Book Title: Jain_Satyaprakash 1953 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૨ 1 અજ્ઞાનને અંજામ | [ ૨૭ અને માને ત્યાં દવાને આગ્રહ કરવા લાગ્યા. માએ બાળહઠને આધીન થઈ ખાડો કરવા માંડવો. તે ખોદતાં તેમાંથી સોનામહોર ભરેલો ચરુ નીકળ્યો. પુણ્યશાળી આત્માઓનું પુણ્ય કઈ રીતે અને કયા કાળે ઉદયમાં આવે છે તેની ગતિ અકળ છે, શેઠાણુએ પતિને પાછા લાવવા અનેક માણસો દોડાવ્યા પણ કંઈ પત્તો લાગે નહિ. આ ચરુના ધનથી શેઠાણીએ સુંદર બંગલો બંધાવ્યો. ગાડી, ઘેડા આદિ અનેક સુખનાં સાધને પોતાના પુત્રને માટે વસાવ્યાં. પોતે પતિવ્રતા હેઈ પતિનું સ્મરણ કરતી, શરીરને પોષવા માટે જ છે, સૂકો આહાર કરતી અને પતિના ભલાની જપમાળા જયા કરતી. પાણીના પ્રવાહે વર્ષો વહી ગયાં. પુણ્યશાળી બાળક સારી રીતે ભણ્યો, નગરમાં આબરુ જમાવી, લેકે તેમજ રાજાને પણું માનીતા બન્યા. * વીસ વર્ષની ઉંમર થતાં પુત્રે કરીઆણુ ભરી પરદેશમાં વેપાર ખેડવા વિચાર કર્યો, તે વખતે માતાએ કહ્યું “વત્સ ! પરદેશ તું ભલે જા, તેમાં મારી ના નથી. પણ મારી એક વાત માની પરદેશ જવાનું હમણું એક માસ માટે મુલતવી રાખ, તું ઉંમરલાયક છે અને સેકડો શ્રીમતે પિતાની દીકરીઓ માટે તારું માથું કરે છે, તેને મારે શું જવાબ આપો? માટે એગ્ય કન્યાઓ સાથે લગ્ન કરી મારા મનોરથ પૂરીને પછી પરદેશ જા. મારા આશીર્વાદ છે કે તારું કલ્યાણ થશે. પરદેશ ગયેલા તારા પિતાજીને કંઈ પત્તો નથી, તેમને શોધવા માટે પણ તને પરદેશ જવા મારી પ્રેરણા છે. ” પુત્ર વિનીત હતો. એટલે હાથ જોડી નમ્રપણે કહેવા લાગ્યું કે, “મા! તારી ઈચ્છાથી વિરુદ્ધ મારે કંઈ જ કરવું નથી, તારી આજ્ઞા પ્રમાણ છે.” આ સાંભળી માને કેટલે આનંદ થયો હશે, તેનું વર્ણન શક્ય નથી છતાં પૂર્વની અવસ્થા અને વર્તમાન અવસ્થામાં શેઠાણીનું હૈયું એક જ સરખું નિરભિમાની હતું. પછી તે એ પુત્રે દેવાંગના જેવી આઠ કન્યાઓનું મેટા સમાહપૂર્વક પાણિગ્રહણ કર્યું અને કરડેને દાયજો મેળવ્યું. થોડા સમય પછી પુત્રે આઠ સ્ત્રીઓ સાથે પરદેશ જવાને વિચાર રજૂ કર્યો. ત્યારે બે શાંત અને શાણ પત્નીએ પતિનાં તીર્થસ્વરૂપ પૂજ્ય માતાની સેવા કરવા રહેવાની ઈચ્છા પતિને દર્શાવી. બનેના વિવેકથી પતિને આનંદ થશે. બાકીની છ સ્ત્રીઓ અને સેંકડો શેઠ-શાહુકારના પુત્ર અને નેકર-ચાકરના મોટા કાફલા સાથે પુત્ર દેશાટન માટે પ્રયાણ કર્યું. પુણ્યશાળી જય જય ત્યાં મોટા મહોત્સવ થાય છે, માન-સન્માન મળે છે અને સંપત્તિઓ તેને શોધતી આવે છે. બાર માસ સુધી ઘૂમી પુત્ર કરેડોની પિદાશ કરી પિતાના નગર તરફ પાછા વળી રહ્યો છે. રત્ન-મણિમાણેકનાં ગાડીઓ ભરેલાં છે. સુખનાં સઘળાં સાધનો સાથે છે. ગીતગાન-નાટારંભ આદિમાં આખો દિવસ પસાર થાય છે. બે ચાર દિવસમાં પિતાનું નગર આવી પહોંચે એવા સ્થળે પુત્ર આવી ગયો છે. મા, બન્ને સ્ત્રીઓ અને નગરના ન્યાયી રાજાને અને નગરના. લેકને મળી, ભેટી પરદેશના અવનવા કહેવાને ઉમંગ કુમારને માત નથી. બીજી તરફ લાંબા કાળથી પરદેશ રહી શેઠ પિતાના વતન તરફ આવતા હતા આપે. દિવસ પગે ચાલતા અને અત્યંત પરિશ્રમ કરતા શેઠ ચારેક ને કરો સાથે રાત્રે એક સ્થળે નિરાંતે ઊંધ લઈ સવારે પાછા પ્રયાણ શરૂ કરી દેતા. કુમારે જે સ્થળે પડાવ નાખે હતે એ સ્થળે આવી તેઓ સૂતા. પણ આ સ્થાનમાં તો ગીત-ગાન-નાટારંભ આદિથી રાતના બાર વાગ્યા સુધી ગર્જના થયા કરતી હતી. તેથી તેમને કંટાળો આવ્યો. બીજું કોઈ એમ સ્થળ હતું નહિ એટલે પિતાના માણસ મેકલી. ગાયન-નાટક બંધ કરાવવા તેમણે પ્રયત્ન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28