Book Title: Jain_Satyaprakash 1952 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે કેજરને મારી શક્યો, પણ નાની એવી કીડીને જિવાડી ન શકયો સિંહપુરુષ લેખક: શ્રીયુત જયભિખ્ખ વસંતના નવાગમનના દિવસે હતા. વનરાજિએ નવવધૂના સ્વાંગ સન્યા હતા. એવે ટાણે સુપ્રસિદ્ધ ધારા નગરીના નિકટવતી વનવગડામાં એક રાજવંશી જુવાને ફરતે હતે. માથાં પર છૂટાં ખૂફાં હવા સાથે ગેલ કરતાં હતાં. કમર પર રેશમી ઉત્તરીય હતું. કેડ પર કીમતી અવસ્ત્ર હતું. અવશ્વને સેનાની કટિમેખલાથી સખત કર્યું હતું ! પીઠ પાછળ ધનુષ્ય હતું. સંગેમરમરની કંડારેલી શિલા જેવી પહેાળી એની પીઠ હતી. ચંદનવૃક્ષની ડાળ જેવી લાંબી એની ભુજાઓ હતી. સામે ઊંચા ટેકરા હતા. પાછળ વંકા ડુંગરા હતા. ચારે બાજુ પર્વતમાળ હતી. પગ પાસે નાની એવી સુવર્ણરેણુ નદી વહેતી હતી. પડખે ઊંડી વનવાટ હતી. વનવાટમાં વનરાજિ સભર હતી. વનરાજિમાં રંગરંગનાં પંખી રમતાં હતાં, ડુંગરાના ઢળાવ પર સફેદ ચમરી ગાયે ચરતી હતી. દુર્વાના મેદાને પર હરણાં ગેલ કરતાં હતાં. ડાળીએ ડાળીએ પિપટ કિલ્લોલ કરતા હતા, ને ઝાડીમાં માર કળા કરતા હતા. ખુદ વનદેવી જાણે વનેવનમાં થનગની રહી હતી. નદીકિનારે ધારાનગરીના મદઝરતા માતંગ નહાવા આવ્યા હતા. ઉત્તર દિશાના ઘાટ પર રાજમહેલની રાણીઓ વાસંતિક સ્નાન કરવા આવી હતી. એમનાં ઓઢણુનાં અત્તરોએ પાણીને સુગંધી કરી મૂકયું હતું, ને અબડાનાં ખરેલાં પુષ્પોએ કમળસરેવરની શોભા ખડી કરી હતી. વસંતને વાયુ વહેતે હતે. જુવાને ચારે તરફ જોયું. એને તામ્ર-સુવર્ણ દેહ સૂર્યના તાપમાં અતિ તામ્રવર્ણી બની ગયે. એણે બે હાથની અંજલિ જેડી. અરે! ખરે બપોરે તે સ્નાન સંધ્યાહોય! પણ ના, બે હાથની અંજલિને એણે ગાઢ રીતે સંકુચિત કરી. આંગળાની પરસ્પર ગૂથણ કરી. પાણીપાત્ર મુનિઓ હથેળીઓને જેવી સખત રીતે ભીડ એમ ભીડી, પણ આ મુનિજન નહે. રાજવંશી તેજ એના મુખ પર હતું. બ્રહ્મચર્યની આભા કપાળ પર હતી ! મહાભારતી કર્ણ જેવી એની કાતિ હતી. એણે હાથની અંજલિને મેં પર મૂકી. જરા ઓષ્ઠ લાંબા કર્યા, હવાને અંદર ફેંકી. એક તીર્ણ સિસોટી જે. અવાજ નીકળે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28