Book Title: Jain_Satyaprakash 1945 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ | મૌર્યકાલીન સ્તૂપ અને શિલાલેખેના કર્તા કેણુ? [ ર૪૫ નથી. અવંતીને આ રાજકુટુંબ અને મગધમાં વસતા આ રાજકુટુંબમાં રાજકારણના અંગે સખત આંતર કલહ હતો.
મહારાજા સંપ્રતિએ મ. નિ. સં. ૨૮૭ માં તેમના પૂર્વ ભવના મહાન ઉપકારી સમર્થ યુગપ્રધાન આચાર્યદેવ શ્રીમદ્દ આર્ય સુહસ્તિના પ્રતિબોધથી અને પિતાની માતા સરતદેવી કે જેઓ અવંતીના નગરશેઠની ધર્માત્મા પુત્રી હતી તેમની પ્રેરણાથી શત્રુંજય તીર્થને સંધ આદિ અનેક ધર્મકાર્યો કરી જૈનધર્મને દીપાવ્યો હતો, અને મ. નિ. સં. ૩૨૨-૨૩ માં અવંતીમાં જ સ્વર્ગવાસી બન્યા હતા.
વળી મહારાજા સંપ્રતિનાં ધર્મકાર્યો મહારાજા અશોકની જેમ કીર્તિની જાહેરાતસમાં કે દેખાવ પૂરતાં ન હતાં. એ ધર્મકાર્યો પાછળ “કલિંગને મહાન હત્યાકાંડ નું પ્રાયશ્ચિત્ત તેમને કરવાનું ન હતું તેમજ મગધના કારાગાર જેવો ઘોર પાપામાર તેમના (સમ્રાટ સંપ્રતિના) હાથે થયો હતો જ નહિ કે તેમને જાહેરમાં “પ્રિયદર્શી' કે “દેવાનુપ્રિય’ કહેવરાવી પિતાની અપકીતિને ઢાંકવાની હોય. મહારાજા અશોકે તો પાપના ઢાંકપીછોડા માટે જ અને જગત તેમને દાનવીર અને મહાન ધર્માતા કહે તેની ખાતર જ કીર્તિસ્તંભો ઊભા કીધા હતા અને ધર્મલીપીઓ કરાવી હતી. જ્યારે મહારાજા સંપ્રતિએ જેન રાજવી તરીકે અનેક જિનમંદિરો કે જિનબિ કરાવ્યા છતાં કોઈ પણ સ્થળે પિતાનું નામ લખાવ્યું નથી. જે ભવભીરુ રાજવી જયાં પ્રાતમાઓ નીચે નામ લખાવવામાં પણ બાધ ગણતા હતા ત્યાં કઈ રીતે રતૂપ અને શીલાલેખોના તેઓ કર્તા હોઈ શકે?
પૂર્વકાલીન સેંકડો એવા ગ્રંથો અત્યારે વિદ્યમાન છે કે જેમાં કર્તાઓનાં નામ પણ નથી. કીર્તિદાનને જૈનધર્મમાં હલકું ગયું છે. આને ખુલાસે સમર્થ જૈનાચાર્યો પાસેથી મળી શકે એમ છે. ડો. શાહ આ સંબંધી ફરી વિચાર કરે અને પછી નિર્ણય કરે કે સ્તૂપના નિર્માતા કોણ હતા ?-મહારાજા અશોક કે મહારાજા સંપ્રતિ ?
મહારાજા સંપ્રતિ માંસાહારી હતા કે મહારાજા અશેક? " મહારાજા અશોકના ચૌદ શિલાલેખમાંથી તેમણે કાતરાવેલ પ્રથમ શિલાલેખમાં લખ્યું છે કે-“હવે આ ધર્મલિપિ લખાઈ ત્યારે સુપાર્થે ત્રણ પ્રાણીઓ હણાતાં હતાં
બે મેર, એક હરણ, પરંતુ એ હરણ નિયમિત હણુ નહિ” હવે પછીથી આ પ્રાણુઓને પણ હણવામાં આવશે નહિ.”
જુએ . ભાંડારકરકૃત “અશોકચરિત્ર'ને ગુજરાતી અનુવાદ, પાનું ૧૬, પ્રગટ કર્તા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી,
મહારાજા અશાકનો સ્વર્ગવાસ મ. નિ. સ. ર૯૫ માં મગધ પાટલીપુત્રમાં થયેલ છે. યુગપ્રધાન આ. આર્ય સુહસ્તિનો સ્વર્ગવાસ મ નિ. સં. ૨૯૧ માં મગધ ખાતે થએલ છે. મહારાજા સંપ્રતિને જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ મ નિ સે. ૨૮૭ માં થઈ, ૨૯૫ સુધી મહારાજા અશોક વિદ્યમાન હતા. જ્યારે તેઓ ચુસ્ત બૌધધમાં હતા ત્યારે મહારાજા સંપ્રતિ ચુસ્ત જૈનધમી હતા. મહારાજા સંપ્રતિના હાથે, તેમને જાતિ-સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ બાદ, મહારાજા અશેકનાં વિદ્યમાનકાળ સુધીનાં ૭ વર્ષમાં, અનેક જૈનમંદિરો બંધાયાં અને અનેક ધર્મકાર્યો થયાં, તેમજ અનેક માણસે જૈનધર્મના અનુયાયી બન્યા. વળી જેને ધર્મને મુખ્ય સિદ્ધાંત “અહિંસા vમો ધર્મ” ને છે અને મહારાજા સંપ્રતિ બાર
For Private And Personal Use Only