Book Title: Jain_Satyaprakash 1952 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ દષ્ટિના એના ક્રિયાકાંડે માટે-જે વિસંવાદી સૂરે પ્રગટ થાય છે અથવા તે પૂરી સમજના અભાવે જે આક્ષેપ કરાય છે અને યોગ્ય રીતે-મંડનાત્મક પદ્ધતિથી જવાબ આપી શકાય. પુરાતત્વ સંશોધકખાતા તરફથી જે નવી નવી શોધખોળે બહાર આવે છે, કેટલીક પ્રાચીન જગ્યાઓના ખેદકામમાંથી જે પુરાતન વસ્તુઓ જડી આવે છે અને એ ઉપરાંત આપણા વિદ્વાન મુનિ-મહારાજાઓ પિતાના વિહાર-સ્થળામાં આવતા સ્થાનમાંથી મૂર્તિ અને સાહિત્ય સંબંધી એતિહાસિક દૃષ્ટિએ અતિશય મહત્ત્વની સામગ્રી સંગ્રહિત કરે છે એ સર્વને આ માસિકમાં સમાવી લઈ, જનતા સમક્ષ રજુ કરવાનું અનુકૂળ થઈ પડે. મુનિસંમેલન દ્વારા સ્થાપિત આ સાધન જૈનધર્મ અંગે જે જે લખાણું બહાર મૂકે એ સત્તાવાર અને માર્ગદર્શનરૂપ નિવડે-એની નકલે સેંકડોમાં નહીં પણ હજારોમાં પ્રગટ કરવાની જરૂર પડે એવું આપણે એને લેખ-તેમજ માહિતીઓથી સભર બનાવીએ અને એ પાછળ જુદાજુદા વિષયના વિદ્વાનોની કલમનું પીઠબળ કેળવીએ તે એ વાત સહજમાં થઈ શકે, આજના વિષમ કાળમાં ભગવંતે અવલંબન લેવા માટે બે વસ્તુઓ પર ખાસ ભાર મૂક્યો છે. એક મૂર્તિ અને બાજી વસ્તુ તે આગમ. આ બંને ચીન વારસે આપણી પાસે વિપુલ સંખ્યામાં વિવિધ પ્રકારી અને જગત જેનાથી મંત્રમુગ્ધ બની જાય એવા પ્રમાણમાં છે. ભારતવર્ષના–ચારે ખૂણુમાં એ વિખરાયેલે પડયો છે. એ સર્વને વર્તમાનકાલીન સાધનોઠારા યથાર્થ સ્વરૂપમાં વિશાલ જનસમૂહની આંખો સામે ધરવામાં આવે તે એથી લાભ થાય એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. શ્રદ્ધાસંપનને આત્માઓ માટે જરૂર એ પૂજનીક અને ભક્તિ કરવા લાયક ખજાનો છે. પણ જેમને એ જાતની દષ્ટિ લાભી નથી અને જેઓ કલા પ્રાચીનતા કે એમાં સમાયેલ જ્ઞાનવિશેષતાને આગળ રાખી વિચાર કરનારા છે તેઓ પણ એ સવ નું યથાર્થ સ્વરૂપ જાણવા પામે અને એનાં ખરાં મૂલ્યાંકન કરવા માંડે એમાં મીન–મેખ જેવું નથી જ. ગોરખપુરમાંથી પ્રગટ થતા હિંદી માસિક “ કલ્યાણે ” વેદાંત દર્શનનો પ્રચાર કેટલા, વિસ્તૃત પ્રદેશમાં કર્યો; ચિત્ર દ્વારા ભૂતકાલના પાત્રોને વર્તમાન પ્રજામાં રમતાં કયો એ તે એના અકે અને પ્રસંગે પ્રસંગે પ્રગટ કરેલા ખાસ અંકે જોઈએ ત્યારે સમજાય. જેનદર્શન તે જ્ઞાનભક્તિ અને જ્ઞાનના બહુમાન માટે ખાસ પર્વદિનની યેજના કરે છે. જ્ઞાનના લેકોત્તરપણા માટે ખુદ ભગવંતનાં ટંકશાળી વચન મેજુદ છે. જ્ઞાન ખાતે દરેક સ પાસે આવક પણ થાય છે જ. આથી જ મથાળે આલખેલ લખાણ મુજબ એક વ્યવસ્થિત ખાતા દ્વારા જૈનધર્મને યથાર્થરૂપે સમજાવે એવા ગ્રંથે અને તે પણ જુદી જુદી ભાષામાં પ્રગટ થવા જોઈએ. એને પ્રચાર અંગ્રેજી બાઈબલ માફક સસ્ત બન જોઈએ. એ સેલું હાલ તો પહેલી રાતનું જ રહેવા સર્જાયું છે એમ માની આ માસિકને વધારે સમૃદ્ધ બનાવવા આગ્રહ કરું છું. એ દ્વારા પણ ઉપર જણાવ્યું તેમ આપણે જૈનધર્મની ખરી પ્રભાવના કરી શકીએ છીએ. ભલે હાલ એ એકલી ગુજરાતી ભાષામાં સંદેશ આપતું રહે. એમાં પીરસાતી સામગ્રી વજનદાર અને વિદ્વાનોના હાથે તૈયાર થયેલી હશે અને એની પાછળ ઇતિહાસનું બળ હશે તે એના ઉતારા અન્ય પત્ર પણ જરૂર કરશે. એ રીતે જૈનધર્મને સાચો સદેશ માત્ર ભારતમાં જ નહીં પણ એની બહાર પણ પહોંચશે. જૈન સમાજ સમયની આ હાકલ સાંભળી એની આર્થિક મુંજવણુ કાયમને માટે ટાળશે અને એ દિશાની ચિંતામાંથી મુક્ત બનાવશે તે આશા છે કે થોડા સમયમાં એને પ્રગતિના પંથે આગળ વધતું અને જૈનધર્મને વિજયધ્વજ દૂર દૂર લહેરાવતું જોવાનું સદ્ભાગ્ય આપણને પ્રાપ્ત થશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28