Book Title: Jain Samajni Vartaman Paristithi
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૮૬ ૦ સંગીતિ નીવડે છે. મને લાગે છે કે કલ્પિત નિમિત્તો ઊભાં કરીને પ્રાચીન ચતુર પુરુષોએ આપણને સોંપ્યા અને એમણે એમ કલ્પેલું કે સમાજમાંથી બે-ચાર જણા તો જરૂર એવા નીકળશે, જેઓ આપણી કલ્પનાનો સદુપયોગ સમજી પેલા એકલવ્યની પેઠે પુરુષાર્થશાળી નીવડશે અને પોતાનો જીવનવિકાસ સાધશે. વર્તમાન જીવન, વર્તમાન કુટુંબ અને વર્તમાન સમાજને લક્ષ્યમાં રાખીને પ્રામાણિકતા વગેરે ગુણો કેળવી પોતાના માતાપિતા વગેરે વડીલજનોની સેવા કરી તથા પોતાનાં બાળકોને બરાબર ઉછેરી, સંસ્કારસંપન્ન કરી, વર્તમાન જીવનનો શાંતિપ્રધાન રસ જરૂર મેળવશે. પણ આપણામાંના આચાર્યો, બુદ્ધિજીવી વકીલો, ડૉક્ટરો તથા તીવ્ર બુદ્ધિવાળા ઉદ્યોગપતિઓ અને કુશાગ્રીય બુદ્ધિવાળા પ્રોફેસરો સુધ્ધાં આ વાત સમજી શકતા નથી, તો પછી સામાન્ય માણસ તો શું સમજે ? આ સાથે એક બીજી વાત પણ કહી દઉં કે આ પરિસ્થિતિ કેવળ જૈન સમાજની જ નથી, પણ દુનિયામાં જે જે ધર્મો પ્રચલિત છે તે તમામ ધર્મોના આચાર્યોની અને તે તે ધર્મના તમામ અનુયાયીઓની છે. અત્યારે પૂર્વ બંગાળમાં રાક્ષસી હત્યાકાંડ ચાલી રહ્યો છે, છતાં છે કોઈ કુરાનનો એવો વફાદાર ભક્ત જે એમ પડકાર કરીને કહે કે આ તો કુરાન જ ખતરામાં છે ? બાઇબલના શબ્દોને પૂજનાર એવો છે કોઈ જે કહે આ તો નર્યો રાક્ષસભાવ છે ? આમ આપણે વર્તમાન જીવનનો વિચાર અને સાથે પ્રત્યક્ષ જીવનમાં ગુણવિકાસનો વિચાર ગૌણ કરીને સ્વર્ગની પાછળ પડ્યા છીએ. દીક્ષા લ્યો, સ્વર્ગ મળશે, ઉપવાસો ખેંચો, સ્વર્ગ મળશે; પૂજા કરો સ્વર્ગ મળશે; દેરાં બંધાવો, સ્વર્ગ મળશે; સંસાર તો અસાર છે, માતાપિતા અનંતવાર મળ્યા છે; માટે એને છોડો. ઉપધાન, ગ્રહપૂજન, અર્હત્મહાપૂજન વગેરે ભાતભાતનાં કર્મકાંડો કરો, સ્વર્ગ મળશે અથવા મહાવિદેહમાં જન્મ પામશું અને સાક્ષાત્ તીર્થંકર શ્રી સીમંધરસ્વામીના દર્શન કરીશું. સંસાર અસાર છે એમ જેઓ આપણને કહે છે તેઓ સંસાર છોડીને ક્યાં રહેવા ગયા ? એક માણસ સરસ બાંધેલા રસ્તા ઉપર ચાલ્યો જતો હતો, તેવામાં બેધ્યાન થવાથી લપસી પડ્યો. એટલે તરત જ કહેવા લાગ્યો કે આ રસ્તો જ ખરાબ છે. પણ પોતે બેધ્યાન થવાથી લપસી પડ્યો એ વાતનો વિચાર નથી કરતો. એ સ્થિતિ આજે આપણી છે. નાનાં બાળકોનો ઉદ્ધાર કેમ કરવો એ કોણ જાણે છે ? એ તો ભગવાનની મહેરબાનીથી મોટાં થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ શોધેલ છે કે બાળક બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8