Book Title: Jain_Satyaprakash 1955 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સાહિત્યમાં યાત્રી અને સાર્થવાહ
[ પહેલીથી છઠ્ઠી સદી સુધી] લેખક-ડો. મોતીચંદ્ર (ડાયરેકટર ઃ હિંસ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ)
જૈન અંગો, ઉપાંગે, છેદો, ચૂર્ણિઓ અને ટીકાઓમાં ભારતીય સંસ્કૃતિના ઇતિહાસને મસાલો ભર્યો પડ્યો છે, પરંતુ ભાગ્યવશ હજી આપણું ધ્યાન એ તરફ ગયું નથી. એનાં કેટલાંયે કારણો છે, જેમાં મુખ્ય તે જૈનગ્રંથની દુષ્માતા અને દુર્બોધતા છે. થોડા ગ્રંથ સિવાય, અધિકાશે જૈન ગ્રંથ કેવળ ભક્તોના પઠન-પાઠનને માટે જ છાપવામાં આવેલા છે. એના છાપવામાં નથી શુદ્ધિને ખ્યાલ રાખવામાં આવ્યો કે નથી ભૂમિકાઓ અને અનુક્રમણિકાઓને પણ. ભાષા સંબંધી ટિપ્પણીઓને આમાં સદા અભાવ જ હોય છે, જેથી પાઠ સમજવામાં ઘણી મુશ્કેલી પડે છે. સંસ્કૃતિના કોઈ પણ અંગના ઇતિહાસ માટે જેના સાહિત્યમાં મસાલો શોધવા માટે ગ્રંથને આદિથી અંત સુધી પાઠ ક્યો વિના ગતિ નથી. પરંતુ હૃદય કઠણ બનાવીને એકવાર એમ કરી લેતાં આપણને પત્તો લાગવા માંડે છે કે જેન ગ્રંથના અધ્યયન વિના ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં પૂર્ણતા આવી શકે નહિ. કેમકે, જૈન સાહિત્ય ભારતીય સંસ્કૃતિનાં કેટલાંક એવાં અંગે પર પ્રકાશ નાખે છે જેનો બૌદ્ધ અથવા સંસ્કૃત સાહિત્યમાં પત્ત પણ લાગતો નથી. અને પત્તો લાગે છે તે તેનું વર્ણન ઉપલક દષ્ટિએ જ હોય છે. ઉદાહરણ માટે સાર્થવાહનું પ્રકરણ જ લે. બ્રાહ્મણ સાહિત્ય દૃષ્ટિકોણની વિભિન્નતાથી, આ વિષયમાં બહુ ઓછો પ્રકાશ નાખે છે. એથી વિરુદ્ધ બૌદ્ધ સાહિત્ય અવશ્ય આ વિષય પર અધિક અને વિસ્તૃતરૂપે પ્રકાશ નાખે છે છતાંયે તેને ઉદ્દેશ કથા કહેવા તરફ વિશેષ હોય છે. આથી જ બૌદ્ધ સાહિત્યમાં સાર્થવાહની કથાઓ વાંચીને આપણે એ બરાબર ન બતાવી શકીએ કે આખર તેઓ કે વેપાર કરતા હતા અને તેમનું સંગઠન કઈ રીતે થતું હતું ? પરંત જૈન સાહિત્ય તે વાળની ખાલ ઉખેડી નાખનારું સાહિત્ય છે. તેને કવિત્વમય ગદ્ય સાથે કઈ મતલબ નથી હોતી. તે તે જે વિષય પકડે છે તે સંબંધે જે કંઈ પણ તેને જ્ઞાન હોય તે લખી દે છે. પછી ભલે કથામાં સુસંગતિ આવે ! જેનધર્મ મુખ્યતઃ વેપારીએનો ધર્મ હતો અને છે. આથી જૈન ધર્મગ્રંથોમાં તેની ચર્ચા આવે એ સ્વાભાવિક છે. સાથોસાથ સાધુ સ્વભાવથી જ ફરતા હોય છે. એટલે એમનું ફરવું આંખો બંધ કરીને નહોતું થતું. જે જે જગાએ તેઓ જતા ત્યાંની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિઓનું તેઓ અધ્યયન કરતા; તેમજ સ્થાનીય ભાષાઓને પણ તેઓ એ માટે શીખતા કે એ ભાષામાં જે તેઓ ઉપદેશ આપી શકે. આગળ અમે એ બતાવવાનો પ્રયત્ન કરીશું કે, જૈન સાહિત્યથી વેપારીઓનું સંગઠન, સાર્થવાહોની યાત્રા ઇત્યાદિ પ્રકરણ પર છે. પ્રકાશ પડે છે. જેને અંગ અને ઉપાંગ સાહિત્યને કાળનિર્ણય તે કઠણ છે. પરંતુ અધિકતર અંગસાહિત્ય ઈસાની આરંભિક શતાબ્દીઓ અથવા તે પહેલાનું છે. ભાષ્ય અને ચૂર્ણિએ ગુપ્તયુગ અથવા તે પછીનાં છે; પરંતુ એમાં સંદેહ નથી કે તેમાં સંગ્રહીત મસાલે ખૂબ પ્રાચીન છે.
વેપારના સંબંધમાં સાહિત્યમાં કેટલીક એવી પરિભાષાઓ છે જેને જાણવી આવશ્યક છે, કેમકે બીજા સાહિત્યમાં પ્રાયઃ એવી વ્યાખ્યાઓથી આપણને એ પણ પત્તો લાગે છે કે માલ કયા કયા સ્થાનમાં વેચાતે હતો તથા પ્રાચીન ભારતમાં માલ ખરીદવા વેચવા તથા લાવવા લઇ જવામાં જે ઘણુંએક બજાર હતાં તેમાં કયા કયા ફરક રહેતો હતે.
| ( બિહાર રાષ્ટ્રભાષા પરિષદ-પટણાથી પ્રકાશિત સાર્થવાહ' નામક મહત્ત્વપૂર્ણ ગ્રંથના એક અધ્યયનને પ્રારંભિક અંશ—અનુદિત જીનવાણીમાંથી–પૃ. ૧૨ અંક: ૧ માંથી)
For Private And Personal Use Only