Book Title: Jain_Satyaprakash 1955 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દક્ષિણમાં જૈન ધર્મ
[ સમ્રાટ ખારવેલ]
પ્રકરણ ૧ લેખક : શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી સમ્રાટ ખારવેલે કોતરાવેલ શિલાલેખની શેધ સંબંધી જે નોંધ ઉપલબ્ધ થાય છે તે આ પ્રમાણે છે – ઈ. સ. ૧૮૨૦માં સ્ટર્લિંગ નામક મિશનરી સાહેબે એ પહેલી વાર જોયો એ એનો અર્થ બરાબર કરી શક્યો નહીં એટલે એ સંબંધી ચર્ચા જુદા જુદા પત્રોમાં શરૂ થઈ. એને ઊકેલ આણવા કેટલાક વિદ્વાનો એકઠા પણ મળ્યા. એમાં ડૉ. ટોમસ, મેજર કી, જનરલ કનિંગહામ, પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ આદિએ ભાગ લીધો હતો. જો કે એ વેળા એ અંગે તેઓ કાઈક્કસ નિર્ણય લઈ શક્યા નહીં, અને ભારત સરકારે એ વિષયમાં પ્રયાસ ચાલુ રાખવા એમ ઠરાવાયું. ભારતવર્ષમાં નામાંકિત સંશોધકો શ્રી. જાયસ્વાલ, શ્રી. રખાલદાસ બેનર્જી, શ્રી. ભગવાનદાસ ઇન્દ્રજી અને શ્રી. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ આદિના એ સંબંધી પ્રયત્ન ચાલુ હતા. લગભગ ઈ. સ. ૧૯૧૭ પર્યત એ અંગેના અભ્યાસપૂર્ણ પ્રયત્ન ચાલુ રહ્યા હતા, અને પં. સુખલાલજી આદિના સંપર્ક પછી એ વિદ્વાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે-આ શિલાલેખથી જૈનધર્મ ઉપર સુંદર પ્રકાશ પડે છે એટલું જ નહીં પણ ભારતવર્ષના ઇતિહાસ પર અજવાળું પાથરનાર આ મહત્ત્વનો શિલાલેખ છે. અહીં એ સંબંધી લંબાણથી વિવરણ કરવાની જરૂર નથી, કેમકે હાથીગુફાના લેખ તરીકે આજે તે એ જગમશહૂર બને છે અને કેટલીયે ભાષામાં એનું ભાષાંતર પણ થઈ ચૂકયું છે અને તે જુદી જુદી રીતે પ્રગટ પણ થઈ ગયું છે.
અહીં તે એ શિલાલેખના સર્જક તરીકે સમ્રાટ ખારવેલ સંબંધી કેટલોક જાણવા જેવો વૃત્તાંત અગાઉ જણાવી ગયા તે મુજબ એક મરાઠી પુસ્તકના આધારે આપવાનું છે.
ભગવંત મહાવીરસ્વામીના સમયમાં લિંગદેશની રાજ્યાની કંચનપુર હતી અને જૈન સંશોધકે એના સ્વામી મહારાજા સુચનથી ઈતિહાસની શરૂઆત કરે છે. જેનેતર વિદ્વાને એ રાજધાની પર સુરથ રાજા રાજ્ય કરતા હતા ત્યારથી કરે છે. સંભવિત છે કે સુચન અને સુરથ બન્ને એક જ હોય, કેમકે તેમના રાજ્યકાળમાં ઝાઝું અંતર નથી. મહારાજા સુચન નિઃસંતાન હતા. એમણે પિતાના સામ્રાજ્ય પર વૈશાલીપતિ ચેટકરાજના પુત્ર, અને પિતાના જમાઈ શોભનરાયને વારસ નીમ્યા. વીર સંવત ૧૮ માં શોભનરાય કલિંગાધિપતિ બન્યા.
ચેટક મહારાજા ચુસ્ત જૈનધમાં હતા એ વાત સુપ્રસિદ્ધ છે અને તેમના આ સંતાનમાં જૈનધર્મને વારસો ઊતરી આવેલ હતો જ. આ રાજવીએ કુમારીપર્વત પર કેટલાંક મંદિરે બાંધ્યાં હતાં. વળી પિતાના પરાક્રમ વડે રાજ્યનો વિસ્તાર પણ વધાર્યો હતો. આ શેભરાયની પાંચમી
For Private And Personal Use Only