Book Title: Jain_Satyaprakash 1945 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૪૩ અંક ૧૧ ] પ્રવચન-પ્રશ્નમાલા રોહિણી વગેરે સંલગ્ન તપ તથા વર્ધમાન તપ વગેરેમાં ગણાય, પણ ઉપધાનાદિની આલોચના, વીસસ્થાનક તપમાં ન ગણાય-એમ શ્રી એનપ્રશ્નનાદિમાં જણાવ્યું છે. ૯૦. ૯૧ પ્રશ્ન-ઋતુધર્મ સંબંધી ત્રણ દિવસને તપ કયામાં ગણાય ને કયામાં ન ગણાય ? ઉત્તર–હિણ, જ્ઞાનપંચમી, આઠમ, ચૌદશ, મૌન અગીઆરસ, વર્ધમાનતપ વગેરેમાં ગણાય, પણું વીસ સ્થાનક, ઉપધાનાદિની આલોચના, કમસૂદનતપ વગેરેમાં ન ગણાય. ૯૦. ૯ર પ્રશ્ન-જે ભવ્ય જીવોએ રહિણી વગેરે તપ ઉચ્ચય હોય, અથવા ઉકાળેલા પાણી પીવાનો નિયમ અથવા રાત્રિભેજનાદિ ન કરવાનો નિયમ ગ્રહણ કર્યો હોય, તેઓ “આજે બીજી તિથિ છે, પર્વ તિથિ નથી” આવા વિચારથી અથવા ગાઢ માંદગીવિસ્મરણાદિ કારણે તે પર્વ દિવસે ઉચ્ચરેલાં તપ ન કરી શકે અથવા લીધેલો નિયમ ન પાળી શકે અથવા ભૂતપ્રવેશાદિ કારણે પરાધીન હોવાથી વ્રતાદિ કે નિયમપાલન ન કરી, શકે, તે વ્રતને ભંગ કે નિયમનો ભંગ થાય કે નહિ? ઉત્તર–પ્રતાદિને ગ્રહણ કરનારા અને કરાવનારા બંને જાણકાર હેય, અથવા ગ્રહણ કરાવનાર ગુરુમહારાજ વગેરે જાણકાર હેય, તે શરૂઆતમાં ગુરુમહારાજદિની પાસે વ્રતાદિનું સંપૂર્ણ સ્વરૂપ વિધિવિધાન સાથે સમજી લે. ગુરુમહારાજાદિ તેની ગ્યતા પ્રમાણે દ્રવ્યાદિનો વિચાર કરી તમામ યોગ્ય સૂચના કરીને જ વ્રતાદિ ઉચ્ચરાવે. તે પ્રમાણે વ્રતાદિની નિર્દોષ આરાધના જરૂર થઈ શકે છે. કેટલાએક ભવ્ય જીવો પ્રભુપૂજદિનો નિયમ ગ્રહણ કરે છે, તેમણે જન્મ-મરણના સુતકાદિ કારણે અથવા આગાઢ (આકરી) માંદગી આદિ કારણે જરૂર જ્યણું સમજી લેવી જોઈએ. અનુપોભાવ (સરતચૂક સાવચેતી ન રાખવી તે)થી કે સહસાત્કારપણે અથવા ગીતાર્યાદિ મહાપુરુષોની આજ્ઞાદિ લઈને ખાસ આગાઢ કારણ ઉપસ્થિત થતાં કે સંપૂર્ણ અસમાધિ હોય ત્યારે લીધેલ વાલાદિમાં કાંઈક ખલન (ભૂલ) થાય, અથવા રાજાભિયોગાદિ કારણે તાદિની આરાધનામાં કંઈક ભૂલ થાપ, તેનાથી વ્રતાદિને ભંગ થતો નથી. માટે જ “અન્નત્થણાભોગેણં' વગેરે આગારનો પાઠ વ્રતાદિ ઉચ્ચરાવતાં બોલાય છે, ને શ્રી ગુરુમહારાજાદિ તે બધા પાઠ-આગારનો અર્થ પણ સમજાવે છે. અનુપગ વગેરે કારણે ગ્રતાદિથી વિરુદ્ધ ભક્ષણ વગેરે કદાચ થઈ જાય તો તે જ વખતે ખાધેલી ચીજ મેંઢામાંથી કાઢી નાંખવી જોઈએ. આ રીતે બીજી પણ ભૂલ તત્કાલ સુધારીને વ્રતાદિની પદ્ધતિ પ્રમાણે વર્તવું જોઈએ. એમ ન કરે, તે જાણી જોઈને તરત જ ગળે ઉતારે તે વ્રતાદિને ભંગ જરૂર થાય, એ વાત ન જ ભૂલવી જોઈએ. તથા ભૂતાદિ વ્યંતરાદિના વળગાડ વગેરે કારણે પરવશતા હોય, ત્યારે ગ્રતાદિની સાધના ચૂકી જાય, તોપણ વૃતાદિને ભંગ થતું નથી “વ્રતાદિને ભંગ થયે” એવી ખબર પડે કે તરત જ ભૂલ સુધારી લેવી, તેમાં બેદરકારી કરવી જ નહિ. તે પછી તે દિવસે વ્રતાદિની પદ્ધતિ જાળવવી, એમ જે જણાવ્યું કે, જેણે વૃતાદિથી વિરુદ્ધ ચીજ વાપરી, પણ ગળે ઉતારી નથી, તેને અંગે સમજવું. આખો દિવસ વીતી ગયા બાદ સાંઝે યાદ આવે કે આજે લીધેલ ગ્રતાદિની તિથિ હતી, અથવા ભ્રાંતિથી પહેલેથી જ એમ જાણવામાં હોય કે–આજે પર્વતિથિ નથી', તો બીજે દિવસે તે તપ કરી આપો, ને વ્રતાદિની પૂર્ણાહુતિ થયા બાદ-જે ત૫ જેટલા પ્રમાણનો કરવાનો હેય, તેથી વધારે કરી આપો. એમ નિયમાદિને અંગે પણ સમજી લેવું. વિશેષ બીના શ્રીશ્રાદ્ધવિધિટીકા, પ્રત્યાખ્યાનવૃત્તિ વગેરમાં જણાવી છે. ૯૨. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36