Book Title: Jain Satyaprakash 1937 05 SrNo 22
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય ૫૪૫ શ્રી સંડેરગચ્છના આચાર્યોનાં ચરણની સેવા કરવામાં પ્રવીણતાવાળા કુળમાં ઉત્પન્ન થયેલ (તેના ભક્ત), ‘દુઃસાધ' બિરૂદધારક મંત્રી ૩ ઉદયસિંહના પુત્ર અને તમામ રાજાઓના સમૂહમાં જેમની કીતિ પ્રસરેલી છે, એવા મહામંત્રી ૩૪ શ્રી પાવઠાના ઠાકોર તે આપતા નથી. સાંભળવા પ્રમાણે માદડી ગામમાં બીજી ઘણી જિનમૂર્તિએ જમીનમાં છે. તેમાંની થોડીક લોકેના દેખાવામાં આવી હતી, પરંતુ જાગીરદાર ઠાકરે તે પાછી જમીનમાં છુપાવી દીધી છે, અને કોઇ પણ જૈન સાધુ કે શ્રાવકને તે સ્થાન દેખાડવાની તેમ તે સંબંધી વાત કરવાની પણ મનાઈ કરી દીધી છે. અમે ‘ગુડા” થી તે સ્થળ જોવા માટે “માદડી' ગયા હતા, પરંતુ ત્યાંના કોઈ પણ માણસે તે સ્થાન બતાવ્યું નહિં. જે કે તે સ્થાનમાં હાલ જમીન ઉપર કાંઈ પણ દેખાય તેમ નથી. ઠાકોરની મંજુરી લઈ જમીન ખેરવામાં આવે તે મૂર્તિઓ જરૂર મળી આવવાની સંભાવના છે. માટે લાગવગ ધરાવનારાઓએ આ માટે અવશ્ય કેશિષ કરવી જોઈએ. ૩૫ આ મંત્રી “ ઉદયસિંહ' “ધકટગોત્ર’ અને ‘સંડેરકગછ ની આખાયવાળા શ્રેષ્ઠ શ્રાવક હતા. તેની ધર્મપત્નીનું નામ “ઉદયશ્રી” હતું. મંત્રી “ઉદયસિંહ” બહુ ધનાઢય, મહાદાનેશ્વરી, શુરવીર અને ધર્મવીર હતો. તેણે અનેક વખત યુદ્ધ કરી લાખો શત્રુઓને પરાસ્ત કર્યા હતા. તેની શૂરવીરતાને જોઈને રાજાઓએ તેને “દુઃસાધ” એવું બીરૂદ આપ્યું હતું. તેણે અનેક તીર્થોની મહોત્સવ પૂર્વક યાત્રાઓ કરી હતી અને સંરકગ'ના આચાર્યોને તે ભક્ત હતો. ઘણું કરીને તે “ જાલોર '(જાવાલિપુર) ને રહેવાશી હતા. તેને સાસરું માદડી” ગામમાં હતું. ૩૬ મહામંત્રી યશવીર ઉપર્યુક્ત “દુઃસાધ ઉદયસિંહ અને ઉદયશ્રીને મુખ્ય મંત્રી હતો. મંત્રી યશવીર', બહુ બુદ્ધિશાળી અને રાજનીતિને જાણનાર હોવાથી તેને મંત્રિગુરુ”, તથા વિદ્વાનોને આશ્રયદાતા હોવાથી “કવીન્દ્રબંધુ ” આવાં બિરૂદ મળેલાં હતાં. તે ઘણા વિદ્વાન તેમજ ધનવાન પણ હતો. તેને મહામાત્મ ‘વસ્તુપાલ-તેજપાલ” સાથે ગાઢ મિત્રાચારી હતી. મંત્રી વસ્તુપાલન પૂછવાથી તેણે મહામાત્ય તેજપાલે આબુ ઉપર “દેલવાડા માં બંધાવેલ અપૂર્વ કારીગરીવાળા શ્રી “ લુણવસહી” નામક મંદિરની શિલ્પ સંબંધી ભૂલ બતાવી હતી. શ્રી “જિનહર્ષગણિ” વિરચિત શ્રી “ વસ્તુપાલ ચરિત્ર'માં મંત્રી યશવીરના સંબંધમાં કેટલુંક વર્ણન કરેલું છે. તેણે પોતાનાં ૧ માતા, ૨ પિતા અને ૩ પોતાના કલ્યાણ માટે ' આબુ-દેલવાડા ના “ વિમલવસહી અને લુણવસહી ” નામના મંદિરોમાં સુંદર કારણીવાળી ત્રણ દેવકુલિકા - દેરીઓ કરાવીને તેમાં જિનમૂર્તાિઓ વિ. સં. ૧૨૪૫ અને ૧૨૯૧માં પધરાવી હતી. તેમજ તેણે પિતાના મોસાળમાં (માદડી ગામમાં ) પિતાની માતાના કલ્યાણ માટે ભવ્ય જિનાલય કરાવીને તેની વિ. સં. ૧૨૮૮માં પ્રતિષ્ઠા કરાવી હતી. પછીથી કાળક્રમે કોઈ વેળા કઈ કારણથી તે મંદિરનો નાશ થયો હશે, અને તેમાંની મૂર્તિ એ ભૂમિમાં ભંડારવામાં આવી હશે. પાછો ઉદયકાળ થતાં તેમની પાંચ મૂત્તિ એ જમીનમાંથી પ્રગટ થઈ કે જે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44