Book Title: Jain_Satyaprakash 1945 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧૧ ] શાસ્ત્ર-માહાત્મ્ય | ૨૪૯ જરૂર પડે છે તેમ જ્ઞાનથી પરિપૂર્ણ-પૂ'જ્ઞાની પણ સ્વભાવાનું કુલ—આત્માને અનુકુલ ક્રિયાની અપેક્ષા રાખે છે. અર્થાત્ પૂર્ણ જ્ઞાનીને પણુ સ્વભાવાનુકુલ ક્રિયા કરવી પડે છે. (જ્ઞાનસાર) મહેાપાધ્યાયજી મહારાજ તે ત્યાં સુધી કહે છે કે— Acharya Shri Kailassagarsuri Gyanmandir पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य तृप्तिं यान्ति परां मुनिः ॥ જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને, ક્રિયારૂપ કલ્પવલ્લીના સ્વાદુ ફૂલના આઢાર કરીને, સમતારૂપી તાંબુલનું આસ્તાદન કરીને મુનિ-સાધુ પરમ તૃપ્તિને પામે છે, અર્થાત્ પરમ જ્ઞાન, શુદ્ધ ક્રિયા અને સમતાના બળે સાધુપુરુષેા પરમપદને પામે છે. મહાન નૈયાયિક, પ્રભાવક, આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજ પેાતાના સન્મતિતમાં ક્રિયારહિત જ્ઞાનની અને જ્ઞાનરહિત ક્રિયાની અનુપયાગિતા બતાવતાં કથે છે— णाणं किरियारहियं किरियामेत्तं च दो वि एगंता । असमत्था दाएउं जम्म-मरणदुक्खमाभाई ॥ ક્રિયા વિનાનું જ્ઞાન, જ્ઞાનશૂન્ય ક્રિયા આ બન્ને એકાન્તવાદ હાવાથી જન્મ-મૃત્યુના દુ:ખથી નિ યપણું અપાવવા સમ નથી. આ જ વસ્તુનું શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આ રીતે પ્રતિપાદન કર્યુ છે. (6 ,, नाणस्स समस्त पगालणार, अन्नाणमोहस्स विवजणार | रागस्स दोसस्स य संखपणं, एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥ સર્વ પ્રકારના જ્ઞાનને નિર્દેલ કરવાથી, અજ્ઞાન અને મેાહ મમત્વના ત્યાગ કરવાથી, રાગ અને દ્વેષના સંપૂર્ણ ક્ષય કરવાથી, એકાંતિક મેાક્ષસુખની પ્રાપ્તિ થાય છે. ઉપસંહાર : સુરી વાચા આ લેખ વાંચી સમજી શકયા હશે કે શાસ્ત્ર-અભ્યાસની સાથે શાસ્ત્ર પ્રમાણે શુદ્ધ ક્રિયા કરવી, શાસ્ત્ર પ્રમાણે સદાચારી થવું અને શાસ્ત્ર પ્રમાણે સારા ચેનિષ્ઠ બનવું એ પણ એટલું જ આવશ્યક છે. ના, તપ અને સંયમ મેાક્ષફલદાયક છે. જ્ઞાન વસ્તુ સ્વરૂપ બતાવે છે, સન્માગ બતાવે છે, તપ કર્મ પુંજને બાળીને ભરમ કરે છે અને સંયમ આસવદ્વાર બંધ કરે છે જેથી ભવ્ય પ્રાણીને મેક્ષદ્વાર જલદી ખુલી જાય છે. છેલ્લે શાસ્ત્રનું મહત્ત્વ વર્ણવી લેખ પૂરા કરું છું— तयनियमनाणरुक्खं आरुढो केवली अभियनाणी । तो मुयइ नाणबुड्ढ, भवियजणविबोहणद्वार || तं बुद्धिमरण पडेण गणहरा गिणिहउं निरवसेसं । तित्थयर भासियाई गंधति तओ पवयणट्ठा ॥ તપ, નિયમ અને ઝુનરૂપી વૃક્ષ પર આરૂઢ થયેલા અતત જ્ઞાની કેવલી મહારાજ શ્રી સન સČદર્શી શ્રો તીર્થંકર ભગવત ભવ્ય જનેના આધ માટે તે વૃક્ષપરથી જ્ઞાનરૂપી પુષ્પની વૃષ્ટિ કરે છે. તે જ્ઞાનરૂપ પુષ્પને શ્રી ગણુધર ભગવંતા બુદ્ધિરૂપી પટમાં ગ્રહણ કરીને, શ્રી તીર્થંકર ભગવાએ કહેલ વચનાને પ્રવચન માટે ગુંથે છે. અર્થાત શ્રી તી કર ભગવતાએ પ્રરૂપેલુ, શ્રી ગણધર મહારાજોએ યુથતુ એવું જિનપ્રવચન છે. તેના ઉપર આદર ભક્તિ અને શ્રદ્ધા રાખી, એ જિનપ્રવયના ઉપદેશાનુસાર જે ભવ્ય પ્રાણી પેાતાનું જીવન બનાવશે તેનું જરૂર કલ્યાણુ લશે, તે પ્રાણી એક્ષફળ પામશે. (સંપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36