્તક નમી જાય. પણું એટલામાં પાછળથી એક ઘેરે અવાજ આવ્યું. મેં પાછા ફરીને જોયું તે કંઈ જ ન મળે. હું આગળ વધ્યું, ત્યાં ફરી અવાજ આવતે સંભળાયા. હું થંભે. કેઈ કાંઈ કહેવા માગતું હતું. કેયુ હતું, ક્યાં હતું–કાંઈ ખબર ન પડી; પણ ખરે અવાજ તે હજુ પણ આવી જ રહ્યો હતે. જાણે પ્રત્યેક યાત્રિકને પિતાના જીવનની દર્દકથા કહેવા ન માગતું હોય એવો એ ઘેરે અવાજ હતા: માનવ, આ સ્થાન એક દિવસ કેવું ભવ્ય અને સુંદર હતું! અહીં–આ નમેલા ઝરૂખામાં આશા ભરેલા હૈયાવાળી મદમસ્ત રાજકન્યાઓ બેસતી અને નેહભરી નજરથી નગરને નિહાળતી. અને નગરવાસીઓ આવે ટાણે કહેતા કે ઝરૂખામાં તે શરદ પૂનમને ચાંદ ખીલ્યો છે ! અહીં–આ બારીક અને નાજુક શિ૯પવાળા સિંહાસન ઉપર રાજકુમાર બેસતા, અને પ્રતાપ તેમજ પરાક્રમથી સૂર્યની સામે પણ છાતી કાઢતા. પૌરજને એમના પૌરુષને જોઈને કહેતા: ગગનને સૂર્ય તે રાત્રે આથમી જાય છે, પણ આ તે જ્યારે જુઓ ત્યારે પ્રકાશે છે, અહીં-તું ઊભે છે ત્યાં–તે માનવઉત્સવ જામતે. દેશદેશના સોદાગરે આવતા તેજસ્વી રત્ન, પ્રકાશ ઝરતા હીરા, પાણીદાર મેતી, ચીનાંશુક વસ્ત્રો લાવતા અને અમારા ખેાળામાં પાથરતા. “તે દિવસે અમે અમારી જાતને ધન્ય ધન્ય માનતા અને ગર્વ તેમજ ગૌરવથી અમે અદ્ધર થતા. “આજ પણ એ અમે જ છીએ, જ્યાં કાગડા પણ માળા બાંધતાં ગભરાય છે અને શિયાળે પણ અંદર આવતાં ભય પામે છે. કાળના વિકરાળ હાથે અમને ખંડેરમાં ફેરવી નાખ્યા. અમારા દિવસો હવે આથમી રહ્યા છે. હવે અમને કઈ મહેલ નથી કહેતું પણ ખંડેર કહે છે. અમારી જીવન સંધ્યાને આ છેલ્લે પ્રકાશ છે. એટલે અમારે તને એક અનુભવવાણું કહેવી છે: “આ રીતે પથ્થર પર કોતરેલું શિલ્પ નાશ પામે છે, પણ માનવહૃદય પર કોતરેલું સંયમ અને મંત્રીનું અમર શિપ કદી નાશ પામે ખરું? કાળના અનંત થર પર પણ એ કાર્ય શાશ્વત રહે છે. ભ૦ મહાવીરે માનવહૃદય પર કોતરેલું શિ૯૫ આજ પણ નૂતન નથી લાગતું - “તે મારા ભાઈ! તું પણ એવું કાંઈક કરજે કે જેને કાળ ન ખાય પણ એ કાળને ખાય! For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28