Book Title: Jain_Satyaprakash 1952 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૮ ધારાનગરીના રાજકુમારી' ફરીથી મીઠે સ્વર આવ્યું. તપતા આકાશમાં જાણે મેઘમાળા આવી પહોંચી!
એ સ્વરવાહક પહાડની કંદરા આડેથી બહાર ચાલ્યું આવતું હતું. એ હતે એક સાધુ! રિક્તપાણિ! દુબળો-પાતળો સોટા જેવા રાજકુમારના એક હાથની થપાટ એને પૂરો કરવા બસ હતી! એ સાધુ-જ્યારે આખી પૃથ્વી કંપ અનુભવે ત્યારે આટલી સ્વસ્થતાથી આવે? પિતાની નાદ-શક્તિ પાસે કેસરીસિંહ ત્રાડ પોકારે, પહાડ જેવા હાથીઓ માટીના ઢગલા જેમ ઢળી પડે, તે આનું શું ગજું!
કેમ છે રાજકુમાર ! શક્તિ નાણી જોઈ ?” મુનિએ કહ્યું. એના અવાજમાં ન કંપ હતો, ન બીક હતી, ન ત્રાસ હતે.
“મારી શક્તિનાં મારે મેંએ વખાણ શાં! આપે તે નજરે બધું જોયું! આપ કહી શકે છે? કહે, કેવું કામ!”
અભુત! રાજકુમાર! આ સિંહનાદી વિદ્યા પાછળ કેટલાં વર્ષ ગાળ્યાં ?'
બાર વર્ષ! મહારાજ! વાકછેટે ધારણ કરનારને જ આ વિદ્યા વરે. બાર વર્ષથી સ્ત્રીનું મેં પણ જોયું નથી! બહેન સરસ્વતી બિચારી વલખાં મારે છે. કે બે હજાર ગાયનું દૂધ પીધું!”
હવે તમારાં બાર વર્ષ સંસારનાં કેટલાં વર્ષ લેશે ?” 1. “એમ કેમ?” સાધુની ચંગવાણી રાજકુમારથી ન સમજાઈ. * તમારી શક્તિસાધના સંહાર કાજે જ છે ને! શત્રુના સૈન્યને સહેલાઈથી પ્રાણ લઈ શકે, એ જ તમારો ઉદ્દેશ ને?”
એક સજકુમારને એથી વિશેષ સારે ઉદ્દેશ કર્યો હોઈ શકે ! જાને ધર્મરક્ષણુને ! આ રીતે શત્રુ સંહારી મારી પ્રજાનું રક્ષણ કરીશ.' '
શ્રમણ ભગવાન પણ રાજકુમાર હતા ને! આઠ વર્ષની ઉંમરે ભયંકર અધેરીને એક મુક્કીએ ભેભેગો કરનારના બળને યાદ કરે, રાજકુમાર! અને છતાં તેમણે શું કહ્યું? શરીરના બળથી શું રાચવું? એથી અનેકગણું બળ આત્મામાં છે. એ સિદ્ધ કરવું ઘટે. શક્તિ સંહાર માટે પણ વપરાય, સર્જન માટે પણ!”
સંહાર અને સર્જન'
હાથીને મારી શકવાનું સામર્થ્ય ભલે હોય, એક કીડીને જિવાડી શકવાનું, સામર્થ્ય તમારામાં છે?”
રાજકુમાર કંઈ જવાબ ન આપી શકો. પ્રશ્ન સાવ સાદે હતે. છતાં એને ઉત્તર સહેલ નહોતે.
“તમારી શક્તિથી જગતમાં શક્તિ સ્થપાશે? સાધુની શક્તિ ને રાજાની શક્તિમાં રહેલે ફેર જાણે છે?”
For Private And Personal Use Only