Book Title: Jain_Satyaprakash 1955 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રી ઠાકરસી શાહના રાસનું પર્યાલોચન
લેખક : શ્રીયુત અગરચંદજી નાહટા ‘મ શ્રી ઠાકરસી શાહનો રાસ' અનુસાર સરકિયા પોરવાડ ઠાકરશી શાહ જૂનાગઢના રાજા ખેંગારના મંત્રી હતા. રાજા કોઈ કારણવશાત ફુટ થઈ જતાં મંત્રી સમુદ્ર માર્ગે દક્ષિણ પ્રાંતના વાકનઉરપુરમાં પહોંચ્યો અને વેપાર આદિ કરતાં ત્યાંના નરેશ્વર હરિયડના મંત્રી બન્યા. મંગળપુરના પડીરાયનો ઉપદ્રવ શાંત કરવા માટે તેમણે સૈન્ય સાથે આક્રમણ કરવાની તૈયારી કરી હતી.
મળી આવેલા રાસમાં, બસ આટલે સુધીનું જ વર્ણન છે. રચના અપૂર્ણ છે. તેથી આક્રમણની સફળતા અને પરવતી શુભ કાર્યો જાણવા માટે એની પૂર્ણ પ્રતિ મળે એ જરૂરનું છે.
આમાં સર્વપ્રથમ જૂનાગઢના ખેંગારની માહિતી મેળવવી જરૂરી છે, જેથી ઠાકરસીને સમયનિર્ણય થઈ શકે. અમારા ઈતિહાસ વિદ્વાન મિત્ર–હિંદુ કેલેજ, દિલ્હીના પ્રોફેસર ડે. દશરથ શર્માને પૂછતાં તેમણે બેંગાર વિશે નિક્ત વર્ણન મોકલ્યું છે;
“આ ખેંગાર જૈન સાહિત્યમાં સારી રીતે ખ્યાતિ પામેલે રાજા મહિપાલનો પુત્ર હતો. એને રાજ્યની ઘટનાવલીથી જણાય છે કે, આ રાજા શૂરવીર અને મનસ્વી હતો. પિતાના દેશને સ્વતંત્ર કરવાની તેના હૃદયમાં પ્રબળ અભિલાષા હતી. “મિરાતે મુસ્તફાબાદ” માં લખ્યું છે કે, તેણે સેમિનાથમાંથી મુસલમાનોને કાઢી મૂક્યા અને અનેક ધર્મસ્થાને અધિકાર રજપૂતને આપી દીધો. પ્રાયઃ આ જ સમયે ગુલામ સેનાપતિ તકીએ દિલ્હી વિરુદ્ધ વિદ્રોહ કર્યો. ખેંગારે તેને સહાયતા આપી. મહમદ બિન તઘલખ આ સમયે દક્ષિણમાં હતા. ત્યાંથી વિજય મેળવવાની આશા છોડીને તે ઉત્તર તરફ વળે, ખેંગારને પણ વારો આવ્યો. લગભગ એક વર્ષ સુધી ગિરનારના કિલ્લામાં ભરાઈ રહી તે લડતે રહ્યો. અંતે સને ૧૩૪૯ (વિ. સં. ૧૪૫૬) માં તેને ગિરનાર છોડવું પડયું. એ પછી કેટલે સમય વીતતાં ખેંગારે ઠાકરસી વગેરેથી સહાયતા લઈને ફરીથી પોતાના રાજ્ય ઉપર અધિકાર જમાવ્યો –એ હજી સુધી ઈતિહાસથી અનિશ્ચિત છે.”
રાસમાં જ ખેંગારનું દક્ષિણમાં જવું, ઠાકરસીએ સત્કાર કરે અને તેની સહાયતાથી ખેંગારે ફરી રાજ્યાધિકાર મેળવો વગેરે મહત્ત્વપૂર્ણ બાબતેની સૂચના મળે છે. :
રાસને બીજે ઐતિહાસિક ઉલ્લેખ ઠાકરસીએ વાકનઉરપુરમાં ગમને અને રાજા હરિયડના મંત્રી બનવા સંબંધે છે. વાકનઉરપુર દક્ષિણ કનાડા (તુલુવ પ્રદેશ)નું પ્રસિદ્ધ બંદર હતું.
અહીં દેશ-વિદેશથી અનેક વહાણે આવતાં અને સાફ કરેલા ચોખા, મુજ, અદત, કાનાતર, કાલીકટ વગેરે સ્થાનોમાં લઈ જતાં. આથી ઠાકરસીએ વેપાર માટે અહીં આવવું અને સફળતા પ્રાપ્ત કરવી એ ઉલ્લેખ બરાબર છે.
હરિયડ નામે વિજયનગર સામ્રાજ્યના બે શાસકે થઈ ગયા છે. ખેંગારની સમકાલીનતા જોતાં આ હરિયડ વિજ્યનગરના સ્થાપક હરિહર પ્રથમ જ હોઈ શકે. તેણે સને ૧૩૩૬ થી ૧૩૭૪ સુધી રાજ્ય કર્યું છે. તેને ૮ મંત્રીઓ, ૫ પુરોહિત અને ૭ સામત હોવાની સામાન્ય
જેવી વાત છે. તે મહામંડલેશ્વર પદથી વિભૂષિત હતા. બીજા હરિહરનો સર્વપ્રથમ લેખ સને ૧૩૭૨ ને મળે છે. તેમને મહારાજાધિરાજનું બિરૂદ હતું. સને ૧૪૦૪ માં તેમનું મૃત્યુ થયું. તેને મંત્રી ઈગબ્ધ જૈન હતે.. -
For Private And Personal Use Only