Book Title: Jain_Satyaprakash 1955 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૦ ઉત્તર દિશામાં –
"सं. १४७८ वर्ष वैशाख सुदि ५ दिने प्राग्वाट ज्ञातीय व्य. बेला भार्या करणू पुत्र हेमसिह सहित समोसरण श्रीशांतिनाथबिंब प्रतिष्ठितं सूरिभिः ॥" પશ્ચિમ દિશામાં
___“ सं. १४७८ वैशाख शुदि ५ दिने प्रा ग्वाट ज्ञातीय व्य० गणदेवसुत विजयपाल सुत व्य० धणपाल सुत व्य० कर्मसिंह सुत व्य० रामसुत व्य० देहला समोसरण श्रीशांतिनाथबिंब प्रतिष्ठितं सूरिभिः॥" દક્ષિણ દિશામાં –
" सं. १४७८ वैशाख शुदि ५ दिने प्रा ग्वाटज्ञातीय व्य० देला भार्या कर्मादे पुत्र મહા સુત.................શ્રીરાંતિનાથવિંä પ્રતિષ્ઠિતં સૂરિમિઃ | ”
દેરાસર નાનું છે. થોડાં વર્ષો પહેલાં જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આને જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આને વહીવટ પણ એ જ પેઢીના હસ્તક છે. મારવાડી કાર્તિક સુદિર ના દિવસે મેળે ભરાય છે.
દેરાસરની બહાર નાની બે ખંડની બારણા વિનાની ધર્મશાળા છે. એક બાજુએ સામાન રાખવા એરડી બનાવેલી છે. એક કૂવે છે અને સ્નાન કરવાની સગવડ છે.
૨. સેડા ઘાણેરાવથી ૩ માઈલ દૂર સેડા ગામ છે. આ નાના ગામમાં જૈનોની વસ્તી નથી. અહીં આવેલા જિનમંદિરમાં સં. ૧૮૯૩માં પાલીના સંઘે અંજનશલાકા કરાવેલી મૂર્તિ પ્રતિષ્ઠિત છે. એટલે એ સમયે અહીં જેન વસ્તી હોવી જોઈએ. આ ગામના કેટલાક જૈને. સાદડીમાં વસે છે. તેઓ શા કારણે ગામ છોડીને ચાલ્યા ગયા એ એમને ખબર નથી. એમના બાપ દાદાઓ સેડાથી અહીં આવેલા એટલું જ માત્ર જાણે છે.
સોડા ગામથી બે માઈલ દૂર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. જ્યારે બંધાયું હશે એ જાણવામાં નથી. થોડાં વર્ષો અગાઉ ઘાણેરાવના શ્રીસંઘે આ જીર્ણ મંદિરને મૂળથી ઉદ્ધાર કરવાની શરૂઆત કરી હતી. તેમાં મૂળ ગભારે અને શિખરે બંધાઈ જતાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભ. આદિ ત્રણ મૂર્તિઓને પધરાવવામાં આવ્યાં પરંતુ–દંડ ધજા અને કળશ હજી ચડાવ્યા નથી. સભામંડપ કરવાનું બાકી રહ્યો છે. જુના દેરાસરની કુંભીના પથ્થર આસપાસ પડેલા છે.
આ ગામની ચારે તરફ પહાડીઓ છે. પ્રાણીને ઉપદ્રવ પણ રહ્યા કરે છે. દેરાસર જંગલમાં એકલું પડી ગયું છે. અહીં શ્રાવકેનો વસવાટ નથી. તેમજ કઈ સાધુ-સાધ્વીઓની અવરજવર નથી. યાત્રીઓ પણ જવલ્લે જ આવે છે. આવી સ્થિતિમાં આ દેરાસરની પ્રતિમાઓ બીજે આપી હોય તે પૂજા થતી રહે અને આશાતનાના ભયથી ઊગરી જવાય. મારવાડી અષાડ વદિ ૧૩ ના રોજ મેળો ભરાય છે.
શેઠ આણંદજી કલ્યાણની પેઢીથી પ્રકાશિત “જૈન તીર્થ સર્વસંગ્રહ'ના કઠામાં આ ગામના દેરાસરનો ઉલ્લેખ શા કારણે રહી જવા પામ્યો હશે?
એક જૂની ધર્મશાળા છે. આ ધર્મશાળાના બારણાની બહાર એક બગીચે અને અરટ છે. નવી ધર્મશાળા સાદડીવાળાએ કરાવી છે.
For Private And Personal Use Only