Book Title: Jain_Satyaprakash 1953 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦] શ્રી. જેને સત્ય પ્રકાશ [વર્ષ : ૧૮ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલાના જૈન યુવક મંડળે તા. ૫-૮-૫૩ના રોજ ખાસ ઠરાવ કરીને અને રાજકોટના “જયહિંદ' પત્રે તા. ૬-૮-૫૩ના અંકમાં અગ્રલેખ લખીને સૌરાષ્ટ્ર સરકારનું આ વાત તરફ ધ્યાન દોર્યું તે માટે તે બન્નેને ધન્યવાદ ઘટે છે. એ ઠરાવ નીચે આપવામાં આવ્યો છે. હવે જાણવા મળે છે કે-સૌરાષ્ટ્ર સરકારે આ વાત ઉપર તાત્કાલિક ધ્યાન આપીને આવા બેહુદા લખાણવાળા આ પાઠને રદ કરવાનું ફરમાન કર્યું છે. આ વાતને આટલી ઝડપથી નિકાલ લાવવા માટે સૌરાષ્ટ્ર સરકારને અને એના કેળવણીખાતાને અમે ધન્યવાદ આપીએ છીએ અને એમને આભાર માનીએ છીએ. દરમ્યાન આ પુસ્તકના સંપાદક શ્રી, કાંતિલાલ જોશીએ “હમારી રાષ્ટ્રભાષા” પુસ્તક માંના દાંત વિશેના પાઠમાં જૈનેની લાગણી દુભાય એવી હકીકત તરફ ધ્યાન ન રહેવા બદલ દિલગીરી દર્શાવતું પત્ર “જયહિંદ' પત્રમાં પ્રગટ કર્યો છે તે અમે નીચે આપ્યો છે અને નવી આવૃત્તિમાંથી એ અયોગ્ય પંક્તિઓ રદબાતલ કર્યાનું’ એથી જાણવા મળે છે. આ રીતે પિતાની ભૂલ સુધારી લેવા બદલ સંપાદકને અમે ધન્યવાદ આપીએ છીએ. પરંતુ આ વાત આટલેથી પતી જતી નથી આ પુસ્તક આખા મુંબઈ રાજ્ય માટે પાઠયપુસ્તક તરીકે મંજુર થયેલ હોવાથી મુંબઈ સરકારે પણ આ માટે, સૌરાષ્ટ્ર સરકારની જેમ તરત ઘટતાં પગલાં લેવાની અને આ પાઠને રદ કરવાની જાહેરાત કરવાની જરૂર છે. આશા રાખીએ કે આ માટે મુંબઈ સરકારને વધુ કહેવા-લખવાની જરૂર નહીં પડે. સાવરકુંડલાને ઠરાવ આજરોજ તા. ૧૦-૮-૧૩ના રોજ પૂજ્ય પંન્યાસજી મહારાજ સાહેબ કનકવિજયજી ગણિવરના અધ્યક્ષપણું નીચે મળેલી સાવરકુંડલાના જૈન સંધ સમસ્તની આ સભા- મુંબઈ તેમજ સૌરાષ્ટ્ર વિગેરે પ્રતિની માધ્યમિક શાળાના પાંચમા ધોરણમાં ચાલતી હિંદી પુસ્તિકા “ હમારી રાષ્ટ્રભાષા”ના પાંચમા ભાગમાં સાતમા “દાંત” નામના પાઠમાં ત્રીજા પેરેગ્રાફમાં તેરથી સત્તર લીટીમાં જેનેના પૂજય ધર્મગુરુઓ-જૈન મુનિઓના દાંત માટે જે બેહુદુ-અગ્ય અને સારીયે જેન આલમની લાગણી દુભાય તેવા પ્રકારનું લખાણ કરવામાં આવ્યું છે તેને આ સભા સખ્ત રીતે વડી કાઢે છે. જ્યારે સરકાર બિનમજહબી અને બિનસાંપ્રદાયિક સરકાર તરીકે ઓળખાતી હોય અને દરેકને વ્યક્તિ સ્વાતંત્ર્ય. અને ધર્મ સ્વાતંત્ર્યની બંધારણ દ્વારા ખાત્રી આપે છે, ત્યારે તે જ સરકારના કેળવણી ખાતામાં આવા પ્રકારના ' ધર્મની લાગણી દુભાય તેવા લખાણવાળા પાઠવાળા પુસ્તકે પાઠયપુસ્તકે તરીકે ચાલતા હોય તે કેટલું અયોગ્ય છે? સાથે આ “હમારી રાષ્ટ્રભાષા” ના સંપાદક શ્રી કાંતિલાલ જોષી તેમજ આ “ દાંત ” નામના પાઠના લેખક શ્રી પ્રતાપનારાયણ મિશ્ર તેમજ આ પુ તકના પ્રકાશક ધી જનરલ બુક ડી–આ બધાયે જૈન સમાજના પૂજ્ય સાધુ મુનિમ રાજે માટે જે અસભ્ય ઉલ્લેખ કર્યો છે તે માટે પિતાની દીલગીરી વ્યક્ત કરીને સાથે ભવિષ્યમાં આવું નહિ બને તેવી ખાત્રી આપવી જોઈએ તેમ આ સભા માને છે. અને જ્યાં સુધી આમ ન બને ત્યાં સુધી ભારતભરના જૈન સંઘોએ જોરશોરથી પિતાને વિરોધ વ્યક્ત કર જોઈએ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28