Book Title: Jain Satyaprakash 1937 05 SrNo 22
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ ૨ શ્રી જૈન સત્ય પ્રકાશ વૈશાખ ત્યારે જૈન મહાજનોએ આ શિ૯૫ અને સાહિત્ય બચાવવા સમર્થ પ્રયત્નો કર્યા હતા. તેના પરિણામે આજે ઘણું સાહિત્ય (કેવળ જૈને જ નહિ એવું) બચવા પામ્યું છે. મુંબઈ ઇલાકાની તેમજ યૂરોપ અમેરિકાનાં સંગ્રહસ્થાનોમાં અત્યારે એકત્રિત થએલી. ભારતની હસ્તલિખિત પ્રતિઓની તપાસ કરવામાં આવે તો જણાશે કે તેમાં સારે હિસ્સ ગુજરાતમાંથી ગએલો છે, અને તેમાંયે જન તિઓ પાસેથી મળેલું ઘણું હશે. બ્યુર. પીટર્સન અને ભાડારકર ઇત્યાદિ સારો ફાલ મેળવવા આ તરફ સવિશેષ દૃષ્ટિ રાખતા. આ ઉપરાંત હજી પણ જેસલમીર, પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા, છાણી, સુરત ઈત્યાદિ સ્થળોમાં અમૂલ્ય ગ્રન્થરનો સચવાઈ રહેલાં છે; અને અત્યારે એ મળવાં દુર્લભ થયાં છે તેનું કારણ જેટલે અંશે એ સાચવનારાઓની સાંપ્રદાયિક સંકુચિતતા છે તેનાથી વિશેષ એ સંકુચિતતાને સ્થાન આપનાર કેટલાક પ્રત સંધરનારા અને તેને વેચી નાખનારા વિદ્વાનોની અપ્રામાણિકતા છે. આવી અપ્રામાણિકતાના દાખલા લોભી જન યતિઓના જ છે એમ નથી; આધુનિક કેળવણી પામેલા કેટલાક કહેવાતા વિદ્વાનોએ પણ આ ધંધે કર્યો છે. આઠમા સૈકાથી અજંતાની ચિત્રકળાની ગંગા કાળસાગરમાં લુપ્ત થયા બાદ ભારતવર્ષમાં ચિત્રકળાના અંકાડા ક્યાંયે પણ મળી આવતા હોય તો તે અંગયારમાથી અઢારમા સૈકા સુધી સાહિત્ય સંસ્કૃતિ અને ધર્મના ઘેરા રંગે ફુલતીફાલતી રહેલી, તાડપત્ર અને કાગળની હસ્તલિખિત પ્રતોમાં સચવાતી આ તી, જૈનધર્મના ધાર્મિક કથાપ્રસંગેની ચિત્રકળામાં છે. ભારતના મધ્યકાળના ઇતિહાસમાં ગુજરાત અનુપમ સ્થાન ભગવનું હતું તે વખતે તેની ભાગ્યલક્ષ્મીના સ્વામીઓ, ગૂર્જર નરેશ અને જૈન મુત્સદીઓ હતા; એટલે તેમણે સ્થાપત્ય અને ઈતર લાઓને સમાદર કરી ઈતિહાસમાં અમર પગલાં પાડ્યાં છે. ૧ ચિત્રકળાનાં સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાય કે ઈતર સંપ્રદાયોએ શો ફાળો આપે હતો તેને ઈતિહાસ સુલભ થયો નથી. પરંતુ જૈનોતેમાં પણ વેતામ્બર જેને એ કેવો અને કેટલું મહત્ત્વનો ફાળો આપ્યો છે તેને અને ટૂંકમાં પરિચય કરાવ્યો છે. - ગ્રંથસ્થ જન ચિત્રકળા-ગુજરાતની જૈનાશ્ચિત કળા જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલી છે. મુખ્યત્વે કરીને તે જૈન મંદિરના સ્થાપત્યમાં તથા જૈનધર્મના હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે. આ બે અંગે પિકી સ્થાપત્યકળાને પ્રદેશ બહુ જ વિસ્તૃત હોવાથી તે વિષય ભવિષ્ય ઉપર રાખીને પ્રસ્તુત નિબંધમાં તેના એ બે મહત્ત્વના અંગે પૈકીના એક અંગ તેના ધર્મગ્રન્થોની કળાનો મળી શકતા ઈતિહાસ આપવાનો મારો ઉદ્દેશ છે. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરોમાં આવેલા જૈન પ્રિન્યભંડાર મથેની ચિત્રવાળી હસ્તપ્રતોના અભ્યાસ અને બારીક અવલોકનના પરિણામે જે મારી જાણમાં આવ્યું છે તેનું ટૂંક વર્ણન અત્રે રજુ કરવા મેં પ્રયત્ન કરેલ છે. ૧ રવિશંકર રાવળ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44