Book Title: Jain_Satyaprakash 1953 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 પ્રતીકારનાં પગલાં અને સફળતા સૈરાષ્ટ્ર સરકારને ધન્યવાદ, મુંબઈ સરકારને વિનંતિ મુંબઈની ધી જનરલ બુક ડીપ તરફથી શ્રી કાંતિલાલ જોશી એમ. એ. એ સંપાદિત કરેલ “હમારી રાષ્ટ્રભાષા” પુસ્તકના સાત ભાગ પ્રગટ થયા છે. આ પુસ્તક મુંબઈ સરકારે હિદી-હિન્દુસ્તાનીના પાઠયપુસ્તક તરીકે મંજૂર કર્યું” છે; અને સૌરાષ્ટ્ર સરકારે પણ પિતાના રાજયમાં અને રાષ્ટ્રભાષાના પાઠયપુસ્તક તરીકે સ્વીકાર્યું છે. આ પુસ્તકના પાંચમા ભાગમાં સાતમા પાઠ તરીકે શ્રી પ્રતાપનારાયણ મિશ્ર “દાંત” ઉપર લખેલ રમૂજ ઉપજાવે એ કટાક્ષ લેખ આપવામાં આવ્યા છે. આ લેખમાં “દાંત” થી સાહિત્યના નવ રસને અનુભવ કેવી રીતે થઈ શકે એનું વર્ણન કરતાં કરતાં દાંતથી થતા બીભત્સ રસના અનુભવને દાખલો આપતાં લેખકે જેનેના મુનિ મહારાજના દાંતના પ્રત્યક્ષ દર્શન કરવાનું નીચેના શબ્દોમાં (પૃ. ૨૭-૨૮)માં લખ્યું છે – "बीभत्स रसका प्रत्यक्ष दर्शन करना हो तो किसी जैनियोंके जैनी महाराज के दांत देख लीजिए, जिनकी छोटीसी स्तुति यह है कि मैलके मारे पैसा ઢવા જાતા ” (આને ભાવાર્થ એ થશે કે જૈન મુનિઓના દાંત એટલા બધા મેલા હોય છે કે એના ઉપર પૈસો ચેટી જાય છે.) આ લખાણ વાંચતાં એમ જ લાગે છે કે, લેખક મહાશયે બીભત્સ રસને આ છેષભર્યો દાખલો ટાંકીને પિતાના લેખને જ બીભત્સ બનાવી દીધો છે. જૈન મુનિઓ માટેનું આવું લખાણ લેખકની જેન-મુનિઓ પ્રત્યેની નારી નિરાદરવૃત્તિ અને દ્વેષભાવનાને જ વ્યક્ત કરે છે સાથે સાથે એ એમની ક્રુર મશ્કરી કરવામાં પણ પાછું પડતું નથી જેને મુનિઓનું જીવન કેવું તપ-ત્યાગ અને સંયમપરાયણ હોય છે, એ માટે લખવાનું આ સ્થળ નથી. જે પુસ્તકમાં આવું સાંપ્રદાયિક દેષ વ્યક્ત કરતું અને ધાર્મિક લાગણીને દુભવે એવું લખાણ હેય તે પુસ્તક જે પાઠયપુસ્તક તરીકે પસંદ કરવામાં આવે છે તેથી કુમળી વયના ઉછરતા બાળકોના દિલમાં જૈનધર્મ અને જૈન મુનિઓ પ્રત્યે તિરસ્કારની લાગણી જમ્યા વગર ન જ રહે. એક સર્વસાધારણ પુસ્તકમાં પણ જો આવું લખાણ હોય તે તે એ પુસ્તક માટે કલંક સમાન લેખાય તે પછી પાઠયપુસ્તક માટે તે કહેવું જ શું? આવા હલકા લખાણવાળું પુસ્તક પાઠવ્યપુસ્તક તરીકે મંજુર જ શી રીતે થઈ શકે? એ જ વિચારવા જેવો મુદ્દો છે. પુસ્તકમાંનું આવું લખાણ એ તે દૂધથી ભરેલા ઘડામાં વિશ્વના ટીપાં નાખવાની જ ગરજ સારે! For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28