Book Title: Jain Satyaprakash 1937 05 SrNo 22
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈશાખ શ્રી જન સત્ય પ્રકાશ (૧) શ્યામ બનેલા મેરૂ પર્વતને જોઈને મેં ઉજજવલ બનાવ્યો–આ પ્રમાણે શ્રેયાંસને સ્વપ્ન આવ્યું. (૨) સૂર્ય બિંબથી ખરી પડેલાં કાર કિરણોને શ્રેયાંસકુમારે સૂર્ય બિંબમાં જોડી દીધાં – એવું સુબુદ્ધિશેઠને સ્વપ્ન આવ્યું. (૩) એક શૂરવીર પુરૂષને ઘણા શત્રુઓએ ઘેરી લીધે હતો, તે શુરપુરૂષ શ્રેયાંસકુમારની મદદથી વિજય પામે–એ પ્રમાણે સોમયશા રાજાને સ્વપ્ન આવ્યું. સવારે ત્રણે જણા રાજકચેરીમાં એકઠા થયા. સ્વપ્નની બીન જાણીને રાજા વગેરે બધાએ કહ્યું કે—“આજે શ્રેયાંસકુમારને કેઈ અપૂર્વ લાભ થવો જોઈએ.” ભાગ્યોદયે બન્યું પણ તેવું જ. પ્રભુદેવ ફરતા ફરતા શ્રેયાંસકુમારના મહેલ તરફ આવી રહ્યા હતા. ઝરૂખામાં બેઠેલા શ્રેયાંસકુમાર પ્રભુદેવને જોઈને ઘણું જ ખૂશી થયા. આ વખતની પરિસ્થિતિ એવી હતી કે–લોકોએ કોઈ દિવસ સાધુને જોયેલા નહિ, વળી યુગલિકપણાનો વિચ્છેદ થયાને પણ અલ્પ વખત જ થયે હતો. તેથી તેમને “કઈ રીતે સાધુને દાન દેવાય.’ એ બાબતનો અનુભવ પણ ક્યાંથી હોય? આ જ કારણથી તેઓ પ્રભુને જોઈને મણિ, સેનું, હાથી, ઘેડા વગેરે દેવાને તૈયાર થતા, પરંતુ જ્યારે પ્રભુ કંઈ પણ ન લેતાં ત્યારે “અમારી ઉપર પ્રભુ નારાજ થયા છે,'' એવું અનુમાન કરી ઘણો ઘોંઘાટ મચાવતા હતા. આ રીતે લગભગ એક વર્ષ વીત્યા બાદ પ્રભુ અહીં (શ્રેયાંસકુમારના મહેલ તરફ) પધાર્યા. શ્રેયાંસકુમારે પ્રભુને જોઈને વિચાર કર્યો કે –“અહો ! પૂર્વે મેં આવા સાધુવેષ જોયા છે,” વગેરે વિશેષ વિચાર કરતાં શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થય. [ જાતિ સ્મરણ એ મતિજ્ઞાનનો પ્રકાર છે. એનાથી વધારેમાં વધારે પાછલી સંખ્યાતા ભવોની બીન જાણી શકાય, એમ આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયને પહેલા ઉદેશામાં કહ્યું છે.] આ જાતિ સ્મરણના પ્રતાપે શ્રેયાંસકુમારે પોતાની સાથે પ્રભુનો નવ ભવને પરિચય આ પ્રમાણે જાણ્યો. સમ્યકત્વ પામ્યા પછી ભવની ગણત્રી ગણવાની અપેક્ષાએ પ્રભુ પહેલા ભવમાં ધનસાર્થવાહ હતા. બીજા ભવમાં યુગલિયા હતા. ત્રીજા ભવમાં દેવતા હતા. ચોથા ભવમાં મહાબલરાજા હતા. પાંચમે ભવે લલિતાંગનામે દેવ થયા. (અહીંથી શ્રેયાંસના સંબંધની બીના શરૂ થઈ.) અહીં શ્રેયાંસને જીવ પહેલાં ધાર્મિણી નામની સ્ત્રીના ભવમાં નિયાણું કરીને તે (શ્રેયાંસને જીવ) લાલતાંગદેવની સ્વયંપ્રભા નામે દેવી થઈ હતી. છઠ્ઠા ભવમાં લલિતાંગ (પ્રભુ) ને જીવ વસુંધર રાજા થયો, શ્રેયાંસને જીવ તેમની શ્રીમતી નામે રાણી થયો. સાતમે ભવે બંને યુગલિયા થયા. આઠમે ભવે હેલા સૌધર્મ દેવ કે બંને દેવતા થયા. નવમે ભવે પ્રભુને જીવ છવાનન્દ નામે વૈદ્ય થયો, ત્યારે શ્રેયાંસનો જીવ તેમનો પરમ મિત્ર કેશવ નામે શ્રેષ્ઠિ પુત્ર હ. દશમા ભવે બારમા અચુત દેવ લોકે બેઉ જણે મિત્ર દેવ થયા. અગિયારમા ભાવે પ્રભુ ચક્રવતિ થયા ત્યારે શ્રેયાંસનો જીવ તેમને સારથિ હતા. બારમા ભવે બંને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ હતા. અને તેરમા ભાવે પ્રભુ તીર્થંકર થયા અને શ્રેયાંસનો જીવ તેમનો પ્રયાસ નામે પ્રપૌત્ર થયું. એમ ન ભવને સંબંધ જાતિસ્મરણ જ્ઞાનથી શ્રેયાંસે જાણો. પોતે પહેલાં સાધુપણું અનુભવેલું હતું, તેથી શ્રેયાએ વિચાર્યું કે આ (હાથી આદિનું દાન દેના) લોકે બીનસમજણથી એગ્ય દાનને જાણતા નથી. જે પ્રભુએ ત્રણે ( ૧ અન્યત્ર આઠ ભને પરિચય નો એમ કહ્યું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44